Get The App

ખોવાયેલી વસ્તુ શોધી આપે સ્માર્ટ ટેગ

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
ખોવાયેલી વસ્તુ શોધી આપે સ્માર્ટ ટેગ 1 - image


- ykÃkýk M{kxoVkuLk fu ykRÃkuzLkwt ÷kufuþLk {uÃk Ãkh þkuÄe þfkÞ, yu s heíku...

ગયા અઠવાડિયે, વાસી ઉત્તરાયણે તમને પણ આવો વિચાર આવ્યો હશે - ‘‘ગઈ કાલે એક પતંગ બહુ મસ્ત ચગી હતી, પણ કપાઈ ગઈ! એ પાછી મળે તો મોજ થઈ જાય!’’ તમે માનશો? આજના ટેકનોલોજી યુગમાં, આકાશમાં ક્યાંય ઊંચે ગયા પછી કપાઈ ગયેલી પતંગ પણ જમીન પર ક્યાં પડી એ તમે ધારો તો જાણી શકો. ખરેખર.

‘‘લપેટ, લપેટ...’’ એવું કહેવાનું મન થયું? પ્રેક્ટિકલી આ શક્ય ન કહેવાય, પણ થિયરીની રીતે ખરેખર પોસિબલ છે.

બસ પતંગ સાથે એક ‘ટેગ’ લગાવવો પડે. તમને થશે કે વાતને બહુ ઢીલ આપી દીધી, પણ ખાસ ‘ટેગ’ કે બ્લુટૂથ/જીપીએસ ટ્રેકરની મદદથી આપણે ખોવાયેલી કોઈ પણ ચીજવસ્તુ શોધી શકીએ - ઓફિસ બેગ, લેપટોપ બેગ, મહત્ત્વની ફિઝિકલ ફાઇલ કે ફોલ્ડર કે કારની ચાવી, પાસપોર્ટ વગેરે કંઈ પણ.

અત્યાર સુધી આવું કામ આપતા એપલના એરટેગ બહુ જાણીતા રહ્યા છે. હવે ભારતની જિઓ કંપનીએ પણ આઇઓએસ ઉપરાંત એન્ડ્રોઇડ માટે પણ  આવા ટેગ લોન્ચ કર્યા છે! આવા ટ્રેકર ટેગ્સ વિશે જાણવા જેવું છે.

yk xuøk fu xÙufh yuõÍuõxu÷e þwt nkuÞ Au?

તમે જાણતા જ હશો કે એપલ, ગૂગલ જેવી કંપની ‘ફાઇન્ડ માય ડિવાઇસ’ નામે એક સગવડ આપે છે, જેની મદદથી આપણે પોતાનો આઇફોન, આઇપેડ કે એન્ડ્રોઇડ ફોન વગેરે જે તે ક્ષણે ક્યાં છે તે મેપ પર જોઈ શકીએ છીએ. સેમસંગ તથા અન્ય કંપની પણ આવી સગવડ આપે છે. આ ફીચર જે કન્સેપ્ટ કે ટેક્નોલોજી પર કામ કરે છે, તેને એક-બે કદમ આગળ વિસ્તારીને, ફોન સિવાયની, ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ ન હોય એવી ચીજવસ્તુઓને પણ લોકેટ કરવા માટે ‘ટેગ’ ડેવલપ કરવામાં આવ્યા છે. રૂપિયાના સિક્કા કે તેથીય નાના આવા ટેગમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ, સ્પીકર, સેન્સર,બેટરી વગેરે હાર્ડવેર ઉપરાંત બ્લૂટૂથ, નીયર ફીલ્ડ કમ્યુિનકેશન (એનએફસી) જેવી જાતભાતની ટેક્નોલોજી સામેલ હોય છે!

yuÃk÷Lkk yuhxuøk òýeíkk Au, yLÞ ftÃkLkeLkk xuøk Ãký nkuÞ Au

એપલ કંપનીએ જાતભાતની ચીજવસ્તુઓ ખોવાય તો તેને લોકેટ કરવા માટે એપ્રિલ ૨૦૨૧માં ‘એરટેગ’ લોન્ચ કર્યા. પણ તેમાં જે ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે એ ઘણી જૂની છે. એપલના એરટેગ પહેલાં, મુખ્યત્વે જીપીએસથી ટ્રેકિંગ થઈ શકે તેવા ટ્રેકર માર્કેટમાં આવી ગયા હતા. એ ઉપરાંત, નાનાં બાળકોના કાંડા પર વોચની જેમ પહેરાવી શકાય તેવા ટ્રેકર પણ ઉપલબ્ધ છે. પાલતુ પ્રાણીઓ ખોવાઇ ન જાય એ માટે તેમના કોલરમાં પણ ટ્રેકર ફિટ કરી શકાય છે. એપલ ઉપરાંત લાઇફ૩૬૦ (ટાઇલ્સ), સેમસંગ, ગૂગલ વગેરે કંપનીએ પણ બ્લુટૂથ આધારિત ટ્રેકર લોન્ચ કર્યા છે. ભારતમાં જિઓએ એપલ અને એન્ડ્રોઇડ બંને નેટવર્ક માટે ટેગ્સ લોન્ચ કર્યા છે.

ykÃkýLku ykðk xuøk fE heíku WÃkÞkuøke ÚkE þfu?

ટેગ્સ કોઈ પણ કંપનીના હોય, તેનો કન્સેપ્ટ કે ટેક્નોલોજી લગભગ એક સરખાં છે, નાના મોટા ફેરફાર સાથે. એપલ કે ગૂગલના ફાઇન્ડ માય ડિવાઇસ નેટવર્ક આધારિત ટેગમાં સૌથી મોટો ફાયદો એ કે તેમાં દુનિયાભરમાં પથરાયેલા અનેક આઇફોન કે એન્ડ્રોઇડ ડિવાઇસના નેટવર્કનો લાભ મળી શકે છે.

એપલના ટેગ - સ્વાભાવિક રીતે સૌથી મોંઘા છે - તો જિઓએ લોન્ચ કરેલા ટેગ્સ પ્રમાણમાં પરવડે તેવા છે. છૂટક ટેગ પણ ખરીદી શકાય, પરંતુ ચારેક ટેગનું પેક ખરીદતાં તે સસ્તા પડે.

આવા ટેગમાં બેટરી લગભગ આખું એક વર્ષ ચાલે છે. એ પછી તેને બદલી શકાય. અમુક ટેગની બેટરી રિચાર્જ પણ કરી શકાય.

yk «fkhLkk xuøk [ku¬Mk fE heíku fk{ fhu Au?

ટેગને આપણે પોતાના ફોનમાં મેપ પર શોધી શકીએ છીએ. અચ્છા, ફોન જે તે ટેગનું લોકેશન કઈ રીતે જાણી શકે? ટેગમાં કોઈ સિમ કાર્ડ હોતું નથી. ટેગ શોધવા મુખ્યત્વે બે પદ્ધતિનો ઉપયોગ થાય - એક છે, જો ફોન અને ટેગ એકમેકની બ્લુટૂથ રેન્જમાં હોય, તો ફોન સહેલાઇથી ટેગ સાથે કનેક્ટ થઈ શકે છે. જો ફોન અને ટેગ બ્લૂટૂથની રેન્જની બહાર હોય તો અલગ કરામત કામ કરે છે. એવા સમયે આપણો ટેગ તેની આસપાસના અન્ય લોકોના આઇફોન કે એન્ડ્રોઇડ ફોન સાથે કનેક્ટ થાય છે. તેને આધારે, જેમ ‘ફાઇન્ડ માય ડિવાઇસ’ ફીચર કામ કરે છે, બરાબર એ જ રીતે, ટેગનું લોકેશન ફોનમાં મેપ પર જાણી શકાય છે. મજાની વાત એ છે કે આપણા ટેગનું લોકેશન અન્ય ફોન જુએ ત્યારે બધો ડેટા ખાનગી જ રહે છે.

ykÃkýu xuøkLku fE heíku MkuxyÃk fhe þfeyu?

આવા ટેગ ખરીદવામાં આવે ત્યારે સામાન્ય રીતે તેની સર્કિટ અને બેટરી વચ્ચે એક પ્લાસ્ટિકનું લેયર હોય છે. તે દૂર કરતાં ટેગ એક્ટિવ થઈ જાય. એ પોતાની આસપાસ બ્લુટૂથ સિગ્નલ મોકલવા લાગે છે. એપલ એરટેગના કિસ્સામાં તેને પોતાના આઇફોન કે આઇપેડ નજીક લાવીએ એ સાથે ફોન/પેડમાં એક ડાયલોગ બોક્સ ઓપન થાય છે અને એરટેગ સાથે કનેક્ટ કરવાનું કહેવામાં આવે છે. ‘કનેક્ટ’ પર ક્લિક કરી, તે એરટેગ માટે કોઈ નામ આપી શકીએ (જેમ કે લેપટોપ બેગ). સાથે કોઈ ઇમોજી પસંદ કરી શકીએ. એ પછી એ એરટેગ આપણા એપલ આઇડી સાથે કનેક્ટ થઈ જાય છે. જિઓ ટેગ ગો માટે, એન્ડ્રોઇડ ફોનમાં ‘ગૂગલ ફાઇન્ડ માય ડિવાઇસ’ એપ ઇન્સ્ટોલ કરવાની રહે છે. બાકીની વિધિ લગભગ સરખી રહે છે.

xuøk ÷økkðu÷e ðMíkw fE heíku ÷kufux fhe þfkÞ?

પોતે ખરીદેલા ટેગને કંપની અનુસાર પોતાના એપલ કે ગૂગલ એકાઉન્ટ સાથે કનેક્ટ કરી શકીએ છીએ. એ પછી, આપણી વસ્તુ સાથેનો ટેગ અને આપણો આઇફોન કે એન્ડ્રોઇડ ફોન બ્લુટૂથની રેન્જમાં હોય તો ફોનની મદદથી, ટેગમાં ખાસ્સા મોટા અવાજે સાઉન્ડ પ્લે કરી શકાય, જેથી એ વસ્તુ ક્યાં છે તે તરત ખબર પડે. વસ્તુ સાથેનો ટેગ બ્લુટૂથ રેન્જની બહાર હોય તો, ટેગમાંથી નિશ્ચિત સમયાંતરે બ્લુટૂથ સિગ્નલ રીલે થાય છે, જે તેની નજીકના આઇફોન/એન્ડ્રોઇડ ફોન ઝીલે છે. આ બધું, જે તે કંપનીના સર્વરમાં પહોંચ છે. આપણે પોતાના ફોનમાં ‘ફાઇન્ડ માય ડિવાઇસ’ એપ ઓપન કરીને તેમાં પોતાનો નિશ્ચિત ટેગ પસંદ કરીએ એટલે તેનો ડેટા કંપનીના સર્વર પર લોકેટ થયા અને તેનું લોકેશન મેપ પર દેખાય!

xuøk ÷økkðu÷e ðMíkwÚke Ëqh sEyu íkku þwt ÚkkÞ?

આપણે માટે મહત્ત્વની વસ્તુ ખોવાઈ જાય અને આપણે તેને સહેલાઈથી શોધી શકીએ એ તો ચોક્કસ સારી વાત છે, પણ વસ્તુ ખોવાય જ નહીં એ હજી સારી વાત કહેવાય. એવી સગવડ પણ આ સ્માર્ટ ટેગ આપે છે! એપલના એરટેગની વાત કરીએ તો, માની લો કે આપણે લેપટોપ બેગમાં એરટેગ મૂક્યો છે. એ બેગ લઈને આપણે કોઈ રેસ્ટોરાંમાં ગયા. જમ્યા પછી બેગ રેસ્ટોરાં જ ભૂલીને બહાર નીકળી ગયા. આવી સ્થિતિમાં, આપણે પહેલેથી ‘નોટિફાય વ્હેન લેફ્ટ બીહાઇન્ડ’ એવો ઓપ્શન ઇનેબલ કરી શકીએ છીએ. એ કારણે, લેપટોપ બેગમાંનું એરટેગ અને આપણો ફોન એકમેકથી દૂર જશે એ સાથે આપણા ફોનમાં, એરટેગ સાથેની લેપટોપ બેગ રેસ્ટોરાંમાં રહી ગઈ હોવાનું નોટિફિકેશન આવશે!

ykÃkýku xuøk [kuhkE òÞ íkku þwt ÚkkÞ?

અચ્છા, એ તો સમજાયું કે કોઈ પણ મહત્ત્વની વસ્તુ ખોવાઈ જાય તો સહેલાઈ મળે એવું આપણે સ્માર્ટ ટેગની મદદથી કરી શકીએ, પણ એ ટેગ પોતે ખોવાય તો? ટેગ પોતાના ફોનમાં શોધવા જઈએ અને ‘કોઈક’ કારણસર એ ટેગ મળે જ નહીં તો? એપલ એરટેગ માટે, ‘ફાઇન્ડ માય’ એપમાં આપણે જે તે એરટેગની ડિટેઇલ્સમાં જઈ, તેમાં ‘લોસ્ટ એરટેગ’ સિલેક્ટ કરી, ‘શો કોન્ટેક્ટ ઇન્ફો’ પસંદ કરી શકીએ. એ પછી કોઈ સારી વ્યક્તિને આપણો એરટેગ મળે તો તે પોતાના આઇફોનમાં એ અજાણ્યા એરટેગની વિગતો ચેક કરી શકે છે, તેને આપણી કોન્ટેક્ટ ડિટેઇલ તથા મેસેજ મળી શકે છે. ટેગ સાથેની વસ્તુ ચોરાઈ હોય અને ચોરને ટેગ મળી આવે, તે તેને ડિસેબલ કરી નાખે તો વાત મુશ્કેલ બની જાય!

ÃkkuíkkLkk xuøkLku Vur{÷e fu £uLz MkkÚku þuh fhe þfkÞ?

એપલ કે એન્ડ્રોઇડ માટેના ટેગ આપણા એપલ/ગૂગલ એકાઉન્ટ સાથે કનેક્ટેડ રહે છે એટલે આપણા સિવાય અન્ય કોઈ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે નહીં. પરંતુ ખાસ કરીને એક જ પરિવારની વ્યક્તિ એકબીજાની ચીજવસ્તુ કે ટેગનો ઉપયોગ કરે એવું સ્વાભાવિક છે. આથી જો પરિવારની બીજી વ્યક્તિ આપણા ટેગ સાથે બહાર જાય તો તેને સતત એવો મેસેજ મળે કે ‘‘કોઈ અજાણ્યો એરટેગ તમારી સાથે મૂવ થઈ રહ્યો છે!’.

આથી હવે બંને કંપનીના નેટવર્કમાં એવી સગવડ મળી છે કે આપણે પોતાના ટેગને ફેમિલી કે ફ્રેન્ડમાં કોઈ સાથે શેર કરી શકીએ છીએ. એ માટે આપણે જે તે ટેગની એપમાં જઈને ‘શેર ટેગ’ ઓપ્શનમાં જઈને બીજી વ્યક્તિની વિગતો આપવાની રહે છે.

xuøkÚke fkuE ÔÞÂõíkLku xÙuf fhe þfkÞ? «kRðMkeLkwt þwt?

આપણા સ્માર્ટ ટેગની મદદથી આપણે કોઈ પણ ચીજવસ્તુને સતત ટ્રેક કરી શકીએ છીએ, બરાબર એ જ રીતે - મૂવીની જેમ - કોઈ વ્યક્તિ આપણા કોટના ખિસ્સામાં પોતાનો ટેગ સરકાવી દે, તો એ પણ આપણી બધી મૂવમેન્ટ પોતાના ફોનના મેપ પર ટ્રેક કરી શકેને (હોલીવુડ-બોલીવુડની મૂવીઝ આ બાબતે સરખી જ છે!)? આવું ચોક્કસ શક્ય છે.

અગાઉ, ખાસ કરીને યુએસ-કેનેડા-ઓસ્ટ્રેલિયા જેવા વિશાળ અને પાંખી વસતીવાળા દેશોમાં ચોર ટોળકી લક્ઝરી કાર્સમાં ચૂપચાપ એરટેગ ફિટ કરી દેતી હતી. પછી એ કારનો માલિક કોઈ સૂમસામ જગ્યાએ કાર પાર્ક કરે ત્યારે એરટેગ ટ્રેક કરીને કારનો પીછો કરતી ટોળકી કાર ચોરી જતી હતી! કારની જેમ, અજાણ્યા ટેગથી વ્યક્તિગત ટ્રેકિંગ પણ શક્ય હોવાથી એરટેગ અને અન્ય ટેગથી પ્રાઇવસી જોખમાતી હોવાનો મુદ્દો ખૂબ ગાજ્યો હતો.

આથી હવે એપલ અને એન્ડ્રોઇડ બંને કંપનીએ ‘અનનોન ટેગ’ એટલે કે આપણી માલિકીનો ન હોય તેવો ટેગ આપણી સાથોસાથ મૂવ થવા લાગે ત્યારે આપણા ફોનમાં તેનો એલર્ટ આપવાની વ્યવસ્થા વિકસાવી છે (એવે સમયે આપણે પોતાનાં ખિસ્સાં કે બેગ ફંફોસવાનાં રહે, કારના કિસ્સામાં ટેગ શોધવો થોડો મુશ્કેલ બને!).

આવો અજાણ્યો એરટેગ મળી જાય ત્યારે આપણે પોતાના ફોનમાં ‘ફાઇન્ડ માય’ એપમાં જઈ, આઇટમ્સમાં જવાનું. અહીં ‘આઇડેન્ટિફાય ફાઉન્ડ આઇટેમ’ પર ક્લિક કરવાનું.

જો ફોનમાં એનએફસી ફીચર હોય તો ફોન પાછળ એરટેગ મૂકતાં ફોનમાં એક નોટિફિકેશન મળે અને તેને ક્લિક કરી, એ એરટેગની વિગતો ધરાવતા વેબપેજ પર પહોંચી શકાય. જ્યાં એ ટેગનો સિરિયલ નંબર અને જો ટેગના મૂળ માલિકે પોતાની કોન્ટેક્ટ ઇન્ફર્મેશન ઓન રાખી હોય તો તે પણ જોઈ શકાય.

આપણે માટે અજાણ્યો એ ટેગ ફેમિલી કે ફ્રેન્ડમાંથી જ કોઈનો હોય તો ચિંતાની વાત નથી. બાકી, આપણે એ વેબપેજ પરની સૂચનાનું પાલન કરીને તેને ડિસેબલ કરી શકીએ તેમ જ તેની વિગતો સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી શકીએ.


Google NewsGoogle News