સેમસંગના પહેલાં ટ્રી-ફોલ્ડ સ્માર્ટફોનનું ટીઝર જાહેર, આ વર્ષે રિલીઝ કરશે ચાર ફોલ્ડેબલ ફોન
Samsung Foldable: સેમસંગ દ્વારા તેની ફ્લેગશિપ સીરિઝ ગેલેક્સી S25ને લોન્ચ કરવામાં આવી છે અને એની સાથે જ તેના પહેલાં ટ્રી-ફોલ્ડ મોબાઇલનું ટીઝર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી કે સેમસંગ તેનો પહેલો ટ્રી-ફોલ્ડ ફોન પર કામ કરી રહ્યું છે. આ વાતને સેમસંગે ગેલેક્સી અનપેક્ડ 2025 ઇવેન્ટમાં ટીઝર લોન્ચ કરીને સાચી બનાવી દીધી છે. સેમસંગ દ્વારા ગેલેક્સી S25ના ત્રણ મોડલ લોન્ચ કરવામાં આવ્યાં છે અને S25 એડ્ઝ પણ બહુ જલદી લોન્ચ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
માર્કેટમાં કોમ્પિટીશન
આ ફોન દ્વારા સેમસંગ Huawei's Mate XTને ટક્કર આપવા જઈ રહ્યું છે. Huawei દ્વારા દુનિયાનો પહેલો માસ પ્રોડક્શન ટ્રી-ફોલ્ડ ફોન બનાવવામાં આવ્યો છે. ટ્રી-ફોલ્ડ એટલે કે મોબાઇલમાં ડિસ્પ્લેને બે ફોલ્ડ કરવામાં આવ્યા હોય છે અને ત્રણ નાની-નાની ડિસ્પ્લે મળી એક મોટી ડિસ્પ્લે બનતી છે. સેમસંગ આ મોબાઇલના ઘણા પ્રોટોટાઇપ બતાવી રહ્યું હતું, પરંતુ હવે આખરે એને માર્કેટમાં ઉતારી રહ્યું છે. એપલ હજી ફોલ્ડના માર્કેટમાં એન્ટ્રી નથી કરી શક્યું ત્યારે સેમસંગ ટ્રી-ફોલ્ડ તરફ પ્રયાણ કરી રહ્યું છે. ટીઝર લોન્ચ કરીને સેમસંગએ કહ્યું કે તેમનું પ્રોટોટાઇપ હવે યુઝરના ઉપયોગ માટે તૈયાર છે અને એનુ બહુ જલદી લોન્ચ કરવામાં આવશે.
સ્પેસિફિકેશન
એવી ચર્ચા છે કે સેમસંગના ટ્રી-ફોલ્ડને જ્યારે અનફોલ્ડ કરવામાં આવશે ત્યારે એની ડિસ્પ્લે સાઇઝ અંદાજે 10 ઇંચની હશે. Huaweiની ડિઝાઇન S આકારની છે, પરંતુ સેમસંગ મોડલ G-Typeનું હોવાની ચર્ચા છે. એટલે કે સ્ક્રીનને અંદરની તરફ ફોલ્ડ કરવામાં આવશે જેનાથી મોટી સ્ક્રીનનો જ્યારે ઉપયોગ કરવામાં ન આવી રહ્યો હોય ત્યારે એને પ્રોટેક્ટ કરી શકાય.
પ્રોડક્શન
સેમસંગ તેના ટ્રી-ફોલ્ડ ફોનનું પ્રોડક્શન મર્યાદિત કરશે એવી ચર્ચા છે. આ માટે ફક્ત બે લાખ યુનિટ જ બનાવવામાં આવી તેવી વાતો ચાલી રહી છે. સેમસંગના વિસ્તારને જોઈએ એવી લોકપ્રિયતા નથી મળી. આ પાછળનું કારણ એની કિંમત પણ છે. ફોલ્ડનો ઉપયોગ કરતી વખતે લોકો કિંમત જોતા હોય તો ટ્રી-ફોલ્ડની કિંમત ખૂબ જ વધુ હશે. આથી એને સામાન્ય વ્યક્તિ ખરીદી શકે એવી શક્યતા ઓછી છે. આ સાથે એને મર્યાદિત પ્રોડક્શન બનાવવામાં આવશે એનાથી લોકોમાં એને ખરીદવાની કૂતુહલતા વધી શકે. જોકે એ ક્યારે લોન્ચ થશે અને એની કિંમત શું હશે તે વિશે કોઈ જાહેર કરી નથી. આથી એને ખરીદનારાઓએ હજી રાહ જોવી પડશે.
આ પણ વાંચો: ચીને બનાવ્યો કૃત્રિમ સૂર્ય: રેકોર્ડબ્રેકિંગ સિદ્ધિ વિશે જાણો તમામ વિગતો
ચાર ફોલ્ડેબલ ફોન કરશે રિલીઝ
સેમસંગ આ વર્ષે ચાર ફોલ્ડેબલ ફોન લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે એવી ચર્ચા છે. સેમસંગ ટ્રી-ફોલ્ડ ડિસ્પ્લે વાળો ફોન કાઢી રહી છે, પરંતુ આ સિવાય બીજા ત્રણ ફોલ્ડેબલ ફોન પણ લોન્ચ કરશે. એમાં ગેલેક્સી Z ફ્લિપ 7, ગેલેક્સી Z ફોલ્ડ 7, અને ગેલેક્સી Z ફ્લિપ FE સામેલ છે. ગેલેક્સી Z ફ્લિપ અને ફોલ્ડ બન્ને તેના હાલના મોડલ જેવા જ રહેશે, પરંતુ ડિઝાઇનમાં થોડો બદલાવ કરવામાં આવશે તેમજ ઘણાં નવા ફીચર્સનો ઉમેરો કરવામાં આવશે. આ ફોલ્ડેબલ સીરિઝમાં હવે ફેન એડિશન (FE)નો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આ મોડલ્સ અફોર્ડેબલ કિંમતમાં જોવા મળશે.