Get The App

સ્નેપચેટમાં તમારી સેલ્ફીનો ઉપયોગ થઈ શકે છે એડમાં

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
સ્નેપચેટમાં તમારી સેલ્ફીનો ઉપયોગ થઈ શકે છે એડમાં 1 - image


જો તમે સ્નેપચેટના યૂઝર હશો તો તેમાંના કેમિયો, ડ્રીમ્સ, એઆઇ સેલ્ફી વગેરે ફીચરથી પરિચિત હશો. થોડાં થોડાં વર્ષના અંતરે સ્નેપચેટમાં આ ફીચર ઉમેરાયાં છે.

માય સેલ્ફી ફીચરની મદદથી તમે સ્નેપચેટ એપમાંથી જ તમારી સેલ્ફી લો અથવા તમારા ફોનમાં ગેલેરીમાં સ્ટોર કરેલી પોતાની ઇમેજિસ સ્નેપચેટને આપીને તેમાંથી અલગ અલગ પ્રકારની સેલ્ફી ક્રિએટ કરી શકો છો. આ રીતે જનરેટ થયેલા સેલ્ફીના સેટમાંથી ડ્રીમ્સ અથવા કેમિઓ ક્રિએટ થાય. કેમિઓ નાના લૂપ વીડિયો હોય છે, જેમાં તમે પોતાની સેલ્ફી ઉમેરી શકો અને ફ્રેન્ડ્સ સાથે શેર કરી શકો. ટૂંકમાં સ્નેપચેટમાં સેલ્ફીના જુદા જુદા ઉપયોગ છે અને કંપની હવે એઆઇની મદદથી આપણી સેલ્ફીને અવનવી ઇફેક્ટ્સ આપે છે.

વાતમાં હવે એક ટ્વિસ્ટ આવે છે. આપણે જ્યારે પહેલી વાર માય સેલ્ફી ફીચરનો ઉપયોગ કરીએ ત્યારે આપણી પાસે કેટલીક પરમિશન્સ માગવામાં આવે છે. મોટા ભાગે સ્નેપચેટ યૂઝર્સ સ્નેપચેટમાં પોતાની એઆઇ જનરેટેડ સેલ્ફી ક્રિએટ કરવાના ઉત્સાહમાં, એપ તરફથી જે શરતો કહેવામાં આવે અને મંજૂરી માગવામાં આવે તે બધા માટે ધડાધડ ‘ઓકે ઓકે’ કહીને આગળ વધી જાય છે. પરંતુ આવી મંજૂરીઓમાંની એક મંજૂરી એ પણ હોય છે કે અન્ય યૂઝર્સને બતાવવામાં આવતી પર્સનાલાઇઝ્ડ એડ્સમાં આપણી સેલ્ફીનો ઉપયોગ થઈ શકે છે!

જોકે તમે ઇચ્છો તો આવી મંજૂરી પાછી ખેંચી શકો છો. એ માટે સ્નેપચેટ ઓપન કરો. તમારા પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરો અને જમણી તરફ દેખાતા ગિઅર આઇકન પર ક્લિક કરો. હવે માય સેલ્ફીનો વિકલ્પ શોધીને તેને ક્લિક કરો. અહીં ‘સી માય સેલ્ફી ઇન એડ્સ’ માટેનું ટોગલ બટન ઓન હશે, તેને ઓફ કરી દો.


Google NewsGoogle News