Get The App

ચેતવણી! AI ટૂલ્સ મારફતે જીમેલ પાસવર્ડની ચોરી થઈ રહી છે, સાવચેત રહો

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
ચેતવણી! AI ટૂલ્સ મારફતે જીમેલ પાસવર્ડની ચોરી થઈ રહી છે, સાવચેત રહો 1 - image


Scamers Using AI Tool: સાયબર ક્રિમિનલ હવે પાવરફૂલ AI ટૂલનો ઉપયોગ કરી રહ્યા છે. આ ટૂલની મદદથી તેઓ જીમેલના પાસવર્ડ ચોરી લે છે અને એકાઉન્ટનો એક્સેસ મેળવી લે છે. મોટાભાગની કંપનીઓ હવે AIનો ઉપયોગ કરી રહી છે જેથી કામ વધુ સારી રીતે થઈ શકે. જો કે એના ફાયદા જેટલા છે એટલા જ ગેરફાયદા પણ છે. AIનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે તો એ ફાયદા અને એનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવે તો એ ગેરફાયદા છે. આ ગેરફાયદામાં એક છે ‘સ્પૂફિંગ’. એની મદદથી દુનિયાના સૌથી પોપ્યુલર જીમેલ સર્વિસ પ્રોવાઇડરના પાસવર્ડને હેક કરવામાં આવી રહ્યા છે.

ટેક્નોસાવીને પણ છેતરી શકાશે

ગૂગલ પર 2.5 બિલિયન એકાઉન્ટ્સ છે. આથી સાયબર ક્રિમિનલ્સ માટે આ ખૂબ જ સરળ ટાર્ગેટ છે. તેઓ હવે સુપર રિયાલિસ્ટિક AI સ્કેમ કોલનો ઉપયોગ કરે છે. એનાથી ટેક્નોસાવી પણ છેતરાઈ જાય છે. આ સ્કેમ એટલો સોફેસ્ટિકલી કરવામાં આવે છે કે એમાં પકડાવાના ચાન્સ ખૂબ ઓછા રહે છે.

ચેતવણી! AI ટૂલ્સ મારફતે જીમેલ પાસવર્ડની ચોરી થઈ રહી છે, સાવચેત રહો 2 - image

કેવી રીતે કરવામાં આવે છે સ્કેમ?

હાલમાં જ ક્લાઉજોય કંપનીના ફાઉન્ડર અને સિક્યોરિટી પ્રોડક્ટ્સના એક્સપર્ટ સેમ મિટ્રોવિક સાથે આ રીતની છેતરપિંડી કરવાની કોશિશ કરવામાં આવી હતી. તેમને એક ઈમેલ આવ્યો હતો કે જેમાં તેનું ગૂગલ એકાઉન્ટ રીકવર કરવાનું કહેવામાં આવ્યું હતું. જો કે તેને રિજેક્શન આવ્યું હતું અને ત્યાર બાદ તેના પર એક ફોન આવ્યો હતો. આ ફોનનો કોલર આઇડી ગૂગલ સિડની દેખાઈ રહ્યો હતો. એના થોડા દિવસ બાદ ફરી એક વાર ગૂગલ રીકવરનું નોટિફિકેશન અને ફોન આવ્યો હતો. ગૂગલના સપોર્ટ પેજ પર જે નંબર આપવામાં આવ્યો છે એ જ નંબર પરથી ફોન આવેલો દેખાઈ રહ્યો હતો. ફોન કોલ પર કહેવામાં આવ્યું હતું કે તેનું એકાઉન્ટ છેલ્લા એક અઠવાડિયાથી અન્ય દેશમાં ઓપરેટ થઈ રહ્યું છે અને એ યુઝર દ્વારા ડેટા પણ ડાઉનલોડ કરી લેવામાં આવ્યાં છે. જોકે સેમને ફોન આવ્યો હોવાથી તેને એ સ્કેમ લાગ્યો અને તેણે ઓનલાઇન ચેક કર્યું ત્યારે તેને ખબર પડી કે ઘણા લોકો સાથે આ રીતના સ્કેમ થઈ રહ્યા છે. જો સેમ એકાઉન્ટ રીકવર કરવા માટે કોશિશ કરત તો તેનો પાસવર્ડ સાયબર ક્રિમિનલને મળી ગયો હોત.

AI ટૂલનો ઉપયોગ

આ માટે સ્પેમ કરનારા વ્યક્તિ AI ટૂલ Salesforce CRMનો ઉપયોગ કરે છે. CRM એટલે કે કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ છે. આ ટૂલની મદદથી યુઝરને ઇચ્છા હોય તે ડોમેનના નામનો ઉપયોગ કરી શકે છે. એની મદદથી નંબર, ઈમેલ એડ્રેસ દરેક વસ્તુ ઓરિજિનલ જેવું દેખાડી શકાય છે, પરંતુ એ હોય છે અલગ જે ફક્ત યુઝરને જ ખબર હોય છે. સામેની વ્યક્તિને એ વિશે ખબર નહીં પડે. તેમ જ AI વોઇસ પણ એટલો ઓરિજિનલ લાગે છે કે કોઈ પણ વ્યક્તિ છેતરાઈ શકે છે કે ફોન ગૂગલમાંથી આવ્યો છે.

આ પણ વાંચો: નોકરી શોધવા માટે AI ટૂલ, સોશિયલ મીડિયા પરથી પણ શોધી કાઢશે વેકેન્સી

વ્યક્તિની જરૂર નહીં પડે

ઇન્ડિયામાં જામતારા સાયબર સ્કેમ ખૂબ જ ફેમસ છે. એના પર વેબ શો પણ બની ચૂક્યો છે. થોડા વર્ષ પહેલાં આ પ્રકારના સ્કેમ કરવા માટે વ્યક્તિની જરૂર પડતી હતી. જોકે હવે એક વ્યક્તિ દુનિયાના કોઈ પણ ખૂણામાં બેસીને કોઈને પણ આ સોફ્ટવેરની મદદથી છેતરી શકે છે. તેમ જ એક સાથે હજારો વ્યક્તિને ફોન અને છેતરવાનો પ્રયાસ કરી શકે છે. આ પ્રકારના સોફ્ટવેરને કારણે ટાર્ગેટની કોઈ મર્યાદા નથી રહી કારણ કે સોફ્ટવેર ક્યારેય થાકતું નથી.

કેવી રીતે ચેતીને રહેશો?

  • ગૂગલ ક્યારેય પણ યુઝરને એકાઉન્ટ માટે ફોન નથી કરતું. ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ હોય તો વાત અલગ છે, પરંતુ તેમના દ્વારા ક્યારેય ફોન કરવામાં નથી આવતો તેઓ સૌથી પહેલાં ઈમેલ કરે છે.
  • આ માટે હંમેશાં જે નંબર પરથી ફોન આવે છે એને તપાસવો. ટ્રૂકોલર જેવી ઍપ્લિકેશનનો ઉપયોગ કરીને નંબર સ્પેમ છે કે નહીં એ ચેક કરવું.
  • હંમેશાં ગૂગલની એક્ટિવિટી ચેક કરતા રહેવું. આ માટે ગૂગલ એકાઉન્ટમાં ડેટા એન્ડ પ્રાઇવસીમાં જઈને માય એક્ટિવિટીમાં જઈને ચેક કરવું. જો અન્ય જગ્યાએથી એક્સેસ કરવાની કોશિશ કરવામાં આવી હશે તો એ જણાઈ આવશે.
  • પાસવર્ડને થોડા-થોડા સમયે બદલતા રહેવું. તેમ ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન રાખવું. OTP, પાસકી અથવા તો ઓથેન્ટિકેટર ઍપ્લિકેશનનો ઉપયોગ કરવો. આ દ્વારા હેકર્સને પાસવર્ડ મળી ગયો હોય તો પણ એકાઉન્ટ એક્સેસ કરવું તેના માટે ખૂબ જ મુશ્કેલ થઈ શકે છે.

Google NewsGoogle News