Get The App

વિઝિટિંગ કાર્ડની ઇમેજ સેવ કરો, જરા જુદી રીતે

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
વિઝિટિંગ કાર્ડની ઇમેજ સેવ કરો, જરા જુદી રીતે 1 - image


- òu ík{Lku Ãký rðrÍ®xøk fkzoLkku VkuxkuøkúkV ÷ELku íkuLku Mkk[ðe ÷uðkLke ykËík nkuÞ, íkku yk ykËík{kt LkSðku VuhVkh fhe swyku

આપણા રોજિંદા કામકાજમાં નવી ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે તેમ છતાં આપણા કામકાજની કેટલી જૂની પદ્ધતિઓ હજી પણ ઠીક ઠીક ટકી રહી છે. 

જેમ કે વિઝિટિંગ કાર્ડ. આપણે કોઈ કોન્ફરન્સમાં જઇએ કે બીજે ગમે ત્યાં કોઈ બિઝનેસ કોન્ટેક્ટનો ભેટો થઈ જાય ત્યારે હજી પણ આપણે અરસપરસ ફિઝિકલ વિઝિટિંગ કાર્ડની આપલે કરીએ છીએ. સામેની વ્યક્તિની સંપર્ક વિગતો મેળવવા વિઝિટિંગ કાર્ડ ખરા અર્થમાં હાથવગો ઉપાય છે! પરંતુ તેમને યોગ્ય રીતે સાચવવાં એ કડાકૂટવાળું કામ છે. એથી પણ વધુ મુશ્કેલ કામ છે જ્યારે જરૂર હોય ત્યારે જોઇતું વિઝિટિંગ કાર્ડ ગોતવાનું કામ.

અલબત્ત આપણે ઇચ્છીએ તો જૂની પદ્ધતિ અને નવી ટેકનોલોજીનો સ્માર્ટ સુમેળ કરી શકીએ. હવે મોટા ભાગના લોકોને તેમના હાથમાં કોઈ નવું વિઝિટિંગ કાર્ડ આવે એ સાથે સ્માર્ટફોનથી તેનો ફોટોગ્રાફ લઈ લેવાની આદત હોય છે. જેથી કાર્ડ આડુંઅવળું ક્યાંક મુકાઈ જાય તો પણ ફોનની ફોટો ગેેલેરીમાં ફોટોગ્રાફ મળી શકે. કદાચ તમે પણ આવી ટેવ કેળવી હશે.

હવે તેમાં થોડો ફેરફાર કરી જુઓ.

ફોટોગ્રાફ લો, પણ નવી રીતે

સામાન્ય રીતે આપણે ફોટોગ્રાફ લઇએ તો એ ફોનની ફોટો ગેલેરી કે ગૂગલ ફોટોઝ એપમાં સ્ટોર થાય છે. ગૂગલ ફોટોઝમાં સર્ચ ઘણું પાવરફુલ છે, આપણે ફોટો વિશે કોઈ વિગતો આપી ન હોય તેમ છતાં તેમાં ‘બ્લુ કેપ’ કે ‘રેડ કાર’ જેવું કંઈ પણ લખીને સર્ચ કરી શકાય છે. તેમાં ટેકસ્ટમાંની ઇમેજને આધારે ઇમેજ સર્ચ કરી શકાય છે. પરંતુ તેમાં ફોટોગ્રાફની અન્ય બાબતોને જોવા તપાસવા પર વધુ ફોકસ છે.

ફોટોઝ એપમાં શું તકલીફ છે?

સાદું ઉદાહરણ લઇએ તો તમે કોઈ ડોકટરના ક્લિનિકના વિઝિટિંગ કાર્ડનો ફોટોગ્રાફ લો કે પછી કોઈ હેર સ્ટાઇલિસ્ટના વિઝિટિંગ કાર્ડનો ફોટો લો, તો ગૂગલ ફોટોઝમાં એ વિઝિટિંગ કાર્ડની ઇમેજ સર્ચ કરવા જતાં આંખે પાણી આવી શકે. કેમ કે ડોકટરના વિઝિટિંગ કાર્ડમાં ‘ક્લિનિક’ લખેલું હશે એમ માનીને આપણે ‘ક્લિનિક’ શબ્દ સર્ચ કરીએ તો ગૂગલની ફોટોઝ સિસ્ટમને જે કોઈ ફોટો-વીડિયોમાં દવાખાના જેવો માહોલ દેખાયો હોય તે તમામ ફોટોગ્રાફ એ શોધીને આપે છે! એ ઝમેલામાં પેલા વિઝિટિંગ કાર્ડની ઇમેજ પણ હોય, પણ તેની આજુબાજુ અનેક ફોટોગ્રાફ હોય.

એવું જ પેલા હેર સ્ટાઇલિસ્ટનું વિઝિટિંગ કાર્ડ શોધવામાં થાય. આપણે ‘હેર’ શબ્દ સર્ચ કરીએ તો - તમે જ વિચારો - સર્ચ રિઝલ્યમાં કેટલા ફોટોગ્રાફ્સનો ખડકલો થઈ જાય?!

આનો એક સ્માર્ટ ઉપાય છે. તમારા ફોનમાં ગૂગલ કીપ એપ ડાઉનલોડ કરી લો. આ એપ નાનાં મોટાં ટુ-ડુ લિસ્ટ બનાવવા માટે કે આપણે યાદ રાખવા જેવી વિવિધ બાબતોની નોંધ સાચવી લેવા માટે બહુ ઉપયોગી છે. તેમ વિઝિટિંગ કાર્ડ કે અન્ય ટેકસ્ટવાળી ઇમેજિસનો ફોટોગ્રાફ લઇને તેમાંની ટેકસ્ટને આધારે એ ફોટોગ્રાફ સર્ચ કરવાની બહુ સરસ સુવિધા પણ આ એપ આપે છે.

કીપ એપ કઈ રીતે વધુ ઉપયોગી?

મતલબ કે હવે જ્યારે પણ તમારા હાથમાં વિઝિટિંગ કાર્ડ આવે, અખબારમાં કોઈ કામની જાહેરાત દેખાય કે પેલાં જાહેરાતોના ફરફરિયામાં કેટરિંગ સર્વિસની જાહેરાત દેખાય, જે તમને લાગે કે ભવિષ્યમાં ક્યારેક ઉપયોગી થઈ શકે તેમ છે તો ફોનમાં ગૂગલ કીપ એપ ઓપન કરી, નીચે જમણી તરફ દેખાતા પ્લસ આઇકન પર ક્લિક કરો.

જે મેનૂ ખુલે તેમાં સૌથી ઉપર ઇમેજ કેપ્ચર કરવાનો વિકલ્પ દેખાશે. તેને ક્લિક કરતાં કોઈ નવો ફોટોગ્રાફ લેવાનો કે ગેલેરીમાંની કોઈ ઇમેજ પસંદ કરવાનો વિકલ્પ મળશે. ‘ટેક ફોટો’ પર ક્લિક કરતાં ફોનનો કેમેરા ઓન થશે. આપણે જે વિઝિટિંગ કાર્ડ કે જાહેરાતની ઇમેજ લેવી હોય તેના પર યોગ્ય રીતે ઝૂમ કરીને ફોટોગ્રાફ લઈ લો.

હવે આપણે તેના વિશે કોઈ પણ વિગત નોટમાં ઉમેરવાની જરૂર નથી. એપને ફક્ત એક-બે મિનિટ જેટલો સમય આપતાં તેની સિસ્ટમમાં ઇમેજમાંની બધી ટેકસ્ટ ઉમેરાઈ જશે. આથી ભવિષ્યમાં આપણે ગમે ત્યારે એ વિઝિટિંગ કાર્ડ કે જાહેરાતમાંની કોઈ પણ ટેકસ્ટ - પછી ભલે તે ઇંગ્લિશ-હિન્દી-ગુજરાતી જેવી કોઈ પણ ભાષામાં હોય - તેમાંનો એકાદો શબ્દ પણ સર્ચ કરીશું તો એ શબ્દ ધરાવતી ઇમેજ તરત આપણી સામે આવશે!

ફોટોઝ અને કીપ બંને એપ ફોટોમાંની ટેક્સ્ટ વાંચવા માટે એક સરખી ‘ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન (ઓસીઆર)’ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આ ટેક્નોલોજી તો સ્માર્ટ છે જ, પરંતુ આપણી જરૂર મુજબ એપ પસંદ કરવામાં પણ સ્માર્ટનેસ છે!


Google NewsGoogle News