સેમસંગે લોન્ચ કરી S25 સીરિઝ, પહેલી વાર જોવા મળશે AI આધારિત ઓપરેટિંગ સિસ્ટમ
Samsung Galaxy S25: સેમસંગ દ્વારા તેની ફ્લેગશિપ ગેલેક્સી S25 સીરિઝને લોન્ચ કરવામાં આવી છે. સેમસંગ દ્વારા આ માટે ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમસંગ દ્વારા ત્રણ મોડલ લોન્ચ કરવામાં આવ્યાં છે. એમાં ગેલેક્સી S25, ગેલેક્સી S25+ અને હાઇ-એન્ડ મોડલ S25 અલ્ટ્રા લોન્ચ કરવામાં આવી છે. આ સીરિઝમાં ડાયનામિક AMOLED 2X ડિસ્પ્લેનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં ગેલેક્સી માટે સ્પેશિયલ સ્નેપડ્રેગન 8 ઇલાઇટ ચીપસેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડિવાઇઝમાં One UI 7 ઇન્ટરફેસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સેમસંગનું પહેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્લેટફોર્મ છે.
ડિસ્પ્લે અને સ્ટોરેજ
ગેલેક્સી S25માં 6.2 ઇંચ Dynamic AMOLED 2X ડિસ્પ્લે છે અને તેમાં 2340x1080 રિસોલ્યુશન આપવામાં આવ્યું છે. ગેલેક્સી S25+માં 6.7 ઇંચ Dynamic AMOLED 2X ડિસ્પ્લે છે અને તેમાં 3120x1440નું રિસોલ્યુશન આપવામાં આવ્યું છે. બન્ને ડિવાઇઝમાં 120Hz રિફ્રેશ રેટ આપવામાં તમે તમામ campaigns ડિવાઇઝમાં 128 GB, 256 GB અને 512 GB સ્ટોરેજનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ, S25+માં 256 GB અને 512 GBની સ્ટોરેજ આપવામાં આવી છે. બન્ને ડિવાઇઝમાં 12 GBની રેમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કેમેરા અને બેટરી
S25માં 4000 mAhની બેટરી કેપેસિટી છે અને 25W વાયર ચાર્જિંગ સપોર્ટ છે. S25+માં 4900 mAhની બેટરી અને 45W વાયર ચાર્જિંગ સપોર્ટ છે. બન્ને મોડલ વાયરલેસ ચાર્જિંગ પણ સપોર્ટ કરે છે. સેમસંગના મેગ્નેટ કેસનો ઉપયોગ કરવામાં આવે તો 15W ચાર્જિંગ સપોર્ટ મળી શકે છે. આ બન્ને મોડલમાં 50 MPનો મેઇન કેમેરા, 12 MPનો અલ્ટ્રા-વાઈડ કેમેરા, અને 10 MPનો ટેલીફોટો લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 12 MPનો સેલ્ફી કેમેરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ગેલેક્સી S25 અલ્ટ્રા
ડિસ્પ્લે અને સ્ટોરેજ: S25 અલ્ટ્રામાં 6.9 ઇંચ Dynamic AMOLED 2X ડિસ્પ્લે છે અને તેમાં 3120x1440 રિસોલ્યુશન આપવામાં આવ્યું છે. તેમાં પણ સ્નેપડ્રેગન 8 ઇલાઇટ ગેલેક્સી પ્રોસેસરનો સમાવેશ કરવામાં આવ્યો છે. 12 GB રેમ ધરાવતા આ ફોનમાં 256 GB, 512 GB અને 1 TBની સ્ટોરેજ આપવામાં આવી છે. તેમાં 5000 mAhની બેટરી કેપેસિટી અને 45W વાયર ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે.
કેમેરા: S25 અલ્ટ્રામાં 200 MPનો મેઇન કેમેરા આપવામાં આવ્યો છે. આ સાથે જ 50 MPનો અલ્ટ્રા-વાઇડ અને બે ટેલીફોટો કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે જ તેમાં 50 MPનો પ્રીસ્કોપ લેન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેનું ઓપ્ટિકલ ઝૂમ 5x છે. આ કેમેરામાં 12 MPનો સેલ્ફી કેમેરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ઓપરેટિંગ સિસ્ટમ
સેમસંગ ગેલેક્સી S25 સીરિઝમાં એન્ડ્રોઇડ 15 બેઝ્ડ One UI 7 ઓપરેટિંગ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સેમસંગની પહેલી ઓપરેટિંગ સિસ્ટમ છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત છે. આ સાથે જ આ સીરિઝ IP68 રેટેડ છે.
સ્ક્રીન પ્રોટેક્શન
સેમસંગ દ્વારા ગોરિલા આર્મર 2 ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે. આ મોબાઇલ ઇન્ડસ્ટ્રીનો પહેલો સ્ક્રેચ-રેસિસ્ટન્ટ અને એન્ટી-રીફ્લેક્ટિવ ગ્લાસ છે. લેબ ટેસ્ટ દરમ્યાન ગોરિલા આર્મર 2ને કોન્ક્રિટની જમીન પર 2.2 મીટર ઊંચાઈથી ફેંકવામાં આવે ત્યાં સુધી કૈં થયું ન હતું. આ સાથે જ માર્કેટમાં ઉપલબ્ધ અન્ય સ્ક્રેચ-રેસિસ્ટન્ટ ડિસ્પ્લે કરતાં આ ડિસ્પ્લે સ્ક્રેચ સામે ચાર ઘણું પ્રોટેક્શન આપે છે.
કેમેરા ફીચર્સ
ગેલેક્સી S25 સીરિઝમાં નવા ટૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એક ફોટો અને વીડિયો એડિટીંગ ટૂલ છે જે દરેક માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. ઓડિયો ઇરેઝર આપવામાં આવ્યું છે જે વીડિયોમાં ન જોઈતા અવાજને કાઢી શકે છે. આ સાથે જ ડેપ્થ-ઓફ-ફિલ્ડ કન્ટ્રોલ આપવામાં આવ્યું છે જે ડિજીટલ કેમેરા જેવો અનુભવ આપશે. પ્રોફેશનલ વીડિયો પ્રોડક્શન માટે સેમસંગ દ્વારા ગેલેક્સી લોગ પણ આપવામાં આવ્યું છે જે કલર ગ્રેડિંગ માટે ઉપયોગી છે. આ ડિવાઇઝમાં પ્રોટ્રેટ સ્ટુડિયો પણ છે જેની મદદથી યુઝર પોતાનો અવતાર બનાવી શકે છે અને તેમાં વિવિધ નવા ફિલ્ટર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
One UI 7માં નવું શું છે?
One UI 7માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એક એવી ઓપરેટિંગ સિસ્ટમ છે જેમાં ઘણી ક્ષમતા છે. ટેક્સ્ટ, સ્પીચ, પિક્ચર અને વીડિયો તમામ આધારિત ફીચર્સ છે અને એ એકદમ નોર્મલ ઇન્ટરેક્શન પૂરું પાડે છે. આ સાથે જ સિંગલ ક્લિક કરતાં જ ફોન નંબર, ઇમેલ એડ્રેસ અને URL કોની છે અને ક્યાંથી છે એ પણ યુઝરને જણાવી દેશે. આ માટે ગૂગલ સર્કલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડિવાઇઝ પર આવેલા કોઈ પણ ફોનની કોલ ટ્રાન્સક્રિપ્ટ ઓટોમેટિક કરવામાં આવશે અને એને નોટ્સ ફોર્મેટમાં દેખાડવામાં આવશે.
ગેલેક્સી AI શું કરી શકે છે?
ગેલેક્સી AIને ફ્લાઇટ્સ વિશે પૂછવામાં આવે, તો એ રિયલ ટાઇમમાં બેસ્ટ ડીલ શું છે એ જણાવી દેશે. એ સર્ચ રિઝલ્ટને ગેલેક્સી AI સેમસંગ નોટ્સમાં પણ સેવ કરી શકે છે. આ માહિતીને યુઝર જ્યારે ઇચ્છે ત્યારે જોઈ શકે છે અથવા તો અન્ય સાથે શેર કરી શકે છે. વિદેશમાં ગયા હોય અને ત્યાંનું લોકલ ફૂડ ટેસ્ટ કરવું હોય, પરંતુ શું સારું મળે છે અને ભાષા ખબર ન હોય, તો એ માટે પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. આ માટે યુઝરે સાઇડ બટન દબાવીને કહેવાનું રહેશે કે મેન્યુ સ્કેન કરો અને ભોજન માટે સજેશન આપ. આટલું કહેતાં ગેલેક્સી AI યુઝરને એ મેન્યુમાંથી શું લોકલ ફૂડ બેસ્ટ છે એ જણાવી દેશે. આ સાથે જ મેન્યુને ટ્રાન્સલેટ પણ કરી આપશે.
કિંમત
સેમસંગ ગેલેક્સી S25 ની કિંમત ₹80,999થી શરૂ થાય છે અને આ કિંમત 128 GB વર્ઝનની છે. ગેલેક્સી S25+ ની કિંમત ₹99,999થી શરૂ થાય છે અને આ કિંમત 256 GB વર્ઝનની છે. ગેલેક્સી S25 અલ્ટ્રા ની કિંમત ₹1,29,999થી શરૂ થાય છે અને આ કિંમત 256 GB વર્ઝનની છે. ત્રણેય મોડલને ચાર કલરમાં રજૂ કરવામાં આવ્યાં છે.
ઓફર
સેમસંગ દ્વારા હાલમાં ખાસ ઓફર રજૂ કરવામાં આવી છે. S25+ અને S25 અલ્ટ્રા 256 GB ને પ્રી-બૂક કરવામાં આવે તો કંપની દ્વારા એ જ કિંમતમાં 512 GB આપવામાં આવશે. આ સાથે જ ₹7000 ના બડ્સ 3 અને ₹18000નું વોચ અલ્ટ્રા પણ આપવામાં આવશે. આ સીરિઝનું વેંચાણ ફેબ્રુઆરી 7 થી શરૂ કરવામાં આવશે.