Get The App

સ્નેપચેટ ફૂટસ્ટેપ્સ ફીચર: તમારા મિત્રો ક્યાં ગયા છે એ જાણવા કેવી રીતે ઉપયોગ કરશો આ ફીચરનો

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
સ્નેપચેટ ફૂટસ્ટેપ્સ ફીચર: તમારા મિત્રો ક્યાં ગયા છે એ જાણવા કેવી રીતે ઉપયોગ કરશો આ ફીચરનો 1 - image


SnapChat FootSteps: સ્નેપચેટ દ્વારા હાલમાં જ નવું ફીચર ફૂટસ્ટેપ્સ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર પહેલાં સ્નેપચેટ+ યુઝર માટે હતું, એટલે કે એનો ઉપયોગ કરવા માટે પૈસા ચાર્જ કરવામાં આવતાં હતાં. જોકે, આ ફીચરને હવે ફ્રી કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી ફ્રેન્ડ્સ અથવા તો ફોલોઅર્સ જાણી શકે છે કે યુઝર કઈ કઈ જગ્યા ટ્રાવેલ કરી છે. યુઝરે કેટલું ટ્રાવેલ કર્યું છે એ દુનિયાને જણાવવા માટે આ ફીચરનો ઉપયોગ થાય છે. સ્નેપચેટનો સૌથી વધુ ઉપયોગ ટીનેજરમાં વધુ જોવા મળે છે. આ ફીચર હાલમાં iOSમાં ફ્રી છે અને બહુ જલદી એન્ડ્રોઈડ માટે પણ રિલીઝ કરવામાં આવશે.

શું છે ફૂટસ્ટેપ્સ?

આ એક લોકેશન ટ્રેકિંગ ફીચર છે જે યુઝર જેટલી પણ જગ્યાએ ટ્રાવેલ કર્યું હોય એ દરેકનું ટ્રેકિંગ કરે છે. યુઝર ક્યારે અને કઈ જગ્યાએ ગયો હતો એ તેના ફ્રેન્ડ્સ જોઈ શકશે. આ માટે સ્નેપ મેપ પર એ ડેટા જોવા મળશે. જોકે, આ માટે ઘોસ્ટ મોડ ઓફ હોવું જરૂરી છે. જો એ ઓન હશે તો કોઈ પણ યુઝરને કોઈ ડેટા જોવા નહીં મળે. આ માટે સ્નેપચેટ યુઝરની દરેક પોસ્ટનો ઉપયોગ કરે છે અને ત્યાર બાદ યુઝરની લોકેશનનો પણ ઉપયોગ કરે છે. ફૂટસ્ટેપ્સ ફીચર માટે આ બન્ને વસ્તુ ખૂબ જ જરૂરી છે.

શરૂઆત કેવી રીતે થશે?

પહેલી વાર યુઝર જ્યારે આ ફીચરનો ઉપયોગ કરવા જશે ત્યારે સ્નેપચેટ દ્વારા મેમરીઝનો ઉપયોગ કરવામાં આવશે. મેમરીઝમાં જે પણ સ્ટોરી સેવ હશે એના લોકેશનનો ઉપયોગ કરીને યુઝર માટે ડેટા તૈયાર કરવામાં આવશે. ત્યાર બાદ સ્નેપચેટ દ્વારા મેમરીઝનો ઉપયોગ કરવામાં નહીં આવે કારણ કે ત્યાર બાદ એ દરેક પોસ્ટ અને લોકેશન પરથી ડેટા કલેક્ટ કરી લેશે.

સ્નેપચેટ ફૂટસ્ટેપ્સ ફીચર: તમારા મિત્રો ક્યાં ગયા છે એ જાણવા કેવી રીતે ઉપયોગ કરશો આ ફીચરનો 2 - image

પ્રાઇવસીનો સવાલ

આ ફીચરને લઈને પ્રાઇવસી માટે ઘણાં સવાલ ઊભા થઈ રહ્યાં છે જેમાં લોકેશન ડેટા અને મેમરી શેરિંગ વગેરેનો સમાવેશ થાય છે. જોકે, આ લોકેશનનો ઉપયોગ સ્નેપમેપ પર યુઝર ક્યાં ક્યાં ગયો છે દેખાડવા પૂરતો જ ઉપયોગ કરવામાં આવશે. તેમ જ આ ડેટા પરથી ફૂટસ્ટેપ્સ તૈયાર કરવામાં આવશે અને તે પહેલાં યુઝરને જ દેખાડવામાં આવશે. યુઝર નક્કી કરે કે તેણે અન્ય સાથે એને શેર કરવા છે તો જ એને ફ્રેન્ડ્સ અથવા તો ફોલોઅર્સ જોઈ શકશે. આ સાથે જ યુઝરની ઇચ્છા થાય ત્યારે એને બંધ પણ કરી શકે છે.

આ પણ વાંચો: iOS 18 અપડેટ બાદ આઇફોનમાં બેટરી ખૂબ જ જલદી ઉતરી રહી હોવાની ફરિયાદો

કેવી રીતે ઉપયોગ કરશો સ્નેપચેટ ફૂટસ્ટેપ્સનો?

આ માટે સૌથી પહેલાં સ્નેપચેટ એપ્લિકેશન ઓપન કરવી. સ્નેપ મેપ ટેબ પર ક્લિક કરવું. ત્યાર બાદ ફૂટસ્ટેપ પોપઅપ વિન્ડોય પર ક્લિક કરવું. એ કરતાની સાથે જ આ ફીચર ઓન થઈ જશે.

બંધ કેવી રીતે કરશો?

આ માટે સ્નેપચેટમાં પ્રોફાઇલમાં જવું. ત્યાર બાદ એકાઉન્ટમાં જઈને મેપ પર ક્લિક કરવું. ત્યાર બાદ સેવ ‘ન્યુ ફૂટસ્ટેપ્સ એસ માય લોકેશન અપડેટ્સ ઓન મેપ’ને બંધ કરી દેવું. ત્યાર બાદ ફૂટસ્ટેપ હિસ્ટ્રીને ડિલીટ કરવી હોય તો ‘ક્લિયર ફૂટસ્ટેપ્સ હિસ્ટ્રી’ પર ક્લિક કરવું.


Google NewsGoogle News