ભારત પ્રત્યે સેમ ઓલ્ટમેનનો પ્રેમ છલકાયો, ઈન્ડિયાની ટી-શર્ટમાં ક્રિકેટ રમતો જિબ્લી ફોટો બનાવ્યો
Sam Altman Create Ghibli Photo In Indian Tshirt: સેમ ઓલ્ટમેનનું કહેવું છે કે ભારતમાં AI નો ઉપયોગ ખૂબ જ વિપુલ પ્રમાણમાં થઈ રહ્યો છે. આથી એને સેલિબ્રેટ કરતાં, ટીમ ઇન્ડિયાની ટીશર્ટમાં ક્રિકેટ રમતો જિબ્લી ફોટો બનાવીને શેર કર્યો હતો. ક્રેડ કંપનીના સીઈઓ કુનાલ શાહે તેના આ પ્રયત્નની ખૂબ જ પ્રશંસા કરી હતી.
સેમ ઓલ્ટમેન અને ઇન્ડિયાના સંબંધ
એક સમય હતો જ્યારે સેમ ઓલ્ટમેને કહ્યું હતું કે ઇન્ડિયા દ્વારા ચેટજીપીટી જેવું મોડલ બનાવવું નકામું છે. જો કે હવે સેમ ઓલ્ટમેન માને છે કે ઇન્ડિયામાં AI નો ઉપયોગ જે રીતે થઈ રહ્યો છે તે ગજબ છે. OpenAI ના સીઇઓનું આ હૃદય પરિવર્તન જિબ્લી સ્ટુડિયો થીમ ટ્રેન્ડ બાદ જોવા મળ્યું છે. જો કે તેનો આ પરિવર્તન ખરેખર છે કે પબ્લિસિટી સ્ટન્ટ છે એ મુદ્દે યુઝર્સ સવાલો કરી રહ્યાં છે.
શું કહ્યું સેમ ઓલ્ટમેને?
જિબ્લીને લઈને ચેટજીપીટીનો જે ઉપયોગ થયો છે તે ખૂબ જ કાબીલેતારીફ છે. આથી, સેમ ઓલ્ટમેને પોતાની ટીમ ઇન્ડિયાની ટીશર્ટ પહેરી ક્રિકેટ રમતો જિબ્લી થીમનો ફોટો શેર કર્યો હતો. આ સિવાય પણ પોસ્ટ કરીને સેમ ઓલ્ટમેને કહ્યું હતું, ‘ઇન્ડિયામાં AIનો ઉપયોગ જે રીતે થઈ રહ્યો છે એ જોવું ખૂબ જ અદ્ભુત છે. ક્રિએટીવિટીમાં ભારત દુનિયાના દરેક દેશને પાછળ છોડી રહ્યું છે.’ તેની આ પોસ્ટ પર જવાબ આપતાં ક્રેડના ફાઉન્ડર કુનાલ શાહે કહ્યું, ‘દુનિયાભરમાં માસિક એક્ટિવ યુઝર્સમાં ભારત સૌથી મોખરે છે.’
prompt: sam altman as a cricket player in anime style pic.twitter.com/kgflS6dT6o
— Sam Altman (@sama) April 2, 2025
કંપનીઓ કરે છે દેખાડો
ટેક કંપનીઓ માસિક એક્ટિવ યુઝર્સ ને લઈને દેખાડો કરે છે. સૌથી વધુ એક્ટિવ યુઝર્સ ધરાવતી કંપની ઘણી વખત તેનો ખૂબ જ પ્રચાર કરે છે. આ આંકડાઓને જગજાહેર કરવાથી તેમની લોકપ્રિયતા વધે છે, અને તેથી કંપનીઓ વધુ નાણાં કમાય છે. ભારતમાં અબજથી વધુ લોકો રહે છે અને સ્માર્ટફોનના વપરાશકર્તા પણ એટલાં જ છે. AI ની દુનિયામાં આ આંકડાઓ સોનાની ખાણ જેવા છે.
અગાઉ પણ ભારતની પ્રશંસા કરી હતી સેમ ઓલ્ટમેને
સેમ ઓલ્ટમેન હાલમાં ભારત પર ખૂબ જ ધ્યાન આપી રહ્યો છે. જિબ્લી ટ્રેન્ડ બાદ તેની ભારત પ્રત્યેની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જિબ્લી ફોટો પર પણ પ્રતિભાવ આપ્યો હતો. એ સમયે, તેણે કોમેન્ટમાં ભારતનો ધ્વજ શામેલ કર્યો હતો. આથી, OpenAI માટે ભારત અત્યંત મહત્વનો દેશ બની રહ્યો છે. દરેક કંપની હવે AI નો વધુ ઉપયોગ કરી રહી છે, અને તે દરેક એપ્લિકેશનમાં દાખલ થઇ રહ્યું છે.