Get The App

સેમસંગના ઇયર બડ્સ કાનમાં હતા ત્યારે જ થયો બ્લાસ્ટ, મહિલાને હંમેશાં માટે સંભળાતું બંધ થઈ ગયું

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
સેમસંગના ઇયર બડ્સ કાનમાં હતા ત્યારે જ થયો બ્લાસ્ટ, મહિલાને હંમેશાં માટે સંભળાતું બંધ થઈ ગયું 1 - image


Samsung Galaxy Buds FE: સેમસંગ ગેલેક્સી બડ્સ FEને થોડા સમય પહેલાં જ લોન્ચ કરવામાં આવ્યા છે જેમાં હાલમાં જ વિસ્ફોટ થયો હતો. તૂર્કીમાં એક મહિલાએ જ્યારે કાનમાં આ હેડફોન પહેર્યા હતા ત્યારે એ ઘટના થઈ હતી, જેને કારણે તેને હંમેશાં માટે સંભળાતું બંધ થઈ ગયું છે.

હેડફોનમાં થયો વિસ્ફોટ

તૂર્કીની એક ફોરમ પર આ ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ સેમસંગના બડ્સમાં વિસ્ફોટ થયેલા ફોટો શેર કરીને કહ્યું હતું કે તેની ગર્લફ્રેન્ડ જ્યારે આ હેડફોનનો ઉપયોગ કરી રહી હતી ત્યારે કાનમાં જ વિસ્ફોટ થયો હતો. આ કારણે તેની ગર્લફ્રેન્ડના કાન ડેમેજ થઈ ગયા છે. આ કારણે તેને આજીવન સંભળાતું બંધ થઈ ગયું છે.

આ પણ વાંચો: હવે સોન્ગની સાથે વીડિયો રેકોર્ડિંગ વધુ સરળ, ટ્રાવેલિંગ વખતે કોઈ ટેન્શન જ નહીં

સેમસંગના ઇયર બડ્સ કાનમાં હતા ત્યારે જ થયો બ્લાસ્ટ, મહિલાને હંમેશાં માટે સંભળાતું બંધ થઈ ગયું 2 - image

અન્ય પ્રોડક્ટ પણ થઈ હતી બ્લાસ્ટ

સેમસંગના અગાઉ મોબાઇલમાં પણ આ રીતે બ્લાસ્ટ થતાં હતાં. સેમસંગ ગેલેક્સી નોટ 7માં બેટરી ઇશ્યુ આવ્યો હતો. આ કારણે એની બેટરી બ્લાસ્ટ થઈ રહી હતી. આ કારણે દરેક મોબાઇલને ફરી મંગાવવા પડ્યા હતા. આથી આ બડ્સ એટલે કે બ્લુટૂથ હેડફોન સેમસંગની પહેલી પ્રોડક્ટ નથી જેમાં બ્લાસ્ટ થયા હોય.

સેમસંગે શું કહ્યું?

સેમસંગ દ્વારા આ ડિવાઇઝની તપાસ કરવામાં આવી છે. જોકે આ બ્લાસ્ટ કેમ થયો એ વિશે તેમણે કોઈ જવાબ નથી આપ્યો. તેમણે આ પ્રોડક્ટનું રીપ્લેસમેન્ટ આપ્યું હતું, પરંતુ એ બ્લાસ્ટ કેમ થયો એ વિશે કોઈ જવાબ નથી આપ્યો. તેમજ મહિલાને સંભળાતું બંધ થઈ ગયું એ વિશે પણ કોઈ વાત કરવામાં નથી આવી. આ વિશે સેમસંગ દ્વારા હજી સુધી કોઈ સ્ટેટમેન્ટ પણ જાહેર કરવામાં નથી આવ્યું.


Google NewsGoogle News