પૃથ્વી પરના એલિયન ગણાતા મોલ્ડને વૈજ્ઞાનિકો સ્પેસમાં લઇ જશે
મોલ્ડ પૃથ્વી પરનો એક માત્ર અનકેટરાઇઝડ એલિમેંટ છે
પીળા અને સ્પંજી સ્લાઇમ મોલ્ડને મોં, પગ કે મસ્તિષ્ક હોતું નથી
વોશિંગ્ટન,૧૩ ઓગસ્ટ,૨૦૨૧,શુક્રવાર
પૃથ્વીની જેમ બીજા ગ્રહ પર જીવ રહે છે એ બાબતે અનેક થિયેરી રજૂ કરવામાં આવે છે પરંતુ હજુ નકકર પુરાવા મળતા નથી પરંતુ પૃથ્વી પરના એલિયન તરીકે ઓળખાતા બ્લોબ નામના જીવને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. મોલ્ડ પૃથ્વી પરનો એક લીવિંગ ઓર્ગેનિઝમ છે. આ એક અનકેટરાઇઝડ એલિમેંટ છે જે માછલી નથી,પક્ષી નથી, કોઇ વનસ્પતિ કે ફંગસ પણ નથી. આ એક પ્રકારનો સ્લાઇમ મોલ્ડ છે જેને લાંબા સમયથી વૈજ્ઞાાનિકોને આકર્ષિત કર્યા છે જે હવે પૃથ્વીથી દૂર અંતરિક્ષમાં થનારા ખાસ પ્રયોગનો ભાગીદાર બન્યો છે. પીળા અને સ્પંજી સ્લાઇમ મોલ્ડને મોં, પગ કે મસ્તિષ્ક હોતું નથી. આ એક એવો એકલ કોષ છે જે વિભાજીત થયા વિના વધતો રહે છે.
વૈજ્ઞાાનિકોનો હેતું આ જીવ પર ભાર શુન્યતાની શું અસર થાય છે તે તપાસવાનો છે. માઇક્રો ગ્રેવિટી ધરાવતા વાતાવરણમાં આ જીવ કેવું વર્તન કરશે અને કઇ રીતે આગળ વધશે એ અંગે કોઇ જાણતું નથી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વી પરનો આ કોઇ પણ વર્ગીકરણમાં સમાવિષ્ટ ના થતો જીવ ૫૦૦ મિલિયન વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. આ એક કોશિકાથી બનેલો હોય છે જેમાં અનેક નાભિક હોય છે જે પ્રોટોઓઆ પ્રોટિસ્ટ અને કવક બંનેને મળતા આવે છે પરંતુ physarum polycephalum અન્ય જીવોની જેમ વર્તન કરતો નથી. આ જીવ અંધારુ,ઠંડી અને ભેજવાળી પરીસ્થિતિમાં વધારે પેદા થાય છે. કિચડવાળી જગ્યાએ દુનિયામાં ઘણા ઠેકાણે જોવા મળે છે. બેકટેરિયા,યીસ્ટ અને મોલ્ડસ અને કવાક સ્લાઇમ મોલ્ડના પોષણનો મુખ્ય સ્ત્રોત છે. એક બીજાણુંથી મોલ્ડની શરુઆત થાય છે જેનો વ્યાસ ૪ થી ૧૫ માઇક્રોમીટર હોય છે. મોલ્ડના બીજાણું હવા દ્વારા ફેલાય છે અને જીવનચક્ર આગળ વધારે છે.