Get The App

વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યો એક નવો કલર જે આજ સુધી કોઈના જોવામાં જ નહોતો આવ્યો…

Updated: Apr 19th, 2025

GS TEAM


Google News
Google News
વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યો એક નવો કલર જે આજ સુધી કોઈના જોવામાં જ નહોતો આવ્યો… 1 - image


Scientist Found New Colour: વિજ્ઞાનીઓ દ્વારા હાલમાં જ એક એવા કલરની શોધ કરવામાં આવી છે જેને આજ સુધી કોઈએ જોયો નથી. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના રિસર્ચર્સ દ્વારા આ કલર શોધવામાં આવ્યો છે અને એને ઓલો નામ આપવામાં આવ્યું છે. આ એક સેચ્યુરેટેડ બ્લુ-ગ્રીન કલર છે અને એને ‘Oz’ ટેક્નિક વડે જોવામાં આવે છે. રેટિનલ સેલ્સ પર ચોક્કસ લેસર સ્ટિમ્યુલેશન કર્યા બાદ જ આ કલર જોઈ શકાય છે.

કલર ઓળખવા માટે કોન સેલ્સનું મહત્ત્વ

રેટિનામાં આવેલા ફોટોરિસેપ્ટિવ સેલ્સને કોન સેલ્સ તરીકે ઓળખવામાં આવે છે અને એના દ્વારા આપણે કલર ઓળખી શકીએ છીએ. એને ત્રણ વિભાગમાં વહેચવામાં આવે છે: શોર્ટ વેવલેન્ધ કોન, મીડિયમ વેવલેન્ધ કોન અને લોન્ગ વેવલેન્ધ કોન. આપણાં જ્યારે આ કલરને જોઈએ છીએ ત્યારા આંખના આ કોન લાઇટના સ્પેક્ટ્રમને એડજસ્ટ કરે છે. જોકે, કેટલાક સેલ્સ કલરના વેવલેન્ધને ઓવરલેપ કરતાં હોવાથી આપણી આંખ અમુક કલર નથી જોઈ શકતી.

કલર જોવા માટે લેસર લાઇટનો ઉપયોગ

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાની રિસર્ચ ટીમ દ્વારા ‘Oz’ ટેક્નિકનો ઉપયોગ કરીને વ્યક્તિના કોન સેલ્સ પર લેસર લાઇટનો સુરક્ષિત માઇક્રોડોઝ આપ્યો હતો. આ લેસર લાઇટને ચોક્કસ પેટર્નમાં આપવાથી આંખના મિડિયમ કોન એક્ટિવેટ થાય છે. આ કોન સેલ્સ દ્વારા એક નવો કલર જોવામાં આવ્યો છે. આંખની કોઈ બિમારી નહીં હોય એવા પાંચ વ્યક્તિઓ પર તેમની પરવાનગી બાદ આ લેસર ટેક્નિકનો ઉપયોગ કરીને તેમને નવો કલર દેખાડવામાં આવ્યો હતો. ફક્ત મિડિયમ કોન એક્ટિવેટ હોવાથી તેમણે સેચ્યુરેટેડ બ્લુ-ગ્રીન કલરને જોયો હતો. આ કલરને આ પહેલાં કોઈ દ્વારા જોવામાં નહોતો આવ્યો.

વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યો એક નવો કલર જે આજ સુધી કોઈના જોવામાં જ નહોતો આવ્યો… 2 - image

ઓલો નામ આપવામાં આવ્યું

આ નવા કલરને ઓલો નામ આપવામાં આવ્યું છે. ત્યાર બાદ રિસર્ચર્સ દ્વારા કલર મેચિંગ ટેસ્ટ પણ કરવામાં આવી હતી. આ ટેસ્ટમાં નીયર-મોનોક્રોમેટિક લેસરનો ઉપયોગ કરવામાં આવ્યો. આ લેસર દ્વારા આપણે આંખે જોઈ શકીએ એ રીતે મેઘધનુષનો કલર તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ મેઘધનુષનું સેચ્યુરેશન લેસર દ્વારા બંધ કરવામાં આવ્યું હતું અને આ પાંચ વ્યક્તિ દ્વારા ઓલો કલરને ફરી જોવામાં આવ્યો હતો. આ પાંચે વ્યક્તિઓએ કહ્યું કે આપણી સામાન્ય જોવાની જે શક્તિ છે એની બહાર પણ એક કલર છે જેને લેસર ટ્રીટમેન્ટ બાદ જોઈ શકાય છે.

આ પણ વાંચો: જળ ભાલુ શું છે? ઇસરો કેમ અંતરિક્ષમાં તેને મોકલવાનું વિચારી રહ્યું છે? જાણો વિગત...

‘Oz’ ટેક્નિક આશાની નવી કિરણ

‘Oz’ ટેક્નિકમાં એક નવી આશાની કિરણ દેખાઈ રહી છે જેના દ્વારા નવી-નવી ઘણી શોધો થઈ શકે છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે આ સિસ્ટમ દ્વારા હજારો કોન સેલ્સને એક સાથે કામ કરતાં બનાવી શકાય છે. આ ટેક્નોલોજીને હવે ભવિષ્યમાં વધુ એડ્વાન્સ બનાવવામાં આવશે. કો-લીડ રિસર્ચર હેના ડોયલ કહે છે, ‘હું આ સિસ્ટમની મદદથી જે કોન ખરાબ થઈ ગયેલાં હોય એનું શું કરી શકાય એ પ્રોજેક્ટ પર કામ કરી રહી છું. સામાન્ય વિઝન ધરાવતાં વ્યક્તિને કઈ રેટિનલ બિમારી થઈ હોય તે જાણી શકાશે. કલર બ્લાઇન્ડ હોય એવા વ્યક્તિઓ પણ કલર જોઈ શકે છે એ પર કામ કરવામાં આવશે.’

Tags :