ભારતમાં કેવી રીતે આવી IVF ટેકનોલોજી, આ પ્રક્રિયા કેટલી સફળ છે, જાણો ખર્ચ અને જોખમ

વિશ્વભરમાં દર વર્ષે લગભગ 80 લાખ બાળકો જન્મ લે છે

ભારત એક એવો દેશ છે જે 2.થી 2.5 લાખ લોકોના IVF ફર્ટિલિટી ટ્રીટમેન્ટની મદદથી બાળકો જન્મે છે

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
ભારતમાં કેવી રીતે આવી IVF ટેકનોલોજી, આ પ્રક્રિયા કેટલી સફળ છે, જાણો ખર્ચ અને જોખમ 1 - image
Image Envato

IVF baby : વિશ્વભરમાં દર વર્ષે લગભગ 80 લાખ બાળકો જન્મ લે છે અને ભારત એક એવો દેશ છે જે 2.થી 2.5 લાખ લોકોના IVF ફર્ટિલિટી ટ્રીટમેન્ટની મદદથી માતા-પિતા બનવાનું સ્વપ્ન સાકાર થાય છે. 

વર્ષ 2022ની 29 મેના રોજ પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના સમાચાર સામે આવ્યા હતા. આ સમાચારે માત્ર પંજાબ જ નહીં પરંતુ સમગ્ર ભારતને શોકમગ્ન કરી દીધા હતા. સિદ્ધુ મૂઝવાલા તેના માતા-પિતાના એકમાત્ર સંતાન હતા. તેમના મૃત્યુ પછી તેમની માતા ચરણ કૌર અને પિતા બલકૌર સિંહ એકલા પડી ગયા છે. 28 વર્ષીય સિદ્ધુ મૂસેવાલા એક ગાયક તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત હતા. 

હવે આ ઘટનાના બે વર્ષ બાદ સિદ્ધુ ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતના સમાચાર તેમની ખુશીઓ સાથે જોડાયલા છે. હકીકતમાં  હાલમાં જ સિદ્ધુ મૂસેવાલાની માતાએ એક બાળકને જન્મ આપ્યો છે. મૂસેવાલાની ઉંમર 56 વર્ષ છે, અને આ ઉંમરે તેમણે બાળકને જન્મ આપવા માટે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. પરંતુ આજે તમને આ આર્ટિકલમાં IVFની શું ટેકનોલોજી છે, તેનો કેટલો ખર્ચ આવે છે, તેમજ ના દ્વારા ગર્ભાવસ્થા કેટલી સફળ છે, તેના વિશે જાણીએ. 

શું છે IVF ટેકનોલોજી ?

IVF વિશે માહિતી આપતાં ડો. નિભા સિંહ કહે છે કે, આ ટેકનિક દ્વારા લેબમાં મહિલાના અંડાશયમાંથી ઇંડા નીકાળીને પુરુષના શુક્રાણુ સાથે ગર્ભાધાન કરાવવામાં આવે છે. ગર્ભાધાનની આ પ્રક્રિયામાં એવુ જરૂરી નથી કે મહિલાના શરીરમાંથી નીકળતા તમામ ઈંડા ભ્રૂણમાં પરિવર્તિત થઈ જાય.

IVF એટલે કે ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશનને પહેલા ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવતું હતું, એટલે આપણામાંથી ઘણા લોકો આજે પણ તેને ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી જ ઓળખે છે. IVF એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબીની ટેક્નોલોજીનો ઉપયોગ સૌથી પહેલા વર્ષ 1978માં ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યો હતો, અને આજે આ ટેક્નોલોજી માત્ર ઇંગ્લેન્ડ માટે જ નહીં પરંતુ વિશ્વના તે મોટાભાગના યુગલો માટે વરદાન રુપ ગણાય છે, કે જેઓ વર્ષોથી બાળક રાખવા માટે કોશિશ કરી રહ્યા હોય છે છતાં પણ તેઓને સફળતા નથી મળતી. 

IVF ટેકનોલોજી ક્યારે શરૂ થઈ, અને તેની શોધ કેવી રીતે થઈ?

IVF ટેક્નોલોજીની શોધ કરનાર મહિલા વિજ્ઞાનીનું નામ છે- મિરિયમ મેન્કિન. મિરિયમે હોવર્ડ યુનિવર્સિટીના ફર્ટિલિટી નિષ્ણાત ડૉ. જોન રોક સાથે મળીને આ  ટેકનિશિયનમાં આગળ વધ્યા હતાં. તે સમયે તેમનો ઉદ્દેશ્ય માનવીના શરીરની બહાર પ્રજનન કરીને એવા ફળદ્રુપ ઇંડા બનાવવાનો હતો, કે જેમાં બાળકો પેદા કરવાની ક્ષમતા નથી હોતી. 

કેટલા વર્ષો લાગ્યા હતા આ શોધમાં 

આ ટેક્નોલોજી શોધવામાં મરિયમને 6 વર્ષ લાગ્યા હતા. વર્ષોની મહેનત અને સતત નિષ્ફળતાઓ બાદ મરિયમને પહેલીવાર ફેબ્રુઆરી 1944માં સફળતા મળી. આજે આ ટેકનિક વિશ્વભરમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેકનિક તરીકે ઓળખાય છે. 

આ ટેકનોલોજીની શોધ પછી વર્ષો પછી વર્ષ 1978માં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેકનિક દ્વારા વિશ્વમાં સૌથી પહેલું બાળક પેદા થયું હતું. ત્યાર બાદ વર્ષ 2017માં અમેરિકામાં સૌથી વધારે 2,84,385 મહિલાઓએ આ ટેકનિકથી ગર્ભ ધારણ કર્યો હતો.

IVF ટેકનોલોજી ભારતમાં કેવી રીતે આવી?

ભારતમાં સૌથી પહેલી ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ 6 ઓગસ્ટ 1986ના રોજ થયો હતો. આ બાળકનુ નામ હર્ષ ચાવડા હતું. હર્ષ હાલમાં 37 વર્ષનો છે અને હવે તેને એક બાળક છે.

ગર્ભાવસ્થાની આ તકનીક કેટલી સફળ છે?

IVF નિષ્ણાત ડૉ.નિભા સિંઘના જણાવ્યા પ્રમાણે, હાલમાં IVFની પ્રક્રિયા થોડી અઘરી અને મોંઘી છે, પરંતુ સમયની સાથે સાથે આ ટેક્નૉલૉજી હેઠળ બાળક થવાનો રેસિયો પણ વધી રહ્યો છે.

આ પ્રક્રિયાનો ખર્ચ કેટલો છે?

ભારતમાં IVF ટેક્નોલોજીનો સામાન્ય રીતે  65,000 થી 95,000 રુપિયાનો ખર્ચ થાય છે, જ્યારે સસ્તું IVF ટેકનોલોજી દ્વારા પ્રજનનનો ખર્ચ 40,000 રુપિયા સુધીનો હોય છે. સામાન્ય IVFમાં લગભગ 10 થી 12 ઇંડાનું નિર્માણ થાય છે, જ્યારે સસ્તા IVFમાં ત્રણ થી ચાર ઇંડાનું નિર્માણ થાય છે.

વિશ્વભરમાં લગભગ 80 લાખ બાળકો IVF પ્રક્રિયા દ્વારા જન્મે છે?

આ અંગેના એક રિપોર્ટ પ્રમાણે વિશ્વભરમાં  IVF દ્વારા દર વર્ષે લગભગ 80 લાખ બાળકો જન્મ લે છે,અને જ્યારે ભારતની વાત  કરવામાં આવે તો આ દેશમાં એક વર્ષમાં 2 થી 2.5 લાખ લોકો IVF ફર્ટિલિટી ટ્રીટમેન્ટની મદદથી માતા-પિતા બનવાનું સપનું સાકાર કરે છે. 

શું IVF દ્વારા જન્મેલા બાળકો નબળા હોય છે?

આ સવાલનો જવાબ આપતા ડૉ.નિભા કહે છે, કે હાલમાં ટેક્નોલોજીમાં ઘણો સુધારો કરવામાં આવી રહ્યો છે, હા, કેટલાક લોકોને હજુ પણ એવું લાગે છે કે IVFથી જન્મતા બાળકો કુદરતી રીતે ગર્ભ ધારણ કરેલા બાળકો કરતાં નબળા હોય છે, પરંતુ આ ખોટી માન્યતા છે, એવું કાંઈ જ નથી.  ટેસ્ટ ટ્યુબ બેબી અને કુદરતી રીતે ગર્ભ દ્વારા જન્મેલા બાળકો વચ્ચે કોઈ ફરક હોતો નથી.


Google NewsGoogle News