છોકરીઓ નહીં પણ છોકરાઓનું અસ્તિત્વ જોખમમાં, રિસર્ચના દાવાથી આખી દુનિયા ટેન્શનમાં
Boys' Existence is at Risk: ભારતમાં છોકરીઓની ગર્ભમાં જ હત્યા થતી હોવાના કારણે છોકરીઓનું અસ્તિત્વ જોખમમાં હોવાના દાવા થઈ રહ્યા છે. પરંતુ તાજેતરમાં થયેલા એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે છોકરાઓનું જેન્ડર નિશ્ચિત કરતા વાય ક્રોમોસોમ લુપ્ત થવાના આરે છે, જેના પગલે છોકરાઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ ગયું છે. આ સંશોધન મુજબ ભવિષ્યમાં માત્ર છોકરીઓ જ જન્મ થશે.
ભવિષ્યમાં દુનિયામાં માત્ર છોકરીઓ જ પેદા થશે
માણસો અને સસ્તનધારીઓના બાળકોમાં એક્સ અને વાય ક્રોમોસોમ જીન્સથી મહિલા અને પુરુષનું લિંગ નિશ્ચિત થાય છે. તાજેતરમાં પ્રકાશિત એક સંશોધનમાં જણાયું છે કે પુરુષોમાં વાય ક્રોમોસોમમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે, જે ભવિષ્યમાં લુપ્ત થઈ જવાની સંભાવના છે. આ સંશોધને દુનિયાભરમાં મનુષ્યોના પ્રજનન અને પુરુષોના ભવિષ્ય અંગે ચિંતા પેદા કરી દીધી છે. આ સંશોધન સાચું સાબિત થાય તો ભવિષ્યમાં દુનિયામાં માત્ર છોકરીઓ જ પેદા થશે. છોકરા પેદા થવાનું બંધ થઈ જશે.
આ પણ વાંચો: એપલના નવા CFO મૂળ ભારતીય એવા કેવન પારેખ વિશે જાણો...
ઉંદરોની બે પ્રજાતિના વાય ક્રોમોસોમ લુપ્ત
આ સંશોધન વચ્ચે પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં પ્રકાશિત રિસર્ચ પેપર મુજબ ઉંદરોની બે પ્રજાતિના વાય ક્રોમોસોમ લુપ્ત થઈ જવા છતાં તેમની પ્રજાતિનું અસ્તિત્વ ટકી રહ્યું છે. આ રિસર્ચ પેપર મુજબ ઉંદરોની એક પ્રજાતિએ વાય ક્રોમોસોમ ખતમ થાય તે પહેલાં જ એક નવો ક્રોમોસોમ વિકસાવી લીધો હતો, જે પુરુષ ઉંદરોના જન્મ માટે જરૂરી છે.
એસઆરવાય જીન્સથી પુરુષ પ્રજનન અંગ બને છે
માણસોમાં ગર્ભધારણના 12 સપ્તાહ પછી વાય ક્રોમોસોમ પર માસ્ટર જિન, જેને એસઆરવાય તરીકે ઓળખવામાં આવે છે, તે એક જિનેટિક રસ્તો બનાવે છે, જેનાથી ગર્ભમાં જે છે તે છોકરો છે કે છોકરી તે નિશ્ચિત થાય છે. એસઆરવાય જીન્સથી પુરુષ પ્રજનન અંગ બને છે. તે અન્ય એક મહત્વના જીન એસઓએક્સને ઉત્તેજિત કરવાનું કામ કરે છે, જેનાથી આગળ જઈને ભ્રૂણ છોકરા તરીકે જન્મ લે છે.
આગામી 110 લાખ વર્ષમાં વાય ક્રોમોસોમ સંપૂર્ણપણે ખતમ થઈ જશે
વાય ક્રોમોસોમ પર સંશોધન કરનાર પ્રોફેસર જેની ગ્રેવ્સનું કહેવું છે કે છેલ્લા 16 કરોડ વર્ષમાં માણસો અને પ્લેટિપસના અલગ થયા પછીથી વાય ક્રોમોસોમ 900 થી 55 જરૂરી જીન્સ ગુમાવી ચૂક્યા છે. એટલે કે પ્રત્યેક 10 લાખ વર્ષમાં વાય ક્રોમોસોમ પાંચ જીન્સ ગુમાવે છે. આ જ ગતિએ ચાલશે તો આગામી 110 લાખ વર્ષમાં વાય ક્રોમોસોમ સંપૂર્ણપણે ખતમ થઈ જશે. જો કે, પ્રોફેસર ગ્રેવ્સનું કહેવું છે કે આ સંશોધનથી એ પણ જાણવા મળ્યું છે કે માણસોમાં લિંગ નિશ્ચિત કરતો એક નવો જીન વિકસી શકે છે.