Get The App

ટોલ પ્લાઝા પર ‘સેટેલાઈટ ટોલ સિસ્ટમ’ લાગુ કરાશે, વાહન થોભવાની પણ જરૂર નહીં પડે: નીતિન ગડકરી

ગડકરીએ કહ્યું કે, સેટેલાઈટ ટોલ સિસ્ટમ શરૂ થયા બાદ સીધા એકાઉન્ટમાંથી નાણાં કપાઈ જશે

આચારસંહિતા લાગુ થાય તે પહેલા સમગ્ર દેશમાં આ સિસ્ટમ લાગુ કરવાનો પ્રયાસ : ગડકરી

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
ટોલ પ્લાઝા પર ‘સેટેલાઈટ ટોલ સિસ્ટમ’ લાગુ કરાશે, વાહન થોભવાની પણ જરૂર નહીં પડે: નીતિન ગડકરી 1 - image
Image Envato 

Satellite Based Toll System: વિશ્વભરના તમામ દેશોની જેમ ભારતમાં પણ નવી ટેકનોલોજીની શરુઆત થઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં વિવિધ ક્ષેત્રે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમારે હવે ટોલ પ્લાઝા પર લાંબી કતારોમાં ઉભા રહેવું નહીં પડે.  હાલની સિસ્ટમ પ્રમાણે તમારી કાર પર લાગેલા ફાસ્ટેગ સ્ટીકરથી તમને ટોલ પ્લાઝા પર એન્ટ્રી મળે છે, પરંતુ હવે તેનાથી વિશેષ સુવિધા મળવાની છે. સરકાર હવે ટોલ પ્લાઝા પર કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ અપાવવા જઈ રહી છે. નવી સિસ્ટમ લગાવ્યા પછી તમારે ક્યાંય રોકાવાની જરુર નહીં રહે. આવનારા થોડા મહિનામાં તમારે ટોલ પર બ્રેક પણ લગાવવાની જરુર નહી રહે, કારણ કે સરકાર હવે સેટેલાઈટ આધારિત ટોલ સિસ્ટમ લાવી રહી છે.

વાહન વ્યવહાર મંત્રીએ આપી માહિતી

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં સેટેલાઇટ ટોલ સિસ્ટમ વિશે માહિતી આપી હતી. જેમાં તેમણે દાવો કરતાં કહ્યું હતું કે, "અમે સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લગાવવા જઈ રહ્યા છીએ, અને તે પછી ટોલ નાકા હટાવી લેવામાં આવશે. તમારે કોઈ ટોલ નાકા પર રોકાવાની જરૂર નહીં પડે. આ સિસ્ટમમાં તમારી કારની નંબર પ્લેટનો એક ફોટો લેવામાં આવશે. તમે જ્યાંથી એન્ટ્રી કરશો અને જ્યાથી બહાર નીકળશો, માત્ર એટલો જ ટોલ વસૂલવામાં આવશે. અને તે પણ સીધા તમારા બેંક ખાતામાંથી કપાઈ જશે. તેથી તમને કોઈ રોકશે નહીં અને કોઈ મુશ્કેલીનો સામનો પણ નહી કરવો પડે." આ સિસ્ટમ આગામી થોડા દિવસોમાં જ લાગુ કરી દેવામાં આવશે. 

થોડા દિવસોમાં જ લાગુ કરી દેવામાં આવશે આ સિસ્ટમ

વાહનવ્યવહાર મંત્રીએ વધુમાં જણાવતાં એમ પણ કહ્યું કે, આ વ્યવસ્થા અમે આચારસંહિતા લાગુ થાય તે પહેલા સમગ્ર દેશમાં લાગુ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. એટલે કે આગામી થોડા દિવસોમાં જ દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ થઈ શકે છે. કારણ કે માર્ચમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને તે પહેલા ચૂંટણી પંચ તારીખો જાહેરાત કરી દેશે. અને તારીખોની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ થઈ જાય છે. 

કઈ રીતે કામ કરે છે આ સેટેલાઈટ આધારિત સિસ્ટમ

આ સેટેલાઇટ આધારિત આ સિસ્ટમમાં તમારી કારની નંબર પ્લેટનો ફોટો લેવામાં આવશે. અને જ્યારે પણ તમે કોઈ રાજ્યની ટોલ સીમા ક્રોસ કરશો કે તરત જ તમારો ટોલ ટેક્સ ઓટોમેટીક તમારા ખાતામાથી કપાઈ જશે. પરંતુ તેના માટે તમારે તમારુ એકાઉન્ટ લિંક કરવું પડશે. તે પછી તમારી કારને ટોલ પ્લાઝા પર રોકવાની જરૂર નહીં પડે અને તમારી મુસાફરીનો ટાઈમ પણ બચશે.



Google NewsGoogle News