સેમસંગે લોન્ચ કર્યું ફોરકાસ્ટજીપીટી : સેલ્સ અને ફાયનાન્સની આગાહી કરશે
Samsung ForecastGPT: સેમસંગે હાલમાં જ ફોરકાસ્ટજીપીટી લોન્ચ કર્યું છે. સેમસંગ ઇલેક્ટ્રોનિક્સનું અન્ય બિઝનેસ યુનિટ હરમન્સ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સોલ્યુશન દ્વારા આ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે. આજકાલ ઘણી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેમાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી ઘણું કામ કરવામાં આવે છે. આ પ્લેટફોર્મ પણ AIની મદદથી કામ કરશે.
સેલ્સ અને ફાયનાન્સની આગાહી
સેમસંગ દ્વારા શરૂ કરવામાં આવેલું ફોરકાસ્ટજીપીટી એનાલિટિક્સની મદદથી આગાહી કરતું પ્લેટફોર્મ છે. રિટેલ, મેન્યુફેક્ચરીંગ, હેલ્થકેર, હોસ્પિટાલિટી અને કમ્યુનિકેશન ઇન્ડસ્ટ્રીમાં સેલ્સ અને ફાયનાન્સના પ્લાનિંગ માટે આગાહી કરતું આ પ્લેટફોર્મ છે. આ આગાહીમાં સેલ્સ કેટલું થશે, ડિમાન્ડની પેટર્ન કેવી હશે, સ્ટોકનું લેવલ કેટલું હશે, રેવેન્યુ, એક્સપેન્સ અને પૈસા કેટલા હશ પર હશેથી લઈને દરેક પ્રકારની માહિતી આપવામાં આવશે.
ફ્યુચર ટ્રેન્ડ્સ અને પર્ફોર્મન્સ
ભવિષ્યમાં ટ્રેન્ડ્સ શું હશે અને બિઝનેસમાં શું ચેન્જ કરવો પડશે એ આ પ્લેટફોર્મની મદદથી જાણી શકાશે. માર્કેટ જે ક્ષેત્રમાં ચોક્કસ ન હોય એ ઇન્ડસ્ટ્રી માટે આ પ્લેટફોર્મ કામ આવી શકે છે. સપ્લાઇ ચેન અને દરેક પ્રકારના ડેટાના આધારે આ પ્લેટફોર્મ આગાહી કરતું હોવાથી રિસ્ક કેટલું લેવું એ પહેલીથી નક્કી કરી શકાશે.