ટ્રી-ફોલ્ડ મોબાઇલ: સેમસંગના આગામી મોબાઇલ જોવા મળશે ત્રણ ડિસ્પ્લે જાણો તમામ વિગતો
Samsung Tri-Fold Mobile: સેમસંગ હાલમાં ટ્રી-ફોલ્ડ ડિસ્પ્લે પર કામ કરી રહ્યું છે. સેમસંગ હાલમાં ફોલ્ડેબલ સ્માર્ટફોનના માર્કેટમાં પોતાનું વર્ચસ્વ જમાવવાની કોશિશ કરી રહ્યું છે. આથી તે ફોલ્ડેબલ સ્ક્રીનમાં નવી નવી શોધ કરી રહ્યું છે. તે બહુ જલદી હવે ટ્રી-ફોલ્ડ મોબાઇલને માર્કેટમાં લઈને આવશે.
શું છે ટ્રી-ફોલ્ડ?
ટ્રી-ફોલ્ડ એટલે કે ત્રણ ડિસ્પ્લે જોવા મળશે. અત્યાર સુધી બે સ્ક્રીન આવતી હતી જેને એક વાર ફોલ્ડ કરતાં બે સ્ક્રીન સાથે મળીને એક સ્ક્રીન બને છે. જોકે ટ્રી-ફોલ્ડમાં સ્ક્રીન બે વાર ફોલ્ડ કરવામાં આવશે. આથી ત્રણ સ્ક્રીન બનીને એક સ્ક્રીન બનશે. આ કારણસર એને ટ્રી-ફોલ્ડ ફોન કહેવામાં આવી રહ્યો છે. આ ત્રણ સ્ક્રીનને કારણે સ્ક્રીન ખૂબ જ મોટી થઈ જશે અને ટેબલેટ જેવી ફીલ મળશે.
કોની સાથે કોમ્પિટીશન?
સેમસંગની ફોલ્ડેબલ માર્કેટમાં ખૂબ જ કોમ્પિટીશન છે અને ટ્રી-ફોલ્ડમાં પણ તેની કોમ્પિટીશન જોવા મળશે. હાલ હુવેઈ, શાઓમી અને ઓનર જેવી કંપનીઓ ટ્રી-ફોલ્ડ સ્ક્રીન પર કામ કરી રહી છે. જો તેઓ સફળ થશે, તો એનો માર્કેટમાં પ્રવેશ કરાવશે.
પ્રોટોટાઇપ
સેમસંગ દ્વારા તેમના પ્રોટોટાઇપ Flex G અને Flex Sને રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં યુનિક ફોલ્ડિંગ મિકેનિઝમ જોવા મળ્યું હતું. આ ડિઝાઇન હજી સુધી ગ્રાહક સુધી નથી પહોંચી, જોકે તેમની ડિઝાઇન હુવેઈના Mate XT Ultimateને મળતી આવે છે.
ડેવલપમેન્ટ
ટ્રી-ફોલ્ડ મોબાઇલ માટે જરૂરી સાધન અને પાર્ટ્સનું ડેવલપમેન્ટ પૂરું થઈ ગયું છે. સેમસંગના પાર્ટનર કંપનીઓ દ્વારા તમામ પ્રોડક્ટ તૈયાર છે. બહુ જલદી એનું પ્રોડક્શન શરૂ કરવામાં આવી શકે છે.
માર્કેટ પોઝિશન
સેમસંગ દ્વારા હાલમાં જ ગેલેક્સી Z ફ્લિપ 6 અને Z ફોલ્ડ 6 મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે, જેઓની ડિમાન્ડ ઓછી છે. આમ છતાં ફોલ્ડેબલ માર્કેટમાં ટકી રહેવા અને પોતાનો દબદબો જાળવી રાખવા માટે સેમસંગ ટ્રી-ફોલ્ડ પર કામ કરી રહ્યું છે.
કિંમત
હુવેઈના Mate XT Ultimateની કિંમત ₹2,37,000 રાખવામાં આવી છે. આ કિંમતની સામે સેમસંગ પણ તેના ટ્રી-ફોલ્ડની કિંમત બે લાખ રૂપિયાથી વધુ રાખે એવી સંભાવના છે. 2025માં એના લોન્ચિંગની અપેક્ષા છે.