Get The App

CES 2025: સુપરકોમ્પ્યુટરથી સ્માર્ટ ડોર સુધી ભવિષ્યની ટૅક્નોલૉજી ટ્રેન્ડ્સની ઝલક

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
CES 2025: સુપરકોમ્પ્યુટરથી સ્માર્ટ ડોર સુધી ભવિષ્યની ટૅક્નોલૉજી ટ્રેન્ડ્સની ઝલક 1 - image


CES 2025: લાસ વેગાસમાં ચાલી રહેલા CES 2025(કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શો)માં ઘણી ટૅક્નોલૉજી લોન્ચ કરવામાં આવી છે. 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી ચાલી રહેલા આ શોમાં દુનિયાભરની કંપનીઓએ હાજરી આપી છે. આ શોમાં અત્યાર સુધીમાં નવા કોમ્પ્યુટર્સથી લઈને નવા ટીવી, નવી વોચ અને નવી કાર પણ લોન્ચ કરવામાં આવી છે. આ દરેક ટૅક્નોલૉજી એક-એકથી ચડિયાતી છે અને તેને કારણે ભવિષ્યમાં કેવી ટૅક્નોલૉજી આવશે તેની ઝલક પણ જોવા મળી છે.

NVIDIA Project Digits

NVIDIA દ્વારા તેમના Project Digitsને લોન્ચ કરવામાં આવ્યો છે. આ એક પર્સનલ AI સુપરકોમ્પ્યુટર છે. આ કોમ્પ્યુટરને NVIDIA દ્વારા તેમની ગ્રેસ બ્લેકવેલ સુપરચિપ પર આધારિત બનાવવામાં આવ્યું છે. આ એક કોમ્પેક્ટ ડિવાઇસ છે, પરંતુ તેમ છતાં એ સુપરકોમ્પ્યુટર છે. અત્યાર સુધી જેટલાં પણ સુપરકોમ્પ્યુટર્સ આવ્યાં છે એ ખૂબ જ મોટા અને કરોડો રૂપિયાના છે. જો કે NVIDIAનો ઉદ્દેશ AI ટૅક્નોલૉજીને વધુને વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. તેમ જ સુપરકોમ્પ્યુટરની કિંમતને ખૂબ જ ઓછી રાખવી છે. આ સુપરકોમ્પ્યુટરને આ વર્ષે મે મહિનામાં લોન્ચ કરવાનું પ્લાનિંગ છે અને તેની કિંમત $3,000 રાખવામાં આવે એવી સંભાવના છે.

Sonyની Afeela ઇલેક્ટ્રિક કાર

Sony દ્વારા અત્યાર સુધી ઘણી પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવી છે, પરંતુ હવે Sonyએ કાર લોન્ચ કરી છે. Sony અને Hondaએ સાથે મળીને Afeela EV લોન્ચ કરી છે. આ એક ઇલેક્ટ્રિક કાર છે. આ કારની કિંમત $89,900 છે. Sony અને Honda દ્વારા ઇલેક્ટ્રિક કારના ભવિષ્યને વધુ એક પગલું આગળ લઈ જવામાં આવ્યું છે. આ કારમાં Sony એન્ટરટેઇનમેન્ટ ઈકોસિસ્ટમ છે, એટલે કે દરેક વસ્તુ Sonyની છે અને તે દરેક પ્રકારની ટૅક્નોલૉજી સાથે આવે છે. આથી યૂઝરનો ડ્રાઇવિંગ અનુભવ અદ્ભુત રહેશે.

CES 2025: સુપરકોમ્પ્યુટરથી સ્માર્ટ ડોર સુધી ભવિષ્યની ટૅક્નોલૉજી ટ્રેન્ડ્સની ઝલક 2 - image

Samsungનો Ballie હોમ રોબોટ

Samsung દ્વારા એક હોમ રોબોટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ હોમ રોબોટની રાહ ઘણાં સમયથી જોવામાં આવી રહી હતી, જેને Samsung દ્વારા Ballie નામ આપવામાં આવ્યું છે. આ રોબોટ ઘરના દરેક કામમાં મદદ કરશે અને તેની હાજરીમાં કોઈને ઘરમાં એકલતા પણ નહીં લાગે. આ રોબોટ વ્યક્તિ સાથે તેમ જ વાતચીત કરશે અને કામની સાથે ગોસિપ કરવામાં પણ કંપની આપશે. આ રોબોટને આ વર્ષે જ માર્કેટમાં રજૂ કરવામાં આવશે.

LG OLED TVs with Dolby Atmos Rival

LG દ્વારા નવા OLED TVs લોન્ચ કરવામાં આવ્યા છે. આ ટીવીની ખાસિયત તેની નવી ઓડિયો ટૅક્નોલૉજી છે. આ ટીવીમાં Dolby Atmos Rival ઓડિયો ટૅક્નોલૉજી છે. તેની મદદથી યુઝરનો ટીવી જોવાનો અનુભવ ખૂબ જ મનોરંજક બની જશે. યુઝરને થિએટર જેવા અનુભવો થશે.

આ પણ વાંચો: હવે ગૂગલથી લઈને ફેસબુક સુધી દરેક પર તવાઈ: યુઝર્સના ડેટા ભારત બહાર નહીં મોકલી શકાય

Hisense MicroLED ડિસ્પ્લે

Hisense દ્વારા દુનિયાનું સૌથી મોટું LED TV બનાવવામાં આવ્યું છે. આ ટીવીમાં 136 ઇંચની MicroLED ડિસ્પ્લેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આટલી મોટી ડિસ્પ્લે બનાવવાનો હેતુ યુઝરને થિયેટર જેવી વિઝ્યુઅલ ક્વોલિટી પૂરી પાડવાનો છે, જેથી ઘરમાં પણ મલ્ટીપ્લેક્સની ખોટ ન સાલે.

Garmin Instinct 3

Garmin દ્વારા નવું Instinct 3 સ્માર્ટવોચ લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્માર્ટવોચમાં AMOLED ડિસ્પ્લે અને સોલર-ચાર્જિંગની સુવિધા છે. Garminના વોચ ખાસ કરીને હાઇકર્સ અને ટ્રાવેલિંગના રસિયાઓ માટે હોય છે. આ સ્માર્ટવોચ હોવા છતાં તે એકદમ રફ એન્ડ ટફ છે અને તે કોઈ પણ પરિસ્થિતિ એટલે કે વાતાવરણમાં ચાલી શકે તેવી બનાવવામાં આવી છે.

ડેલ કાર્બન-ન્યુટ્રલ Aspire Vero 16

ડેલ દ્વારા તેની Aspire સિરીઝમાં નવા વર્ઝનને લોન્ચ કરવામાં આવ્યું છે. ડેલ કાર્બન-ન્યુટ્રલ Aspire Vero 16 અત્યાર સુધીનું સૌથી ઈકો-ફ્રેન્ડ્લી લેપટોપ છે. ડેલ હવે ધીમે-ધીમે સસ્ટેનેબલ અને ઈકો-ફ્રેન્ડ્લી ટૅક્નોલૉજી તરફ પ્રયાણ કરી રહ્યું છે. આ કારણસર કંપની દ્વારા આ લેપટોપને લોન્ચ કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં દરેક લેપટોપને ઈકો-ફ્રેન્ડ્લી બનાવવાની કોશિશ કરશે.

CES 2025: સુપરકોમ્પ્યુટરથી સ્માર્ટ ડોર સુધી ભવિષ્યની ટૅક્નોલૉજી ટ્રેન્ડ્સની ઝલક 3 - image

HP OmniStudio X

HP દ્વારા OmniStudio સિરીઝમાં નવા મોડલ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. આ ઓલ-ઇન-વન કોમ્પ્યુટર છે. Apple દ્વારા iMac છે તેવી જ રીતે HP દ્વારા પણ OmniStudio લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્ટુડિયોમાં યુનિક ડિઝાઇન અને ફંક્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કોમ્પ્યુટરમાં એલ્યુમિનિયમ ચેસિસનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે અત્યાર સુધી Appleમાં પણ નથી. આ સાથે જ OmniStudio Xમાં યૂઝરો હાઇટને પણ એડજસ્ટ કરી શકશે. આ હાઇટ 27 ઇંચ અને 31.5 ઇંચની એડજસ્ટ કરી શકાય છે.

CES 2025: સુપરકોમ્પ્યુટરથી સ્માર્ટ ડોર સુધી ભવિષ્યની ટૅક્નોલૉજી ટ્રેન્ડ્સની ઝલક 4 - image

Pawport સ્માર્ટ પેટ ડોર

Pawport સ્માર્ટ પેટ ડોર દ્વારા સેકન્ડ જનરેશન ડિવાઇસ લોન્ચ કરવામાં આવી છે. આ ડિવાઇસ ખાસ કરીને પાળવા પ્રાણીઓ માટે છે. તેમાં પાળતું પ્રાણી કોઈ પણ જાતની અડચણ વગર ઘરમાં આવ-જાવ કરી શકે છે. આ ડોર પાળવા પ્રાણીઓની સેફ્ટી માટે બનાવવામાં આવી છે.

Samsung ગેલેક્સી S25

Samsung દ્વારા Galaxy S25નું ટીઝર CES 2025ના અંતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. Samsung તેના લેટેસ્ટ મોબાઇલને 22 જાન્યુઆરીએ લોન્ચ કરશે. આ મોબાઇલમાં નવી ટૅક્નોલૉજી અને નવા ફીચર્સની આશા રાખવામાં આવી રહી છે.


Google NewsGoogle News