Get The App

ડોક્સમાં સામેલ છે એક સર્ચ એન્જિન

Updated: Aug 7th, 2021


Google News
Google News
ડોક્સમાં સામેલ છે એક સર્ચ એન્જિન 1 - image


જો તમારા પીસી કે લેપટોપમાં તમે ક્રોમ, ફાયરફોક્સ કે એજ જેવા બ્રાઉઝરનો સરેરાશ કરતાં વધુ ઉપયોગ કરતા હો તો તમે જાણતા હશો કે આ દરેક બ્રાઉઝરમાં આપણે ‘એક્સટેન્શન કે ‘એડ-ઓન’ તરીકે ઓળખાતા નાના નાના પ્રોગ્રામ ઉમેરીને બ્રાઉઝરમાં વિવિધ ફીચર્સ ઉમેરી શકીએ છીએ.

આ દરેક બ્રાઉઝર આવા એક્સટેન્શન કે એડઓન માટે મોબાઇલના એપ્સ સ્ટોરની જેમ અલગ સ્ટોર ઓપરેટ કરતા હોય છે. જેમ કે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આપણે https://chrome.google.com/webstore એડ્રેસ પર જઇને પોતાના બ્રાઉઝરમાં વિવિધ એક્સટેન્શન ઉમેરી શકીએ છીએ.

જો તમે આવા એક્સટેન્શન્સના પાવર યૂઝર્સ હો તો તમારા બ્રાઉઝરમાં ઘણાં બધાં એક્સટેન્શન ઉમેર્યાં હશે. સામાન્ય રીતે દરેક એક્સટેન્શનનો એક આઇકન બ્રાઉઝરમાં મથાળે એડ્રેસ બારની જમણી બાજુએ ઉમેરાતો હોય છે. જો તમે સંખ્યાબંધ એક્સટેન્શન ઉમેર્યાં હોય તો આ જગ્યામાં માત્ર અમુક એક્સટેન્શન જોવા મળે છે, બાકીના આપણી નજર સામે રહેતાં નથી.

જો તમે ઉમેરેલાં બધાં એક્સટેન્શનમાંથી તમે અમુક એક્સટેન્શનનો વધુ ઉપયોગ કરતા હો તો તેને ‘પિન’ કરી શકો છો. જેથી તે સતત નજર સામે રહે.

એ માટે બ્રાઉઝરમાં એડ્રેસબારની જમણી બાજુ જિગ્સો પઝલના પીસ જેવા દેખાતા આઇકન પર ક્લિક કરો. આથી તમે ઉમેરેલા તમામ એક્સટેન્શનનું લિસ્ટ દેખાશે. તેની સાથોસાથ આ લિસ્ટમાં જમણી તરફ જે તે એક્સટેન્શનને પિન કે અનપિન કરવા માટેનો આઇકન દેખાશે. તેનો ઉપયોગ કરીને તમે વધુ ઉપયોગ કરતા હો તેવા એક્સટેન્શનને પિન કરી શકો છો.

અહીંથી જ ત્રણ ડોટ પર ક્લિક કરીને તમે જે તે એક્સટેન્શનને મેનેજ પણ કરી શકો છો. અગાઉ તમે ઉમેર્યું હોય પરંતુ હવે જેનો ઉપયોગ ન કરતા હો તેવા એક્સટેન્શનને થોડા થોડા વખતે તપાસીને દૂર કરતા રહેશો તો તમારું બ્રાઉઝર પ્રમાણમાં સારું પર્ફોર્મન્સ આપશે.

Tags :