Get The App

ગેલેક્સી S25 અલ્ટ્રાની લોન્ચ પહેલાં જ ઇમેજ લીક કરનાર કર્મચારીઓને નોકરી પરથી કાઢી મૂક્યા સેમસંગે

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
ગેલેક્સી S25 અલ્ટ્રાની લોન્ચ પહેલાં જ ઇમેજ લીક કરનાર કર્મચારીઓને નોકરી પરથી કાઢી મૂક્યા સેમસંગે 1 - image


Samsung S25 Photo Leaked: સેમસંગ તેની ગેલેક્સી S25 સિરીઝ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે ત્યારે તે એક અલગ સમાચારને કારણે ચર્ચામાં આવી છે. સેમસંગે તેના કેટલાંક કર્મચારીને હાલમાં જ નોકરી પરથી કાઢી મૂક્યા છે. આ કર્મચારીએ ગેલેક્સી S25ની ઇમેજ લીક કરી હોવાથી તેમને નોકરી પરથી કાઢવામાં આવ્યા છે.

ક્યારે લોન્ચ થઈ રહી છે સિરીઝ?

સેમસંગ તેની ફ્લેગશિપ સિરીઝ ગેલેક્સી S25ને 2025ની 22 જાન્યુઆરીએ લોન્ચ કરી રહી છે. જોકે એ પહેલાં જ આ ડિવાઇઝની ઇમેજ ઓનલાઇન વાઇરલ થઈ છે. આ ઇમેજને કંપનીના કર્મચારી દ્વારા જ વાઇરલ કરવામાં આવી છે.

કંપનીએ લીધા કડક પગલાં

સેમસંગ તેની ડિવાઇઝને લોન્ચ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે. આ માટે તેમણે ઇવેન્ટનું આયોજન પણ કર્યું છે. આ ઇવેન્ટ પહેલાં જ લોકોને ડિવાઇઝ કેવી છે તેની જાણ ફોટોને જોઈને થઈ ગઈ છે. આથી કંપની દ્વારા આ વાતને હળવાશમાં લેવામાં આવી નથી. કંપનીએ તરત જ તપાસ શરૂ કરી હતી અને જેમાં જે વ્યક્તિ જવાબદાર હતો, તેને તરત જ કાઢી મૂકવામાં આવ્યો હતો. જો કે એક જ નહીં, પરંતુ ઘણા લોકો જે આ માટે જવાબદાર હતા, તેમને કાઢી મૂકવામાં આવ્યા છે.

કેવી રીતે લીક થઈ એની જાણ થઈ?

ટ્વિટર તરીકે પહેલાં ઓળખાતા X પર @Jukanlosreve એકાઉન્ટ દ્વારા એક ઇમેજ શેર કરવામાં આવી હતી. આ ઇમેજ ગેલેક્સી S25ની હતી. આ ઇમેજને જોતાની સાથે જ તે સતત વાઇરલ થવા લાગી હતી અને ટ્રેન્ડમાં આવી હતી અને ત્યાર બાદ એ દુનિયાભરના સમાચારમાં આવી ગઈ હતી.

લીક કોણે કરી અને કેવી રીતે શોધ્યો સેમસંગે?

આ એકાઉન્ટ પર જે ફોટો લીક કર્યો હતો તેમાં ડિવાઇઝનો આઇડેન્ટિફિકેશન નંબર પણ દેખાઇ રહ્યો હતો. આ નંબર પરથી તે ડિવાઇઝ કોની પાસે હતી તે શોધવામાં આવ્યું અને ત્યારબાદ તે કર્મચારીને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો. આ લાપરવાહીને જોતા કંપનીએ એ માટે જવાબદાર અન્ય કર્મચારીઓને પણ નોકરી પરથી કાઢી મૂક્યા છે.

આ પણ વાંચો: 850 કરોડ રૂપિયાના બંકરની કન્ટ્રોવર્સી વિશે ઝકરબર્ગે કહ્યું, ‘સંકટના સમયે રહેવા માટેનું શેલ્ટર છે’

નવાઈની વાત નથી

ટેક્નોલોજીની કંપનીઓ માટે આ લીક નવાઈની વાત નથી. ઘણી ડિવાઇઝના ફોટો લીક થતા હોય છે. એપલના પણ ઘણા ફોટો લીક થતા હોય છે. જો કે આ રીતે જ્યારે ફોટો લીક થાય ત્યારે કંપનીને ખૂબ જ મોટી અસર થાય છે. ઘણી કંપનીઓ અનબોક્સિંગ માટે પણ ઇવેન્ટ રાખે છે. આ દરમ્યાન તેઓ લોકોને સરપ્રાઇઝ આપવા માગતા હોય છે. જો કે ફોટો લીક થતા એ સરપ્રાઇઝ નથી રહેતી.


Google NewsGoogle News