સોશિયલ મીડિયા અને બાળકો
- MkkurþÞ÷ {erzÞkLke ykzyMkhkuÚke çkk¤fkuLku çk[kððk xuf ftÃkLkeyku Ãkh Ëçkký ðæÞwt Au
તમારું ૧૩ વર્ષથી નાની ઉંમરનું બાળક
વિવિધ સોશિયલ સાઇટ્સ પર એકદમ એક્ટિવ છે? એ ઇન્સ્ટાગ્રામ કે સ્નેપચેટ
કે બીજી સાઇટ્સ પર શું જુએ છે, શું શેર કરે છે, તેને કેવા લોકો ફોલો કરે છે, તેને કેવા મેસેજ મોકલે છે, એ બધું તમે જાણો છો? દીકરો કે દીકરી ૧૮ વર્ષની ઉંમર ઓળંગી જાય પછી પોતાની જિંદગી પોતાની રીતે જીવે
એ બરાબર, પણ ત્યાં સુધી તેને
પેરેન્ટ્સના સાથની જરૂર હોય છે - સોશિયલ મીડિયાની દુિનયામાં તો ખાસ.
જૂની પેઢીના લોકો નજીકના લોકોના જ સીધા સંપર્કમાં હતા, યંગ જનરેશન એક ઝાટકે આખી દુનિયાના સંપર્કમાં આવી જાય છે. એની સારી-નરસી બંને
અસર થઈ શકે. પરંતુ આપણાં બાળકો આપણે માનીએ છીએ એટલાં સ્માર્ટ ને મજબૂત ન પણ હોય. એ
લોકો દર મિનિટે સેંકડો-હજારો લોકો એમના વિશે શું વિચારે છે, એ તપાસતા રહીને જીવે છે. એમની પોસ્ટ પર હાર્ટસ, લાઇક્સ, થમ્બ્સ અપ
આ બધું મળતું ન રહે તો એમનાં દિલ તૂટી જાય છે.
અમેરિકામાં દર વર્ષે, આપઘાતનો પ્રયાસ કરનારી ટીનએજ
ગર્લ્સનું પ્રમાણ વર્ષ ૨૦૧૦ સુધી લગભગ સ્થિર હતું. પછીનાં વર્ષોમાં, પ્રમાણમાં મોટી ટીનએજ ગર્લ્સમાં એ પ્રમાણ ૬૨ ટકા વધી ગયું અને ટીનએજમાં હજી તો
પહોંચી રહેલી અને આપઘાતનો પ્રયાસ કરનારી છોકરીઓના પ્રમાણમાં ૧૮૯ ટકાનો વધારો થઈ
ગયો. હજી વધુ ડરામણી વાત એ છે કે આપઘાતમાં પણ આ જ પેટર્ન જોવા મળી છે. ૧૫થી ૧૯
વર્ષની છોકરીમાં આપઘાતનું પ્રમાણ ૭૦ ટકા વધ્યું છે. ટીનએજમાં પહોંચી રહેલી છોકરીઓ
ભાગ્યે જ આપઘાત કરતી હતી, પણ તેમાં હવે ૧૫૧ ટકાનો વધારો
જોવા મળ્યો છે.
નવા સમયનાં બાળકો સ્કૂલેથી ઘરે આવે એ સાથે મોબાઇલને ચોંટી જાય છે. એક આખી પેઢી વધુ બેચેન, વધુ હતાશ બનવા લાગી છે. જરા અમથી વાતમાં એમને લાગી આવે છે. આ બધું ધ્યાનમાં લઈએ તો સ્પષ્ટ છે કે કાચી વયે સોશિયલ મીડિયાના ઉપયોગ વિશે નવેસરથી વિચારવાની જરૂર છે. દુનિયાભરનાં મા-બાપ આ વિચારવા લાગ્યાં છે, આપણે કમ સે કમ આપણી અને બાળકોની દુનિયામાં શું ચાલે છે એ જાણવું તો જોઈએ જ.
çkk¤fku Ãkh
rLkÞtºký fu{ {w~fu÷ Au?
ભારત સહિત વિશ્વના બધા જ દેશોમાં મોટા ભાગની સોશિયલ સાઇટ પર કોઈ પણ વ્યક્તિ
પોતાનું એકાઉન્ટ ખોલાવે ત્યારે તેની ઉંમર પૂછવામાં આવે છે. સાથે કહેવામાં આવે છે
કે એકાઉન્ટ ખોલાવવા માટે ઉંમર ૧૩થી વધુ વર્ષની હોવી જરૂરી છે.
આ વાત ભારત સહિત દુનિયાભરનાં બાળકો ઘોળીને પી જાય છે! પોતે ૧૩ વર્ષથી નાનાં
હોય તો પણ એથી વધુ ઉંમર બતાવી દે છે. તેમનું એકાઉન્ટ ખુલી જાય છે અને પછી બાળકો
બેધડક સોશિયલ મીડિયાની એવી દુનિયામાં પ્રવેશી જાય છે, જે એમના માટે યોગ્ય ન હોવાનું મનોચિકિત્સકો એક અવાજે કહે છે.
બધી સોશિયલ સાઇટ એકાઉન્ટ ખોલાવતી વખતે
ઉંમર માત્ર પૂછે છે, તેની કોઈ વાતે ખાતરી કરવામાં
આવતી નથી. તેનાં બે કારણ છે. એક, સાઇટના યૂઝર્સની સંખ્યા કરોડો
કે અબજોમાં હોય ત્યારે દરેક નવા એકાઉન્ટ યૂઝરની ઉંમરની જડબેસલાક રીતે ખાતરી કરવી
મુશ્કેલ પણ છે. વિશ્વના જુદા જુદા દેશોના દરેક યૂઝર પાસે પોતાની ઉંમરની સાબિતી
આપતા દસ્તાવેજો ન પણ હોય (ભારતમાં હજી હમણાં જ ઉંમરની ખાતરી માટે આધારનો પુરાવો માન્ય
ગણાશે નહીં એવો અદાલતી ચુકાદો આવ્યો છે - તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હાથવગું
છે?!). આવા પુરાવા હોય તો પણ તે સાચા
હોવાની ખાતરી કરવી હજી વધુ મુશ્કેલ છે.
ઉંમરની ખાતરી ન કરવાનું બીજું મોટું કારણ એ છે કે સોશિયલ મીડિયા કંપનીઓને એમ
કરવામાં સાચો રસ જ નથી! સોશિયલ મીડિયાનું આખું અર્થતંત્ર યૂઝર્સની સંખઅયા અને
તેમની પ્લેટફોર્મ પર વધુમાં વધુ સક્રિયતા પર છે. આ અર્થતંત્ર ચલાવવામાં યંગ
જનરેશનનો બહુ મોટો ફાળો છે. બીજી તરફ ટિકટોક જેવું કોઈ નવું પ્લેટફોર્મ ડેવલપ થાય
એ સાથે સતત કંઈ નવાની શોધમાં રહેતી યંગ જનરેશન એ તરફ દોટ મૂકે છે. પરિણામે ખાસ
કરીને ફેસબુકને પોતે હવે યંગ જનરેશનમાં ફેવરિટ નથી એ વાતની મોટી ચિંતા છે.
આ બધા કારણે સોશિયલ સાઇટ નવા યૂઝરની ઉંમર શું છે તેની પંચાતમાં પડ્યા વિના, જે આવે તેને ઝડપી લેવાની નીતિ રાખે છે.
ઇન્સ્ટાગ્રામે તો યૂઝર્સને સાવ નાની ઉંમરથી પોતાની તરફ વાળી લેવા માટે ખાસ
કિડ્સ માટે અલગ પ્લેટફોર્મ લોન્ચ કરવાની પેરવી કરી હતી. પરંતુ મોટા વિરોધ પછી એ
પ્રોજેક્ટ પડતો મૂકવો પડ્યો હતો.
ત્રીજું કારણ એ પણ ખરું કે મોટા ભાગનાં મા-બાપ પોતે સોશિયલ મીડિયામાં એવાં પરોવાયેલાં રહે છે કે તેમનું ૧૩ વર્ષથી નાનું બાળક ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે એ તેઓ જાણતાં પણ હોતાં નથી!
RLMxkøkúk{{kt
ykðu Au ‘xeLk yufkWLxTMk’
હમણાં ઇન્સ્ટાગ્રામ પર ૧૩ થી ૧૬ વર્ષના યૂઝર્સ માટે ટીન એકાઉન્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. આ
ઉંમરના યૂઝર્સ માટે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ સલામત બનાવવા માટે કેટેગરીના યૂઝર્સ
એકાઉન્ટ્સને વિવિધ રિસ્ટ્રિક્શન્સ લાગુ થશે.
ઇન્સ્ટાગ્રામ પરના હાલના યૂઝર્સે તેમની જે ઉંમર દર્શાવી હોય અે મુજબ, જો તે ટીન હોય તો તેના એકાઉન્ટને ટીન એકાઉન્ટમાં ફેરવી નાખવામાં આવશે. બીજી તરફ, જો કોઈ યૂઝરે પોતાની ઉંમર
તદ્દન ખોટી જણાવી હોય કે એડલ્ટ હોવાનું દર્શાવ્યું હોય પરંતુ એઆઇ ટૂલના
એનાલિસિસમાં તે ટીનેજર હોવાનું જણાય તો તેને આપોઆપ ટીન એકાઉન્ટમાં ફેરવી નાખવામાં
આવશે. આવા એકાઉન્ટને વિવિધ મર્યાદાઓ લાગુ થશે. તે હળવી કરવી હોય તો પેરેન્ટ્સની
મંજૂરી જરૂરી બનશે. ટીન એકાઉન્ટને આપોઆપ નીચેની મર્યાદાઓ લાગુ થશે ઃ
પ્રાઇવેટ એકાઉન્ટઃ ટીન એકાઉન્ટ આપોઆપ પ્રાઇવેટ એકાઉન્ટ રહેશે. આવા યૂઝર જેમને
ફોલોઅર તરીકે સ્વીકારે માત્ર એ જ લોકો તેમનું કન્ટેન્ટ જોઈ શકશે કે તેમની સાથે
ઇન્ટરેક્શન કરી શકશે, અજાણ્યા લોકો નહીં.
મેસેજિંગ રીસ્ટ્રિક્શનઃ ટીન એકાઉન્ટને સૌથી કડક મેસેજિંગ સેટિંગ્સ લાગુ થશે.
ટીનેજર જેમને ફોલો કરતા હોય માત્ર તે જ લોકો તેમને મેસેજ મોકલી શકશે.
સેન્સિટીવ કન્ટેન્ટઃ ઇન્સ્ટાગ્રામની સિસ્ટમ જેને સેન્સિટીવ ગણતી હોય એ
પ્રકારનું કન્ટેન્ટ વધુમાં વધુ મર્યાદિત રીતે પહોંચી શકશે. ખાસ કરીને એક્સ્પ્લોર
ટેબ અને રીલ્સમાં આ વાત લાગુ થશે.
લિમિટેડ ઇન્ટરએકશનઃ ઇન્સ્ટાગ્રામ પર ટીનેજર્સને માત્ર એ જ લોકો ટેગ કે મેન્શન
કરી શકશે જેમને તેઓ ફોલો કરતા હોય.
ટાઇમ લિમિટ રિમાઇન્ડરઃ જો કોઈ ટીનેજર એક કલાકથી વધુ સમય ઇન્સ્ટાગ્રામ પર
એક્ટિવ રહે તો તેને એપનો ઉપયોગ અટકાવવાનું યાદ કરાવવામાં આવશે.
સ્લીપ મોડઃ ટીનેજર એકાઉન્ટમાં સ્લીપ મોડ આપોઆપ લાગુ રહેશે, જેથી રાતના ૧૦ થી સવારના ૭ વાગ્યા સુધી તેમને કોઈ નોટિફિકેશન મળશે નહીં.
આ બધા ઉપરાંત પેરેન્ટ ઇચ્છે તો ઇન્સ્ટાગ્રામ પર તેમના સંતાનોના ઉપયોગ પર વધુ મર્યાદા મૂકી શકશે કે તેમને વધુ છૂટછાટ આપી શકશે. હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ટીન એકાઉન્ટ્સનું ફીચર યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા તથા યુરોપમાં રોલઆઉટ થવા લાગ્યું છે. ભારત સહિત અન્ય દેશોમાં આવતા વર્ષની શરૂઆતથી તેનો ઉપયોગ શરૂ થઈ જાય તેવી શક્યતા છે. ઇન્સ્ટાગ્રામ પછી ફેસબુક જેવા અન્ય પ્લેટફોર્મ પર પણ તેનો ઉપયોગ શરૂ થઈ જશે.
ykuMxÙur÷Þkyu
fuðe Ãknu÷ fhe?
લાંબા સમયથી જેની શક્યતા દેખાઈ રહી હતી તે વાત હવે ઓસ્ટ્રેલિયામાં નક્કર આકાર
લેશે. સમગ્ર વિશ્વમાં ઓસ્ટ્રેલિયા એવો પહેલો દેશ બનશે જ્યાં ૧૬ વર્ષથી નાનાં બાળકો
માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધિત
રહેશે.
હમણાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને આ વિશે સત્તાવાર જાહેરાત કરી અને કહ્યું કે
સરકાર ટૂંક સમયમાં આ વિશેનો ખરડો સંસદમાં લાવશે, જેનો અમલ આવતા વર્ષે શરૂ થઈ જશે. સંસદમાં આ ખરડો પસાર થઈ જવાની પૂરી ખાતરી છે, કેમ કે ઓસ્ટ્રેલિયાના મુખ્ય વિપક્ષે પણ તેને ટેકો આપ્યો છે.
એ પછી ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષથી
નીચેનાં બાળકો ઇન્સ્ટાગ્રામ, ટિકટોક, ફેસબુક અને એક્સ (ટ્વીટર)નો ઉપયોગ કરી શકશે નહીં. સરકારે આ પ્રતિબંધ માટે
સોશિયલ મીડિયાના ઉપયોગથી કાચી ઉંમરનાં બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સામે
ગંભીર જોખમો હોવાનું કારણ આપ્યું છે.
આ કાયદાના અમલ માટે ઓસ્ટ્રેલિયાએ એજ-વેરિફિકેશન સિસ્ટમ ડેવલપ કરવાના પ્રયાસો
શરૂ કર્યા છે.
આમ તો સમગ્ર વિશ્વમાં સંખ્યાબંધ દેશો બાળકોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ મર્યાદિત
કરવા માટે લાંબા સમયથી પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ ઓસ્ટ્રેલિયા એ માટે સૌથી કડક
નીતિ અપનાવે તેવી શક્યતા છે. ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયામાં બાળકોની ઉંમરની
ખાતરી કરવા માટે બાયોમેટ્રિક્સ કે ગવર્નમેન્ટ દ્વારા જારી કરાયેલ આઇડેન્ટિફિકેશનનો
ઉપયોગ કરાશે. હજી સુધી અન્ય કોઈ દેશે આવી પદ્ધતિ અમલમાં મૂકી નથી.
એ જ રીતે અન્ય તમામ દેશોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે ૧૩ વર્ષની વયમર્યાદા નક્કી કરાઈ છે ને તેમાં પણ પેરેન્ટની સંમતિ જેવાં છીંડાં આપવામાં આવ્યાં છે, પરંતુ ઓસ્ટ્રેલિયાએ પહેલી વાર ૧૬ વર્ષની ઉંમર મર્યાદા નક્કી કરી છે અને ખરા અર્થમાં કડક નિયંત્રણો નક્કી કર્યાં છે.
{uxk îkhk
yuykRLkku WÃkÞkuøk
સોશિયલ મીડિયા કંપનીઓ, ખાસ કરીને મેટાનાં
પ્લેટફોર્મ્સ પર, તેનો ઉપયોગ બાળકો માટે જોખમી હોવા વિશે સતત દબાણ આવી
રહ્યું છે. આ બાબતે ઓસ્ટ્રેલિયાએ કાયદો લાવીને કડક અમલ કરવાની પહેલ કરી છે એ કારણે
પણ સોશિયલ મીડિયા કંપનીઓ પર બાળકોના ઉપયોગને મર્યાદિત કરવાનું દબાણ વધશે.
મેટા કંપની પોતે સ્વીકારે છે કે તેના પ્લેટફોર્મ પર એકાઉન્ટ ખોલાવતી વખતે નવા
યૂઝર્સ એટલે કે બાળકો, તેમની સાચી ઉંમર દર્શાવતાં
નથી. કંપની એ પણ સ્વીકારે છે કે બાળકોની ઉંમરની ખાતરી કરવાનું કામ બહુ મુશ્કેલ છે.
જોકે એ જ કારણે કંપનીએ જુદાં જુદાં એઆઇ ટૂલ્સ વિકસાવ્યાં છે જેની મદદથી તેના
પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વ્યક્તિની ઉંમરનો અંદાજ મેળવી શકાય.
હમણાં મેટા કંપનીએ આ માટે એઆઇ આધારિત એડલ્ટ ક્લાસિફાયર નામે ઓળખાતું એક ટૂલ વિકસાવ્યું છે, જે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર
ખોટી ઉંમર બતાવી, એકાઉન્ટ ખોલાવીને એક્ટિવ થઈ
ગયેલા બાળકોને ઓળખી લેશે. હમણાં કંપનીએ આ ટૂલ વિશે વધુ વિગતો આપી છે. આવતા વર્ષની
શરૂઆતથી કંપની આ ટૂલનો ઉપયોગ કરવા લાગશે. અત્યારથી ઇન્સ્ટાગ્રામ પર પ્રાયોગિક
ધોરણે તેનો ઉપયોગ શરૂ થઈ ગયો છે.
કંપનીએ આપેલી વિગતો અનુસાર આ ટૂલ જે તે એકાઉન્ટ ક્યારે ખોલવામાં આવ્યું હતું, તેના પર કેવા પ્રકારનું કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવે છે, કયા એકાઉન્ટ્સને ફોલો કરવામાં આવે છે અને કેવા પ્રકારના કન્ટેન્ટ સાથે નિયમિત
ઇન્ટરએકશન થાય છે વગેરે બાબતો પર નજર રાખશે. આ બાબતોના એનાલિસિસ પછી આ ટૂલ નક્કી
કરશે કે જે તે યૂઝર એડલ્ટ એટલે કે ૧૮ વર્ષથી વધુ ઉંમરનો છે કે પછી ટીન એટલે કે ૧૩
થી ૧૭ વર્ષનો છે. જો યૂઝર ટીન હોવાનું જણાશે તો તેને આપોઆપ વધુ પ્રમાણમાં વધુ કડક
પ્રાઇવસી સેટિંગ લાગુ થઈ જશે.
આ ચોક્કસ સારી પહેલ છે, પણ તેનાથી પેરેન્ટ્સની
જવાબદારી ઓછી થતી નથી!