Get The App

આંગળીના ટેરવે વિજ્ઞાનની વાતો

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
આંગળીના ટેરવે વિજ્ઞાનની વાતો 1 - image


- økÞk yXðkrzÞu ykÃkýk VkuLk{ktLke økqøk÷ {uÃMk yuÃk{kt yuh õðkur÷xe RLzuõMk ÷uÞh W{uhkÞwt

અગાઉ, સમી સાંજે હવામાં મજાની ગુલાબી ઠં઼ડક પ્રસરે એ સાથે આપણને શિયાળાના આગમનનો અણસાર મળતો. હવે મોટા ભાગે શરદી ને ખાંસી શિયાળાની છડી પોકારે છે. શિયાળામાં, ખાસ કરીને શહેરોમાં, પ્રદૂષણ વધે છે એ તો આપણે જાણીએ છીએ, પણ કેટલું વધે છે? કેમ વધે છે? કયા કયા પ્રદૂષકોથી આવી સ્થિતિ સર્જાય છે?

આ બધું આપણે હવે આંગળીના ટેરવે જોઈ શકીએ છીએ.

ગૂગલે હમણાં તેની મેપ્સ એપમાં ભારત સહિત દુનિયાના ૪૦ દેશોના લોકો માટે, એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યૂઆઇ)નું લેયર ઉમેર્યું છે. પરિણામે સ્ક્રીનનો કલર જોઈને આપણે એક્યૂઆઇ જાણી શકીએ છીએ.

સ્કૂલ્સમાં સાયન્સ ટીચર્સ કે સંતાનોના અભ્યાસમાં ઊંડો રસ લેતાં પેરેન્ટ્સ - ભલે પોતે ખાંસતાં ખાંસતાં - બાળકો સાથે મોબાઇલમાં આવી વાતોમાં પણ ઊંડા ઊતરશે તો શિયાળો વધુ મજેદાર બનશે!

yuh õðkur÷xe RLzuõMk òýðkLke swËe swËe hMk«Ë heíkku

શિયાળો નજીક આવતાં જ અખબારો, ન્યૂઝ સાઇટ્સ પર એક શબ્દ ખાસ્સો ગાજવા લાગે છે - એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યૂઆઇ).

સ્વસ્થ જીવન માટે સ્વચ્છ હવા અનિવાર્ય છે, પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યૂએચઓ)ના મતે, વિશ્વની લગભગ ૯૯ ટકા વસતી હવાની ગુણવત્તાની નિર્ધારિત મર્યાદા કરતાં ખરાબ હવા શ્વાસમાં લે છે. હવા ખરાબ છે એ તો આપણે શ્વાસ સાથે જાણીએ, પણ કેટલી ખરાબ છે તે એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યૂઆઇ)થી જાણી શકીએ. 

હવાની ગુણવત્તા તપાસવા માટે વિશ્વસ્તરે એક સ્કેલ તૈયાર કરવામાં આવ્યો છે.

વિવિધ સ્થળોએ સેન્સર, સેટેલાઇટ્સ તથા ખુદ લોકો તરફથી મોબાઇલ, રોડ નેટવર્ક, સ્ટ્રીટવ્યૂ વગેરેની મદદથી મળતા ડેટા પરથી જે તે સમયે હવામાં વિવિધ પ્રકારના પ્રદૂષકો કેટલા પ્રમાણમાં છે તે માપવામાં આવે છે અને તેને શૂન્યથી ૫૦૦ના સ્કેલ પર મૂકી, પ્રદૂષકોનું પ્રમાણ એક્યૂઆઇના આંકડા સ્વરૂપે જાણી શકાય છે. અલબત્ત દુનિયાના વિવિધ ભાગોમાં એક્યૂઆઇ માપવાની-દર્શાવવાની જુદી જુદી રીતો છે.

શિયાળામાં હવાની ગુણવત્તા વધુ બગડવાનું મુખ્ય કારણ એ કે ઠંડી હવા વધુ ગાઢ હોય છે અને એ ગરમ હવા કરતાં ધીમી વહે છે. પરિણામે હવામાંનાં પ્રદૂષક રજકણો ઠંડી હવામાં સપડાયેલાં રહે છે અને સહેલાઈથી વહી જતાં નથી. દેખીતી રીતે, આપણે નાછૂટકે આવી હવા શ્વાસમાં લેવી પડે છે.

હવાની ગુણવત્તા બગાડવા માટે મુખ્ય રીતે ‘પાર્ટિક્યૂલેટ મેટર’ તરીકે ઓળખાતા પ્રદૂષક રજકણો કે ડ્રોપલેટ્સ જવાબદાર હોય છે. ખેતરમાં બળતી પરાળથી લઈને વાહનો, ઉદ્યોગો અને ઘરનાં એર ફ્રેશનર પણ પીએમ૨.૫ (અઢી માઇક્રોન કે તેથી નાના વ્યાસના અત્યંત સૂક્ષ્મ કણો - માણસના વાળના વ્યાસ કરતાં સો ગણા નાનાં!)ના સ્રોત છે. આવાં કણો અને અન્ય પ્રદૂષકો શ્ર્વાસ સાથે આપણાં ફેફસાં સુધી પહોંચીને ગંભીર સ્વાસ્થ્ય જોખમો ઊભાં કરે છે.

આ બધી વાતો અગાઉ સાયન્સ લેબ્સ પૂરતી સીમિત હતી, પણ હવે આપણી હથેળીમાં પહોંચી ગઈ છે. વિવિધ એપ્સ આપણને રિઅલ ટાઇમમાં જે તે સમયે, જે તે સ્થળે હવાની ગુણવત્તા કેવી છે તે ખાસ્સી વિગતવાર રીતે બતાવે છે. આ સુવિધા હવે ગૂગલ મેપ્સમાં પણ ઉમેરાઈ છે. જોકે યાદ રાખશો કે મેપમાંનો આ ડેટા ૧૨થી ૨૪ કલાક જેટલો જૂનો હોઇ શકે છે.

yuf ¼khíkeÞ Mxkxo-yÃkLke ðuçkMkkRx fu yuÃk{kt ykÃkýu rðrðÄ MÚk¤kuLke nðkLke økwýð¥kk rðþu ¾kMMkku zuxk Mkh¤ heíku òýe þfeyu Aeyu. økqøk÷ {uÃMk{kt Ãký ftEf ykðe s MkwrðÄk W{uhkE Au, su Lkðk ÷uÞh MðYÃku òuE þfkÞ Au.

સ્ટાર્ટ-અપની એપમાં...

એક ભારતીય યુવાને બીજિંગ, ચીનમાં હવાના પ્રદૂષણનો ભોગ બન્યા પછી હવાની ગુણવત્તા તપાસવાનું મિશન ઉપાડ્યું. તેમાંથી પ્રદૂષણનાં સોલ્યુશન્સ આપતો બિઝનેસ ઊભો કર્યો. તમે www.aqi.in સાઇટ પર જઈને કે તેની એપ ડાઉનલોડ કરીને જુદાં જુદાં સ્થળોની એર ક્વોલિટી, વિવિધ પ્રદૂષકોનું પ્રમાણ બહુ વિગતવાર જાણી શકો છો.

ફોનમાં મેપ્સ એપમાં...

જે તે સમયે, વિવિધ સ્થળે હવાની ગુણવત્તા દર્શાવતી ઘણી વેબસાઇટ્સ અને એપ્સ છે. હવે ગૂગલ મેપ્સમાં પણ તેનું એક લેયર ઉમેરાયું છે. ફોનમાં મેપ્સ એપ ઓપન કરો, ઉપર જમણી તરફ ‘લેયર્સ’ પર ક્લિક કરી, ‘મેપ ડીટેઇલ્સ’માં ‘એર ક્વોલિટી’ પસંદ કરો. અહીં સુધી પહોંચ્યા હો ત્યારે બીજાં લેયર્સ પણ તપાસી જુઓ!

તમારા વિસ્તારની હવાની સ્થિતિ...

મેપ્સમાં લેયર્સમાં એર ક્વોલિટી પસંદ કરતાં તરત, તમે જે સ્થળે હો (લોકેશન પરમિશન આપી હોય તો) ત્યાંની હવાની ગુણવત્તા દર્શાવતો રંગ સ્ક્રીન પર પથરાશે. સ્ક્રીન પર ગમે ત્યાં હળવો સ્પર્શ કરતાં શૂન્યથી ૫૦૦ના સ્કેલ પર હવાની ગુણવત્તા કેટલી સારી કે ખરાબ તે આંકડામાં જોઈ શકાશે.

નવી દિલ્હીમાં...

શિયાળો નજીક આવતાં જ દિલ્હીમાં અત્યંત ખરાબ પ્રદૂષણની ફરિયાદ ઊઠે છે. હરિયાણા-પંજાબનાં ખેતરોમાં સળગાવાતી પરાળનો ધુમાડો દિલ્હી સુધી પહોંચે છે એ વાત તો સાચી, પણ સ્થિતિ કેટલી ખરાબ બને છે એ જોવું હોય તો મેપ પર દિલ્હી સર્ચ કરી ત્યાંનો એક્યૂઆઇ જુઓ. સ્ક્રીનનો કલર જ ડરાવી દેશે.

આપણા સુરતમાં...

લગભગ દિલ્હી જેવી જ ખરા અર્થમાં ‘ઘેરી’ સ્થિતિ આપણા સુરત શહેર કે અન્ય ઔદ્યોગિક વિસ્તારોની છે. અહીં હવાની ગુણવત્તા, નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સના સ્કેલ પર ૩૦૦થી ઉપરના આંક સાથે ‘વેરી પૂઅર’ના લેવલે પહોંચે છે. એપ સૂચવે છે હવાના પ્રદૂષણની માઠી અસર થઈ શકે તેવા લોકોએ બહાર ન જવું!

દક્ષિણ ભારતના ઊટીમાં...

હિલ સ્ટેશનોને ‘હવા ખાવાનાં સ્થળ’ કેમ કહે છે એ વાત, મેપ્સ એપમાં ‘આપણા’ માઉન્ટ આબુ, શિમલા, નૈનીતાલ કે દક્ષિણના ઊટી જેવા હિલ સ્ટેશનની એર ક્વોલિટી તપાસીએ ત્યારે બરાબર સમજાય. ઊટીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ સરેરાશ ૩૦થી નીચે રહે છે, જે સામાન્ય રીતે ૫૦થી નીચે રહેવો જોઈએ.


Google NewsGoogle News