નૈરોબીના આ કાફેમાં રોબોટ આપે છે ભોજન, ટેક્નોલોજી અને ટ્રેડિશનલ સર્વિસનું અદ્ભુત મિશ્રણ
Robot Cafe: નૈરોબીના રોબોટ કાફે ઇસ્ટ આફ્રિકામાં ખૂબ જ જાણીતું છે. એમાં કાફેમાં આવનાર વ્યક્તિને ભોજન પહોંચાડતા રોબોટ્સની સુવિધા છે, જેમને પરંપરાગત સેવા સાથે ટેક્નોલોજી મિશ્રણ તરીકે જોવામાં આવે છે. આ કાફેના માલિક મોહમ્મદ અબ્બાસ આંતરરાષ્ટ્રીય રોબોટિક સેવાઓથી પ્રેરિત હોવાથી આ સેવા ખૂબ મોંઘી હોવા છતાં રોબોટનો સમાવેશ કાફેમાં કરવામાં આવ્યો છે. અમુક કાર્યો માટે વેઈટર્સ રાખવામાં આવ્યા છે. જોકે રોબોટને જે સૂચના આપવામાં આવે છે એ તેઓ કરે છે.
અદ્ભુત ભોજનનો અનુભવ
કેન્યાની રાજધાની અને "સિલિકોન સવાન્ના" તરીકે ઓળખાતું નૈરોબી એક સમૃદ્ધ ટેક હબ છે, જેમાં નવો ભોજનનો અનુભવ ગ્રાહકોને આકર્ષિત કરી રહ્યો છે. રોબોટ કાફેમાં બાળકો ખૂબ જ હસતાં હોય છે અને લોકો ભોજન કરતાં રોબોટ જે ટ્રેમાં ભોજન લઈને આવે છે એનું શૂટિંગ કરવામાં વ્યસ્ત વધુ રહે છે. નૈરોબીમાં આવું આ પહેલું કાફે છે. આ કાફેમાં ત્રણ રોબોટ રાખવામાં આવ્યાં છે. આ રોબોટનું નામ ક્લેર, R24 અને નાદિયા રાખવામાં આવ્યું છે.
એશિયા અને યુરોપના દેશથી પ્રેરિત
એશિયા અને યુરોપના દેશમાં રોબોટ પાસેથી આ કાફેના માલિકે પ્રેરણા લીધી હતી. આ રોબોટને ઇમ્પોર્ટ કરવાના ખૂબ જ પૈસા થયા હતા. જોકે એને જોવા માટે લોકો આવે છે અને એને કારણે કાફે સતત વ્યસ્ત રહે છે. કસ્ટમરને પણ આ કાફેમાં યુનિક એક્સપિરિયન્સ મળે છે. કેન્યામાં આ પહેલાં લોકોએ ક્યારેય રોબોટ નહોતા જોયા. આ રોબોટ વધુ વાતચિત નથી કરી શકતા, પરંતુ યોર ઓર્ડર ઇઝ રેડી અને વેલકેમ જેવા શબ્દો બોલી શકે છે.
આ પણ વાંચો: ગૂગલ મેપ્સની મદદથી વધુ આવી શકે છે કારની એવરેજ, આ ફીચરને ઓન કરવું જરૂરી...
ટેક્નોલોજી અને ટ્રેડિશનલનું મિશ્રણ
ત્રણ રોબોટ હોવા છતાં આ કાફેમાં ઘણાં વેઇટર્સ કામ કરે છે. આ વેઇટર્સ ઓર્ડર લે છે. જે પણ ગ્રાહકને ઓનલાઇન ઓર્ડર ન આપવા હોય એ લોકો પાસે જઈને હ્યુમન વેઇટર્સ ઓર્ડર લે છે. તેમ જ ભોજન તૈયાર થયા બાદ આ રોબોટની ટ્રે પર તેઓ જ ભોજન મૂકે છે. આથી ટેક્નોલોજીની સાથે ટ્રેડિશનલ વેઇટર્સ સિસ્ટમ પણ હજી જીવીંત છે. આ વેઇટર્સને લઈને ચર્ચા ચાલી રહી છે કે ફ્યુચરમાં વેઇટર્સની નોકરી પર જોખમ છે. જોકે રોબોટ્સ દરેક કામ કરવા માટે સક્ષમ નથી. આથી વેઇટર્સની નોકરી પર કોઈ જોખમ નથી.