Get The App

સેમસંગની નવી યોજના: મોબાઇલમાં હવે સેટિંગ્સ એપ્લિકેશન જોવા નહીં મળે એવી ચર્ચા, એની જગ્યા લેશે AI

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
સેમસંગની નવી યોજના: મોબાઇલમાં હવે સેટિંગ્સ એપ્લિકેશન જોવા નહીં મળે એવી ચર્ચા, એની જગ્યા લેશે AI 1 - image


Samsung To Remove Settings App: સેમસંગ તેના ગેલેક્સી સ્માર્ટફોનમાંથી સેટિંગ્સની એપ્લિકેશન કાઢી નાખશે એવું પ્લાનિંગ કરી રહ્યું હોવાની ચર્ચા છે. ગૂગલ દ્વારા એન્ડ્રોઇડ 15 રિલીઝ કરવામાં આવી છે. જોકે સ્ટેબલ રિલીઝ દરેક મોડલ માટે રિલીઝ કરવામાં આવી નથી. સેમસંગ બહુ જલદી એમાં બદલાવ કરી સેટિંગ્સ એપ્સને એમાંથી કાઢી નાખશે એવી ચર્ચા છે.

AIનો ઉપયોગ

સેમસંગ ગેલેક્સી S24 FEમાંથી સેટિંગ્સ એપ કાઢી નાખવામાં આવી છે અને એની જગ્યા હવે AI લેશે એવી ચર્ચા છે. સેમસંગનું માનવું છે કે યુઝરની દરેક જરૂરિયાતને AI પૂરી કરી શકે છે. આથી સેટિંગ્સ એપની હવે કોઈ જરૂરિયાત નથી રહી.

સેટિંગ્સની જગ્યાએ AIનો ઉપયોગ

સેમસંગ હાલમાં સેટિંગ્સ-ફ્રી મોબાઇલ પર કામ કરી રહ્યું છે. આ મોબાઇલમાં સેટિંગ્સની જગ્યાએ પાવરફૂલ એડવાન્સ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવશે. સેમસંગ કેવી રીતે પ્લાનિંગ કરી રહી છે એ હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી. જો કે AI યુઝરની ડિવાઇઝ ઉપયોગ કરવાની રીતથી શીખશે અને એ મુજબ મોબાઇલની પર્ફોર્મન્સ મોનિટર કરશે.

સેમસંગની નવી યોજના: મોબાઇલમાં હવે સેટિંગ્સ એપ્લિકેશન જોવા નહીં મળે એવી ચર્ચા, એની જગ્યા લેશે AI 2 - image

ટેન્શન મુક્ત અનુભવ

સેમસંગ દ્વારા તેના AIમાં ઘણાં બદલાવ કરવામાં આવી રહ્યાં છે. સ્માર્ટફોનની પર્ફોર્મન્સ, નોટિફિકેશન, સ્ક્રીન બ્રાઇટનેસ અને લેઆઉટ કસ્ટમાઇઝેશનમાં પણ AIનો ઉપયોગ કરવામાં આવશે. AIનો મુખ્ય ફોક્સ કેમેરા અને કીબોર્ડના ફંક્શન પર હશે. આજે દરેક કંપની AI પર ભાર આપી રહી છે. જો કે સેમસંગ એક સ્ટેપ આગળ જઈ રહ્યો છે. કેમેરા ઓટોમેટિક ફોટોને એડિટ કરવાની સાથે ફોટો કયા મોડમાં પાડવામાં આવે તે પણ જાતે જ નક્કી કરશે. ઉદાહરણ તરીકે યુઝર સાંજ અને રાત વચ્ચેના સમયે ફોટો ક્લિક કરતો હોય તો એ સમયે નાઇટમોડની જરૂર પડશે કે નહીં એ કેમેરા ઓટોમેટિક નક્કી કરશે. નાઇટમોડ ઓફ હશે તો રાતે ફોટો ક્લિક કરતી વખતે કેમેરા ઓટોમેટિક નાઇટમોડનો ઉપયોગ કરશે. આથી યુઝરને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, કેમેરાનું AI ઓટોમેટિક દરેક કામ કરી લેશે.

આ પણ વાંચો: શોપિંગ ગાઇડ: શું ખરીદવું અને શું નહીં એ માટે AI ટૂલ કરશે સહાય

યુઝરની લખવાની સ્ટાઇલ પર ફોકસ

અત્યાર સુધી કીબોર્ડ શબ્દોનો સૂચન કરે છે, પરંતુ એ એવા શબ્દો હોય છે જેનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે. જો કે AI હવે યુઝરની વાત કરવાની સ્ટાઇલને સ્ટડી કરશે. આ સ્ટડી કર્યા બાદ કીબોર્ડ પર એજ શબ્દને સજેસ્ટ કરવામાં આવશે જે યુઝર સામાન્ય રીતે વાતચીતમાં ઉપયોગ કરે છે. આથી AIના કેટલાંય ફીચર્સ આવી રહ્યાં છે જે યુઝર માટે બહુ જ સરળતા સાથે કામ કરશે.


Google NewsGoogle News