Get The App

અગ્નિ-1 મિસાઈલનું સફળ ટ્રેનિંગ લોન્ચ, સાથે લઇ જઈ શકાય છે 1000 કિલોના પરમાણુ હથિયાર

આ મિસાઈલની ક્ષમતા 700 કિલોમીટર સુધીની રેન્જ ધરાવે છે

તેનું વજન 12 ટન છે અને તે 1000 કિલોના પરમાણુ હથિયાર તેની સાથે લઇ જઈ શકે છે

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
અગ્નિ-1 મિસાઈલનું સફળ ટ્રેનિંગ લોન્ચ, સાથે લઇ જઈ શકાય છે 1000 કિલોના પરમાણુ હથિયાર 1 - image


Agni-1 Training Launch: ગઈકાલે મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ 'અગ્નિ-1'નું ટ્રેનિંગ લોન્ચ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે આ અંગે માહિતી આપી છે. મંત્રાલયે કહ્યું કે ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી મીડીયમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ 'અગ્નિ-1'નું પ્રશિક્ષણ પ્રક્ષેપણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. મંત્રાલયે એ પણ માહિતી આપી હતી કે સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડના નેજા હેઠળ આયોજિત ટ્રેનિંગ લોન્ચ, તમામ ઓપરેશનલ અને તકનીકી પરિમાણોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.

2004માં સૌ પ્રથમ આ મિસાઈલને સેવામાં લેવાઈ હતી 

અગ્નિ 1 મિસાઈલ 700 કિલોમીટર સુધીની રેન્જ ધરાવે છે. આ મિસાઈલનું વજન 12 ટન છે અને તે 1000 કિલોગ્રામના પરમાણુ હથિયાર લઈ જઈ શકે છે. અગ્નિ 1 મિસાઈલને એડવાન્સ સિસ્ટમ લેબોરેટરી દ્વારા ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ લેબોરેટરી અને રિસર્ચ સેન્ટર ઈમરતના સહયોગથી વિકસાવવામાં આવી છે. આ મિસાઈલ હૈદરાબાદ સ્થિત ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. આ મિસાઈલને સૌ પ્રથમ વર્ષ 2004માં સેવામાં લેવામાં આવી હતી. આ સરફેસ ટુ સરફેસ મિસાઈલ સોલિડ પ્રોપેલન્ટ વડે બનાવવામાં આવી છે.

જૂનમાં થયું હતું સફળ પરીક્ષણ 

આ મિસાઈલનું જૂનમાં સફળ પરીક્ષણ થયું હતું. અગ્નિ શ્રેણીની મિસાઇલો ભારતની પરમાણુ ડિલિવરી ક્ષમતાનો એક મહત્વપૂર્ણ ઘટક છે. ભારતે 'અગ્નિ' શ્રેણીની ઘણી મિસાઈલો વિકસાવી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પરમાણુ સક્ષમ બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે 5,000 કિલોમીટર દૂર સુધીના લક્ષ્યોને નિશાન બનાવી શકે છે.

અગ્નિ-1 મિસાઈલનું સફળ ટ્રેનિંગ લોન્ચ, સાથે લઇ જઈ શકાય છે 1000 કિલોના પરમાણુ હથિયાર 2 - image


Google NewsGoogle News