વિજ્ઞાનીઓએ બનાવી Harry Potter જેવી જાદુઈ ચાદર, જુઓ માણસ કેવી રીતે થઇ જાય છે અદૃશ્ય
invisibility shield : જો તમે 'હેરી પોટર' ફિલ્મ જોઈ હોય તો તેમાં તમને બતાવવામાં આવેલો જાદુઈ ઝભ્ભો જરુર યાદ જ હશે, કે જેમાં રોનાલ્ડ વેસ્લીને તેની માતાએ પાર્સલ દ્વારા મોકલાવ્યો હતો. આ એક એવો ઝભ્ભો છે કે તેને પહેરનાર વ્યક્તિ ગાયબ થઈ જાય છે. જો કે, આ તો માત્ર એક ફિલ્મની વાત છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, વિજ્ઞાનીઓએ હકીકતમાં આવો 'જાદુઈ ઝભ્ભો' બનાવ્યો છે. અને તે ખરેખર એક જાદુઈ પ્રકારનો છે, તમે તેની પાછળ ઊભા રહેશો તો દિવસના અજવાળામાં પણ નહીં દેખાવો.
આ ટેક્નોલોજી વિકસાવતા ચાર વર્ષ લાગ્યા
લંડનમાં આવેલ ઈનવિઝિબિલિટી શીલ્ડ કંપનીની ટીમને આ ટેક્નોલોજી બનાવવામાં ચાર વર્ષ લાગી ગયા હતા. ઈનવિઝિબિલિટી શીલ્ડ ડિઝાઇનર ટ્રિસ્ટન થોમ્પસને કહ્યું: 'સંભાવનાઓ અનંત છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ શિલ્ડ્સ ખૂબ જ શાનદાર છે. આ શીલ્ડને તમે તમારા ખભા પર લટકાવીને નીકળો તો તમને કોઈ જોઈ નહીં શકે. બે વર્ષ પહેલા કોઈએ વિચાર્યું ન પણ નહોતું કે આવુ થઈ શકે, પરંતુ અમે કરી બતાવ્યું.
આ રીતે કામ કરે છે
આ વિશે એન્જિનિયર્ડ લેન્સ એરેના જણાવ્યા પ્રમાણે આ શીલ્ડ તેની સપાટી પર અલ્ટ્રા-લાર્જ પ્રિસિઝન એન્જિનિયર્ડ લેન્સ એરેને કારણે કામ કરે છે. આ ઢાલની પાછળ ઊભેલા વ્યક્તિનું રિફલેક્શન દૂર કરી નાખે છે. સરળ ભાષામાં કહીએ તો, જ્યારે કોઈ વસ્તુ અથવા કોઈ વ્યક્તિનું શરીર અમને ત્યારે જ દેખાય છે જ્યારે તેના ઉપર પ્રકાશ રિફલેક્ટ થાય. તેમજ જો આપણે તેને જોઈ શકતા નથી, તો તેનો અર્થ એ કે ત્યાં કોઈ રિફ્લેક્શન નથી. આ એરે શીલ્ડ તે રિફ્લેક્શનને દૂર કરવાનું કામ કરે છે જેના કારણે વ્યક્તિને બીજુ કોઈ જોઈ શકતું નથી.