તમે આ ખબર છે? તમારા ફોનના સીક્રેટ કોડ્સ, મોબાઈલની અનેક માહિતી જાણવાની ટ્રીક
એક કોડ એન્ટર કરવાની સાથે તમારા ફોનનો IMEI નંબર મેળવી શકો છો
Image Social Media |
તા. 21 નવેમ્બર 2023, મંગળવાર
Android Secret Codes : દેશમા એન્ડ્રોઈડ ફોન યુજર્સ iOS ફોન યુજર્સથી વધારે છે, તેનું મુખ્ય કારણ છે કે તે દરેક પ્રકારની કિંમતમાં સરળતાથી મળી રહે છે. આજે અમે તમને એન્ડ્રોઈડ ફોનમાં કેટલાક ફોન કોડ્સની કેટલીક ટ્રિક બતાવી રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે સરળતાથી તમારા ફોન સાથે જોડાયેલી કેટલીક ડિટેલ મેળવી શકો છો. જેમ કે તમે એક કોડ એન્ટર કરવાની સાથે તમારા ફોનનો IMEI નંબર મેળવી શકો છો. આવો એન્ડ્રોઈડ ફોનની આવી કેટલીક ટ્રિક જાણીએ.
એન્ડ્રોઇડ ફોન માટેના કેટલાક કોડ્સ
1. *#*#4636#*#*: આ કોડ દ્વારા તમે ફોનની સંપૂર્ણ માહિતી જાણી શકશો. જેમ કે બેટરી, મોબાઇલની વિગતો, Wi-Fi ની જાણકારી, એપ્લિકેશનનો ઉપયોગ વગેરે પ્રકારની જાણકારી મેળવી શકો છો.
2. *2767*3855#: આ કોડ ડાયલ કરવાથી તમારો ફોન રીસેટ થઈ જશે. ફોનમાં રહેલી મેમરી ડિલીટ થઈ જશે. આ કોડનો ઉપયોગ જ્યારે જરૂરી હોય ત્યારે જ કરવો નહીં તો તમારા ફોનનો ડેટા ગુમ થઈ જશે.
3. *#*#2664#*#* : આ કોડની મદદથી તમે તમારા ફોનની ટચ સ્ક્રીનને ટેસ્ટ કરી શકો છો કે, તે બરોબર રીતે કામ કરી રહ્યું છે કે નહીં.
4. *#*#0842#*#* : આ કોડની મદદથી ફોનનું વાઇબ્રેશન ચેક કરી શકાય છે.
5. *#*#34971539#*#*: આ કોડ દ્વારા તમારા ફોનના કેમેરા વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.
6. *#21#: આ કોડ દ્વારા તમે જાણી શકો છો કે તમારા મેસેજ, કૉલ્સ અથવા અન્ય કોઈ ડેટાને બીજી કોઈ જગ્યા પર ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે કે નહીં.
7. *#62#: ઘણી વખત તમારો નંબર No Service અથવા No Answer બોલતો હોય છે. આ સ્થિતિમાં તમે તમારા ફોનમાં આ કોડ ડાયલ કરી જાણી શકો છો કે તમારો ફોન કોઈ અન્ય નંબર પર રી-ડાયરેક્ટ કરવામાં આવ્યો છે કે નહીં.
8. ##002#: આ કોડની મદદથી તમે એન્ડ્રોઇડ ફોનના તમામ ફોરવર્ડિંગને ડિ-એક્ટિવ કરી શકાય છે. જો તમને લાગે છે કે તમારો કોલ ક્યાંક ડાયવર્ટ થઈ રહ્યો છે તો તમે આ કોડ ડાયલ કરીને ચેક કરી શકો છો.
9. *43#: આ કોડની મદદથી તમે તમારા ફોનમાં કૉલ વેઇટિંગ સર્વિસ ચાલુ કરી શકો છો, તેમજ #43# આ કોડ ડાયલ કરીને તેને બંધ પણ કરી શકો છો.
10. *#06#: આ કોડની મદદથી તમે IMEI નંબર જાણી શકો છો. આ કોડ દ્વારા કોઈપણ ફોનની ઓળખ કરી શકો છો. આ કોડ દરેક ફોન માટે આ કોડ અલગ -અલગ હોય છે. આ નંબર પરથી પોલીસ ફોનને ટ્રેક કરી શકે છે.