ગૂગલને દંડ કર્યો રશિયાએ: રશિયન સૈનિકોએ કેવી રીતે સરન્ડર કરવું એ વીડિયોને લઈને થઈ બબાલ
Russia Fines Google: રશિયાની કોર્ટ દ્વારા ગૂગલને દંડ કરવામાં આવ્યો છે. યૂટ્યુબ પર એક વીડિયો છે જેમાં રશિયન સૈનિકોએ કેવી રીતે સરન્ડર કરવું તે વિશે જણાવવામાં આવ્યું છે. આ વીડિયોને લઈને ગૂગલને અંદાજે 36 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રશિયા છેલ્લા થોડા સમયથી ફોરેન ટેક્નોલોજી પ્લેટફોર્મને રેગ્યુલેટ કરવાની કોશિશ કરી રહ્યું છે તથા તે તમામ કન્ટેન્ટને કાઢી રહી છે જે તેમને ગેરકાયદેસર લાગે છે.
કન્ટેન્ટ કાઢવું અને દંડ કરવો
રશિયા તેના વર્તનને લઈને જાણીતું છે. જેને તેમને પસંદ નથી તે ઇન્ટરનેટ પરથી બેન કરવામાં આવે છે. રશિયાનો અત્યાર સુધીનો ઇતિહાસ છે કે તેણે ઘણાં કન્ટેન્ટને બેન કરાવ્યા છે. યુક્રેન સાથેના યુદ્ધમાં પણ તેણે ઘણાં સમાચારને ખોટા કહીને બંધ કરાવ્યા હતા. જો કોઈપણ પ્લેટફોર્મ આ ઓર્ડરનું પાલન ન કરે તો તેને દંડ કરવામાં આવે છે. રશિયા દ્વારા મોટો દંડ કરવામાં નથી આવતો, પરંતુ તેઓ નાના-નાના રેગ્યુલર દંડ કરતાં રહે છે. રશિયાએ હાલમાં જે દંડ કર્યો તે અંગે ગૂગલ દ્વારા હજી સુધી કોઈ સ્ટેટમેન્ટ જાહેર થયું નથી.
રશિયા અને યૂટ્યુબ વચ્ચેનો વિવાદ
રશિયા અને યૂટ્યુબ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. યૂટ્યુબ દ્વારા રશિયા પર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે તે જાણી જોઈને યૂટ્યુબીન ડાઉનલોડ સ્પીડ ઓછી કરી રહ્યો છે. આ કારણે રશિયાના યૂઝર્સ સારી રીતે વીડિયો જોઈ શકતા નથી. યૂટ્યુબ પર રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન અને તેની સરકારની ટીકા કરતાં ઘણા વિડિયો છે અને તેથી સ્પીડ ઓછી કરી દેવાઈ હોવાની ચર્ચા છે. જો કે, રશિયા દ્વારા આ આરોપ ફગાવી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ ગૂગલ કંપનીની નિષ્ફળતા છે કે તે તેના સાધનોને અપગ્રેડ નથી કરી રહ્યા.
આ પણ વાંચો: ઇલોન મસ્કે લોન્ચ કર્યું ગ્રોક 3, સૌથી પાવરફુલ AIના લોન્ચ દરમિયાન ડેમો માટે બનાવી ગેમ
પોલિટિકલ ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો હોવાનો આરોપ
ડિસેમ્બર દરમિયાન પુતિન દ્વારા ગૂગલ પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે અમેરિકાની સરકાર દ્વારા તેનો એક ટૂલ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમેરિકાની સરકાર તેના ફાયદા મુજબ ગૂગલ જેવી કંપનીનો ઉપયોગ કરી રહી છે એવું કહેવામાં આવ્યું હતું. આ કારણે ગૂગલ જેવી અન્ય કંપનીઓ માટે પણ રશિયામાં કામ કરવું વધુ મુશ્કેલ બન્યું છે.