મોબાઈલ યુઝર્સ સાવધાન! એપ ડાઉનલોડ કરતા સમયે ભૂલથી ના આપતા આ પરમિશન, ડેટા ચોરીનો છે ખતરો

Location,Camera, Microphone,Contacts,SMS,Call Logs, Nearby Bluetooth Devices વગેરેને પરમિશન આપતાં પહેલા વિચારવું

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
મોબાઈલ યુઝર્સ સાવધાન! એપ ડાઉનલોડ કરતા સમયે ભૂલથી ના આપતા આ પરમિશન, ડેટા ચોરીનો છે ખતરો 1 - image
Image Envato 

જ્યારે પણ તમે તમારા ફોનમાં કેટલીક નવી એપ ડાઉનલોડ કરો છો. ત્યારે App ડાઉનલોડ કરવા માટે કેટલીક પરમિશનને ઈનેબલ ન કરવી જોઈએ. આ પરમિશનનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી શકે છે. અને તમારા ડેટાનો પણ ખતરો રહે છે. એટલે આજે આવી કેટલીક પરમિશન વિશે વાત કરવાના છીએ જે Appમાં તમારે ક્યારેય ન આપવી જોઈએ. કોઈ App વિશે માહિતી ન હોય તેવી એપ સાથે આડેધડ પરમિશન ન આપવી જોઈએ. 

App Download કરતી વખતે કેટલીક પરમિશન ન આપશો, નહી તો તેના કારણે  તમારો ડેટા ચોરી થવાનો ખતરો રહે છે.  

1. Location:

દરેક એપ્લિકેશનને તમારા Location વિશેની માહિતીની જરૂર નથી. Location પરમિશન આપવાથી તમારો ડેટા ચોરી થવાનું જોખમ વધી જાય છે.

2. Camera:

Camera Permission માત્ર તે જ Appsને આપો, જેનો ઉપયોગ તમારે ફોટા કે વીડિયો લેવા માટે કરતાં હોવ. કેમેરાની પરવાનગીને કારણે તમારા ફોટા અને વીડિયો લીક થઈ શકે છે.

3. Microphone:

Microphone Permission પણ માત્ર એ જ Appsને આપો જેનો ઉપયોગ તમે રેકોર્ડિંગ માટે કરો છો. માઇક્રોફોનની પરવાનગીને કારણે તમારી ઓડિયો recording લીક થઈ શકે છે.

4. Contacts:

Contactsની Permission માત્ર તે Appsને આપો જેનો ઉપયોગ તમે લોકોનો સંપર્ક કરવા માટે કરો છો. Contactsની Permission ને કારણે તમારા Contactsની જાણકારી ચોરાઈ શકે છે.

5. SMS:

SMS Permission માત્ર એ જ એપ્લિકેશનોને આપો જેનો ઉપયોગ તમે SMS મોકલવા અને મેળવવા માટે માટે કરો છો. SMS Permissionને કારણે તમારા SMSની માહિતી ચોરાઈ શકે છે.

6. Call Logs:

Call Logs Permission માત્ર એ જ  Appsને આપો જેનો તમે Call History જોવા માટે ઉપયોગ કરતાં હોવ. Call Logs Permission આપવાથી તમારી Call Historyની માહિતી ચોરાઈ શકે છે.

7. Files and Media:

Files and Mediaની  પરમિશન માત્ર એ જ એપ્લિકેશનોને આપો જેનો ઉપયોગ તમે ફાઇલો અને મીડિયાને મેનેજ કરવા માટે કરતાં હોવ. Files and Media પરમિશનને કારણે તમારા ફોટા, વીડિયો અને અન્ય ફાઇલો ચોરી થવાની પૂરી સંભાવના રહેલી છે. 

8. Device ID:

Device IDની પરમિશન માત્ર એ જ Appsને આપો જેનો ઉપયોગ તમે ડિવાઈસને idenify કરવા માટે કરો છો. તેનાથી તમારા ડિવાઈસને track કરી શકાય છે.

9. Nearby Bluetooth Devices:

Nearby Bluetooth Devicesની પરમિશન માત્ર  એ જ Appsને આપો જેનો ઉપયોગ તમે Bluetooth devices ને connect કરવા માટે કરો છો. આ પરમિશન આપવાથી તમારા Bluetooth Devicesને  હેક કરી શકાય છે. 

10. Body Sensors:

Body Sensors Permission પણ માત્ર એ જ એપ્લિકેશનોને આપો જેનો ઉપયોગ તમે Health Data ને Track કરવા માટે કરો છો. બોડી સેન્સરની પરમિશનથી તમારા Health Dataની માહિતીની ચોરી થઈ શકે છે. 


Google NewsGoogle News