Get The App

મોબાઈલનો ઉપયોગ હવે સિગારેટ જેવો! દેશના લોકોને બચાવવા સ્પેને તૈયાર કર્યો મેગા પ્લાન

Updated: Dec 5th, 2024


Google NewsGoogle News
મોબાઈલનો ઉપયોગ હવે સિગારેટ જેવો! દેશના લોકોને બચાવવા સ્પેને તૈયાર કર્યો મેગા પ્લાન 1 - image


Smartphone Health Warning In Spain: યુરોપિયન દેશ સ્પેન મોબાઈલને લઈને મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. સ્પેનમાં વેચાતા મોબાઈલ પર ટૂંક સમયમાં વોર્નિંગ લખેલી જોવા મળશે. જેમાં મોબાઈલથી થતા જોખમો વિશે લખ્યું હશે. જેમ ભારતમાં તમાકુ અને સિગારેટના પેકેટ પર લખેલી ચેતવણીઓ જેવું જ હોઈ શકે છે. 

ડોક્ટરોને પણ સૂચના અપાઈ 

અહેવાલો અનુસાર, નિષ્ણાતોની એક કમિટી દ્વારા સ્પેનિશ સરકારને સલાહ આપવામાં આવી છે કે દેશમાં સ્માર્ટફોન વેચતી બ્રાન્ડને સ્વાસ્થ્ય માટે જોખમી હોવાની વોર્નિંગ આપવી જોઈએ. કમિટીએ ડોક્ટરો માટે પણ સૂચના આપી છે કે, દર્દીઓને સારવાર દરમિયાન તેમનો સ્ક્રીન ટાઈમ વિશે પૂછવો જોઈએ.

આ પણ વાંચો: વડોદરામાં ઘણા વર્ષો બાદ થિયેટરમાં પ્રેક્ષકોનો હોબાળો : પુષ્પા-2 ના ચાહકોને શાંત પાડવા પોલીસ બોલાવવી પડી

બાળકો માટે નિયમો આવી શકે

સ્પેન એક નવો નિયમ લાવી રહ્યું છે, જેનો હેતુ બાળકોના મોબાઈલના ઉપયોગને નિયંત્રિત કરવાનો છે. આ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે 50 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.

આ કમિટીએ 13 વર્ષ સુધીના બાળકો માટે ડિજિટલ ઉપકરણોના ઉપયોગને નિયંત્રિત કરવાની સલાહ આપી છે. બાળકોને 3 વર્ષની ઉંમર સુધી કોઈ પણ ડિજિટલ ડિવાઈસ ન આપવું જોઈએ. મોબાઈલ 6 વર્ષના બાળકને જ્યારે તેની જરૂર હોય ત્યારે આપવો જોઈએ. આ ઉપરાંત 6-12 વર્ષના બાળકોને ઇન્ટરનેટ વિના ફોનનો ઉપયોગ કરે એવી સલાહ આપવામાં આવી છે. આ સિવાય બાળકોને રમત ગમતમાં વધુ ધ્યાન આપવાનું પણ સૂચન કરાયું છે. 

એપ અંગે પણ સૂચના 

સોશિયલ મીડિયા અપનો ઉપયોગ કરતી વખતે પણ સ્વાસ્થ્ય સંબંધિત ચેતવણી દર્શાવવી જરૂરી રહેશે. આ માટે એપ ઓપન કર્યા પછી શરૂઆતમાં અથવા પછી પોપ-અપના રૂપમાં ચેતવણી બતાવવાની સલાહ અપાઈ છે. જો કે, તેને કાયદાનું સ્વરૂપ ક્યારે આપવામાં આવશે તે અંગે કોઈ માહિતી આપી નથી.

મોબાઈલનો ઉપયોગ હવે સિગારેટ જેવો! દેશના લોકોને બચાવવા સ્પેને તૈયાર કર્યો મેગા પ્લાન 2 - image


Google NewsGoogle News