આ કોઈ જાદૂ નથી! મિનિટોમાં પહોંચી જશો દિલ્હીથી ન્યૂયોર્ક, તે પણ શરીર વગર, જાણો શું છે નવી ટેક્નોલોજી
તમે ધાર્મિક સીરીયલ કે હોલિવુડ ફિલ્મોમાં લોકો અચાનક ગાયબ થઈ જતા અને કોઈ બીજી જગ્યાએ પહોંચી જતા જોયા હશે
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હોલિવુડની ફિલ્મ સ્ટાર ટ્રેક જેવી ટેક્નોલોજીથી આ શક્ય છે
Teleportation System: વૈજ્ઞાનિકોએ એક અનોખી ટેક્નોલોજી શોધી કાઢી છે જે ભવિષ્યમાં વરદાન સાબિત થઇ શકે છે. આપણે ધાર્મિક સીરીયલોમાં કે હોલિવુડ ફિલ્મોમાં ઘણીવાર જોયું હોય છે કે માણસ અચાનક ગાયબ થઇ જાય છે કે કોઈ બીજી જગ્યાએ ચપટી વગાડતા જ પહોંચી જાય છે. એ પણ કોઈ જ વાહન વ્યવહારની મદદ વગર. વૈજ્ઞાનિકોની ટીમે એક ફોટો વિવિધ નેટવર્ક દ્વારા ફિઝિકલી મોકલ્યા વગર જ ટેલિપોર્ટ કર્યો હતો. ઓરીજીનલ ફોટોને કોઈ પણ નુકસાન ન થાય તે રીતે જ્યાં પણ ફોટો મોકલવામાં આવ્યા હતા ત્યાં ફોટો પહોંચી ગયા હતા. નિષ્ણાતો કહે છે કે આ એક અત્યાધુનિક ટેકનોલોજી છે. જે ક્વોન્ટમ કોમ્યુનિકેશન દ્વારા ફોટોને ટેલિપોર્ટ કરી શકે છે.
ફોટોગ્રાફ્સને હવે ટેલિપોર્ટ કરી શકાશે
જોહાનિસબર્ગની યુનિવર્સિટી ઓફ વિટવોટર્સરેન્ડ અને સ્પેનમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોટોનિક સાયન્સના સંશોધકોના જણાવ્યા અનુસાર, ક્વોન્ટમ કમ્યુનિકેશન દ્વારા આપણે ફોટોગ્રાફ્સને ભૌતિક રીતે મોકલ્યા વિના ટેલિપોર્ટ કરી શકીએ છીએ. ક્વોન્ટમ કોમ્યુનિકેશનમાં, કોઈપણ માહિતી 1S અને 0S જેવી માહિતીના સ્વરૂપમાં મોકલવામાં આવે છે.
ક્વોન્ટમ ઓપ્ટિક્સનો ઉપયોગ કરીને વિકાસવાવમાં આવી ટેકનોલોજી
વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ ટેલિપોર્ટેશનને પૂર્ણ કરવા માટે ચમકતી લેસર લાઇટ જરૂરી છે જેથી નોનલાઇનર ડિટેક્ટરને એક્ટીવ કરી શકાય. આની મદદથી, માહિતી મોકલનાર જાણી શકે છે કે શું મોકલવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકોએ આ 1S અને 0S આલ્ફાબેટને વિસ્તૃત કરવા માટે ક્વોન્ટમ ઓપ્ટિક્સનો ઉપયોગ કર્યો છે. આનો અર્થ એ છે કે ભવિષ્યમાં આના દ્વારા ફિંગરપ્રિન્ટ્સ અથવા કોઈપણ માનવ અથવા પ્રાણીના ચહેરા પણ મોકલી શકાય છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ ટેલિપોર્ટેશન પ્રેરિત કન્ફિગરેશન છે.
કોઈપણ નેટવર્કનો ઉપયોગ કર્યા વિના થશે માહિતીની આપ-લે
પ્રો. ફોર્બ્સ કહે છે કે, જે રીતે કોઈપણ સ્ટાર ટ્રેક ફિલ્મોમાં બતાવવામાં આવે છે તે રીતે નેટવર્ક પર ફિઝીકલી મોકલ્યા વગર હવે શક્ય છે કે તમે કોઈપણ માહિતી ટેલિપોર્ટ કરી શકો છો. એટલે કે દિલ્હીમાં બેઠેલી વ્યક્તિ ન્યૂયોર્કમાં પણ હાજર રહી શકે છે. તે પણ કોઈપણ નેટવર્કનો ઉપયોગ કર્યા વિના. અહીં માહિતી નોનલાઇનર ઓપ્ટિકલ ડિટેક્ટર દ્વારા આવે અને જાય છે. આ ઉપકરણ ફિંગરપ્રિન્ટ અથવા ચહેરો જેવી કોઈપણ પેટર્ન મોકલવા માટે વધારાના ફોટોનને દૂર કરે છે.