Get The App

રશિયાની ચેનલ્સને ગૂગલ દ્વારા બેન કરાતા ફટકારાયો દંડ, કેલ્ક્યુલેટર પણ ગણતરી ન કરી શકે!

Updated: Oct 31st, 2024

GS TEAM


Google News
Google News
રશિયાની ચેનલ્સને ગૂગલ દ્વારા બેન કરાતા ફટકારાયો દંડ, કેલ્ક્યુલેટર પણ ગણતરી ન કરી શકે! 1 - image


Russia Fined Google: ગૂગલને રશિયા દ્વારા 2.5 ડેસિલિયન ડોલરનો દંડ કરવામાં આવ્યો છે. 2.5 ડેસિલિયન એટલે કે 2,500,000,000,000,000,000,000,000,000,000,000 ડોલર થાય છે. આ આંકડો અમેરિકન ડોલરમાં છે, એટલે કે તેને રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો કમ્પ્યુટર કે કેલ્ક્યુલેટર બંને હેંગ થઈ શકે છે. આ આંકડો વર્લ્ડ બેન્કના આંકડા અનુસાર દુનિયાની 100 ટ્રિલિયન અમેરિકન ડોલર ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) કરતા પણ વધુ છે. ફક્ત એક દેશ નહીં, પરંતુ દુનિયાના તમામ દેશોની GDP કરતા પણ વધુ છે.

કેમ દંડ કરવામાં આવ્યો?

ગૂગલ દ્વારા રશિયાના કેટલાક મીડિયાને બેન કરવામાં આવ્યા છે. આ મીડિયા એવા છે જે રશિયા વિશે સારી વાતો કરે છે અને ગૂગલનું માનવું છે કે તે પ્રોપાગન્ડા ચલાવતા હોય છે. આથી ગૂગલ દ્વારા આ તમામ મીડિયાને બેન કરવામાં આવ્યા.

2020માં કર્યું હતું બેન

ગૂગલના યૂટ્યુબ દ્વારા 2020માં રશિયાની કેટલીક ચેનલ્સને બેન કરવામાં આવી હતી. અમેરિકા દ્વારા આ ચેનલ્સ પર સવાલો ઉઠાવવામાં આવતાં ગૂગલએ આ પગલું લીધું હતું. રશિયાની મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની ચેનલ Zvezda સહિત ટોટલ 17 મીડિયા સ્ટેશનના કન્ટેન્ટને બ્લોક કરવામાં આવતાં તેમણે કેસ કર્યો હતો. ચાર વર્ષ બાદ રશિયાની કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે અને એ દંડની રકમ જોઇને આશ્ચર્યમાં મુકાઇ ગયા છે.

આ પણ વાંચો: રશિયન મીડિયાને બેન કર્યું મેટાએ, ‘વિદેશી દખલગિરી’નું નામ આપી આ પગલું ભર્યું

રશિયાની ચેનલ્સને ગૂગલ દ્વારા બેન કરાતા ફટકારાયો દંડ, કેલ્ક્યુલેટર પણ ગણતરી ન કરી શકે! 2 - image

કેવી રીતે દંડની ગણતરી કરવામાં આવી?

કોર્ટ દ્વારા રોજના એક લાખ રૂબલ, એટલે કે અંદાજે 1025 અમેરિકન ડોલરનો દંડ કરવામાં આવ્યો છે. આ આંકડો દર અઠવાડિયે બમણો થશે. એટલે કે પહેલી તારીખે 1025 અમેરિકન ડોલર હોય, તો આઠમી તારીખે 2050 અમેરિકન ડોલર અને પંદરમી તારીખે 4100 અમેરિકન ડોલર. આ રીતે ગણતરી કરવામાં આવતા આ આંકડો 2.5 ડેસિલિયન ડોલર પર પહોંચી ગયો છે.

નવ મહિનામાં રકમ નહીં ચૂકવાય તો ફરી દંડ

રશિયાની કોર્ટ દ્વારા વહેલી તકે ચેનલ્સને રિસ્ટોર કરવા અને આ દંડની રકમ ભરવા માટે સૂચના આપવામાં આવી છે. નવ મહિનાની અંદર આ રકમ ભરવામાં નહીં આવી તો વધુ દંડ લગાવવામાં આવશે.

આ પણ વાંચો: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે 2030 સુધીમાં 10 બિલિયન આઇફોન જેટલો ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ થવાની સંભાવના

ગૂગલ વર્સિસ રશિયા

ગૂગલ અને રશિયા વચ્ચે ઘણા સમયથી મતભેદ ચાલી રહ્યા છે. ગૂગલ દ્વારા 2020માં જ્યારથી ચેનલ્સને બ્લોક કરવાનું શરૂ કર્યું, ત્યારથી બંને વચ્ચેનું ટેન્શન વધતું રહ્યું છે. 2022માં રશિયા દ્વારા ગૂગલનું બેન્ક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યું હતું જે હજી પણ સીઝ જ છે. ગૂગલના રશિયામાં 200 કર્મચારીઓ હતા, જેઓમાંથી કેટલાને છૂટી દેવામાં આવ્યા છે અને કેટલાકને અન્ય દેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

ગૂગલ અડીખમ

ગૂગલએ તેના વાર્ષિક રિપોર્ટમાં બતાવ્યું છે કે રશિયામાં તેનું કામ બંધ થઈ ગયુ હોવા છતાં તેને કોઈ ફરક નથી પડ્યો. કંપનીએ 2023ની સરખામણીએ આ વર્ષે વધુ પ્રોફિટ કર્યો છે. જો ગૂગલનો ઉપયોગ રશિયામાં સંપૂર્ણ બંધ થઈ જશે તો પણ તેને ફરક નહીં પડે, એમ તેમણે આડકતરી રીતે જણાવી દીધું છે. જો કે આ દંડ પછી ગૂગલ દ્વારા હજી સુધી કોઈ કમેન્ટ કરવામાં નથી આવી.

મેટાને પણ કરવામાં આવશે દંડ?

ગૂગલની જેમ મેટા કંપનીએ પણ રશિયન મીડિયાને બેન કર્યું છે. આથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરના એકાઉન્ટ બેન થવાથી થોડા સમય બાદ મેટા કંપની પર પણ કેસ કરવામાં આવે અને એને પણ દંડ કરવામાં આવે તો નવાઈ નહીં.

Tags :