Get The App

AI ઇનવેસ્ટમેન્ટને પ્રમોટ કરતાં ડીપફેક વીડિયોથી સાવચેત રહેવાની સલાહ આપી SBIએ

Updated: Apr 22nd, 2025

GS TEAM


Google News
Google News
AI ઇનવેસ્ટમેન્ટને પ્રમોટ કરતાં ડીપફેક વીડિયોથી સાવચેત રહેવાની સલાહ આપી SBIએ 1 - image


SBI Issue Warning: SBI દ્વારા તેમના યુઝર્સને ડીપફેક વીડિયોથી સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે. હાલમાં એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જનરેટ થયેલો વીડિયો વાયરલ થયો છે, જેમાં SBI અને ભારતીય સરકાર દ્વારા AI ઇનવેસ્ટમેન્ટ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું હોવાના દાવા કરવામાં આવ્યા છે. બેન્ક દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે આ દાવા ખોટા છે અને આવા પ્રકારના સ્કેમથી સાવધ રહેવું જોઈએ.

સ્કેમ કરવાની નવી પદ્ધતિ

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોને છેતરવા માટે સ્કેમર્સ નવી યુક્તિ અપનાવી રહ્યા છે. તેઓ હવે ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જાણીતી વ્યક્તિઓના આકર્ષક વિડિઓ બનાવે છે અને તેને પ્રમોશનલ વિડિઓ તરીકે વાયરલ કરે છે. આ વિડિઓ દર્શાવીને લોકોની ભોલાશનો લાભ લઈ ખોટી જગ્યા પર ઇનવેસ્ટમેન્ટ કરાવવામાં આવે છે, જેનો આખરે છેતરપિંડી કરનારને ફાયદો થાય છે. બેન્કે આ ઘટનાને લીધે વિશેષ ચેતવણી આપી છે.

SBIની ચેતવણી

SBIએ એમ દર્શાવ્યું છે કે તેઓ કોઈ પણ પ્રકારની AI ઇનવેસ્ટમેન્ટ સ્કીમ ચલાવતા નથી. સોશિયલ મીડિયા પર તેઓએ ગ્રાહકોને આ પ્રકારના ડીપફેક વિડિઓથી દૂર રહેવા વિનંતી કરી છે અને સાચી માહિતી માટે બેન્કના સત્તાવાર પ્લેટફોર્મ અથવા નજીકની બ્રાન્ચનો સંપર્ક કરવા સુચન કર્યું છે.

Tags :