Get The App

મોબાઇલમાં પ્રોબ્લેમ શોધવામાં માહેર છો? સેમસંગ કંપની ચૂકવશે લાખો-કરોડો રૂપિયા...

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
મોબાઇલમાં પ્રોબ્લેમ શોધવામાં માહેર છો? સેમસંગ કંપની ચૂકવશે લાખો-કરોડો રૂપિયા... 1 - image


Samsung Bounty Program: સેમસંગ દ્વારા હાલમાં જ એક પ્રોગ્રામ લોન્ચ કર્યો છે જે મુજબ યુઝર્સ લાખો અને કરોડો રૂપિયા કમાઈ શકે છે. આ પ્રોગ્રામમાં યુઝરે બસ એટલું કરવાનું રહેશે કે તેમણે સેમસંગને મોબાઇલમાં પ્રોબ્લેમ શોધીને આપવાનો રહેશે. સેમસંગ દ્વારા મોબાઇલ સિક્યોરિટી પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે જે માટે એક મિલ્યન ડોલર એટલે કે 8.40 કરોડ રૂપિયા સુધીનું ઇનામ છે.

શું કરવાનું રહેશે?

યુઝરે સૌથી પહેલાં આ પ્રોગ્રામમાં જોડાવું પડશે. ત્યાર બાદ મોબાઇલના સોફ્ટવેરમાં કોઈ પણ ઇશ્યુ હોય તો એ શોધીને આપવાનો રહેશે. જોકે આ ઇશ્યુ ફક્ત સિક્યોરિટીને લગતાં હોવા જોઈએ. હેકર્સ સિક્યોરિટી નબળી હોય તો યુઝરના મોબાઇલ હેક કરી લે છે. આથી એ હેક થતાં અટકાવવા માટે પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ બાઉન્ટી પ્રોગ્રામમાં યુઝર્સે ડેટા કેવી રીતે ચોરી કરવા, ડિવાઇઝ કેવી રીતે અનલોક કરવી, ગેરકાયદે કેવી રીતે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા જેવી બાબતો કંપનીને જણાવવી પડશે.

મોબાઇલમાં પ્રોબ્લેમ શોધવામાં માહેર છો? સેમસંગ કંપની ચૂકવશે લાખો-કરોડો રૂપિયા... 2 - image

કયા ઇશ્યુ માટે કેટલી રકમ મળશે?

સૌથી મોટું ઇનામ એક મિલ્યન ડોલરનું એટલે કે 8.40 કરોડ રૂપિયાનું ઇનામ નોક્સ વોલ્ટને હેક કરવા માટેનું છે. સેમસંગની હાર્ડવેર સિક્યોરિટી સિસ્ટમને હેક કરી એમાં રિમોટલની કોડ ઇન્સ્ટોલ જે યુઝર કરી આપશે એને આ ઇનામ આપવામાં આવશે. આ નોક્સ વોલ્ટમાં યુઝરની દરેક ક્રિપ્ટોગ્રાફિક્સ કી અને બાયોમેટ્રિક ઇન્ફોર્મેશન સ્ટોર કરવામાં આવે છે. ડિવાઇઝ પહેલેથી અનલોક હોય અને ત્યાર બાદ એને હેક કરવામાં આવે તો એ વ્યક્તિને અંદાજે 84 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. જોકે ડિવાઇઝ પહેલથી લોક હોય અને એમ છતાં એને રિમોટલી અનલોક કરી યુઝરના ડેટા કોપી કરવામાં આવે તો 3.36 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. જો કોઈ વ્યક્તિ સેમસંગના ગેલેક્સી સ્ટોરમાંથી રિમોટલી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશે તો તેને 50 લાખ રૂપિયાની આસપાસ ચૂકવવામાં આવશે.

2017માં જ્યારે સેમસંગે બાઉન્ટી પ્રોગ્રામની શરૂઆત કરી હતી એ સમયે તેમણે 36 કરોડ રૂપિયા ઇનામ તરીકે ચૂકવ્યા હતા.


Google NewsGoogle News