Get The App

Sam Altmanની OpenAIમાં વાપસીનું એલાન, કંપનીના તમામ કર્મચારીઓએ રાજીનામાની આપી હતી ધમકી

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
Sam Altmanની OpenAIમાં વાપસીનું એલાન, કંપનીના તમામ કર્મચારીઓએ રાજીનામાની આપી હતી ધમકી 1 - image


Image Source: Twitter

- સેમને હટાવ્યા બાદ OpenAIના પ્રેસિડેન્ટ Greg Brockmanએ પણ રાજીનામું આપી દીધુ હતું

નવી દિલ્હી, તા. 22 નવેમ્બર 2023, બુધવાર

Open AI હાલમાં ચર્ચામાં છે. આ ચર્ચા CEOને વારંવાર બદલવાના કારણે છે. ગત અઠવાડિયે Sam Altmanને તાત્કાલિક CEOના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. બોર્ડે અચાનક આ નિર્ણય લીધો હતો અને Google Meet પર સેમ ઓલ્ટમેનને તેની જાણકારી આપી હતી. સેમને હટાવ્યા બાદ OpenAIના પ્રેસિડેન્ટ Greg Brockmanએ પણ રાજીનામું આપી દીધુ હતું. 

જોકે, સેમ ઓલ્ટમેનની Open AIમાં વાપસી થઈ રહી છે. કંપનીએ તેની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી છે. હકીકતમાં સેમ ઓલ્ટમેનને CEOના પદ પરથી હટાવી દીધા બાદ OpenAIના ઘણા કર્મચારીઓએ રાજીનામુ આપવાની ધમકી આપી હતી. 

Sam Altmanની OpenAIમાં વાપસી

કંપનીએ લખ્યું કે, અમે એક નવા બોર્ડની સાથે OpenAIના CEO તરીકે સેમ ઓલ્ટમેનની વાપસી માટે એક એગ્રીમેન્ટ ઈન પ્રિન્સિપલ પર પહોંચ્યા છે. આ બોર્ડમાં Bret Taylor (Chair), Larry Summers અને Adam D'Angelo છે. અન્ય ડિટેલ્સ માટે અમે સંપર્ક કરી રહ્યા છીએ. આ દરમિયાન ધીરજ બનાવી રાખવા માટે આભાર વ્યક્ત કરીએ છીએ. 

આ અઠવાડિયાની શરૂઆતમાં એટલે કે, સોમવારે જ Microsoftએ સેમ ઓલ્ટમેનને નવા પદ પર નિયુક્ત કરવાની માહિતી આપી હતી. માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ X પર તેની ડિટેલ્સ શેર કરી હતી. 

તેમણે જણાવ્યું હતું કે, Emmett Shear ઓપન એઆઈના નવા બોસ હશે. બીજી તરફ સેમ ઓલ્ટમેન અને Greg Brockman બંને જ માઈક્રોસોફ્ટની નવી એડવાન્સ AI રિસર્ચ ટીમની કમાન સંભાળશે.

કર્મચારીઓનો વિરોધ

સેમ ઓલ્ટમેનની કંપનીમાંથી હકાલપટ્ટી થતાં જ તેમની કંપનીના કર્મચારીઓથી લઈને ઈન્વેસ્ટરો સુધી આવી ગયા હતા. એવા અહેવાલો આવવા લાગ્યા હતા કે, OpenAIના ઈન્વેસ્ટર્સ સેમની વારસીની માંગ કરી રહ્યા છે. આટલું જ નહીં કર્મચારીઓએ પણ કંપનીના આ નિર્ણય સામે મોરચો ખોલી દીધો હતો. ઘણા કર્મચારીઓએ રાજીનામા પણ રજૂ કરી દીધા હતા. 


Google NewsGoogle News