Get The App

iPhone યુઝર્સ ચેતજો! ભારત સહિત 91 દેશોમાં સ્પાયવેર ઍટેકનો ખતરો, Apple એ જાહેર કરી ચેતવણી

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News
iPhone યુઝર્સ ચેતજો! ભારત સહિત 91 દેશોમાં સ્પાયવેર ઍટેકનો ખતરો, Apple એ જાહેર કરી ચેતવણી 1 - image


iPhone users alert: દિગ્ગજ ટેક કંપની Apple એ ભારત સહિત દુનિયાના 91 દેશના યુઝર્સને એક ખાસ ખતરા અંગે એલર્ટ કર્યા છે. Apple એ કહ્યું કે, ભારત સહિત વિશ્વના 91 દેશોના યુઝર્સ Mercenary Spyware એટેકના ખતરામાં છે. Apple એ આ ખતરા અંગે બુધવારે મોડી રાત્રે નોટિફિકેશન જાહેર કર્યું છે. Appleનું કહેવું છે કે, તેમના યુઝર્સ  Mercenary Spyware એટેકનો શિકાર બની શકે છે. સિલેક્ટેડ યુઝર્સને ટાર્ગેટ બનાવીને આ સ્પાયવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. Apple એ આ ચેતવણી અનેક વિપક્ષી નેતાઓ દ્વારા એ દાવા કર્યાના મહીના બાદ જાહેર કરી છે કે, તેમને રાજ્ય પ્રાયોજિત હેકર્સથી તેમના iphone સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાની ચેતવણી વાળા મેસેજ મળ્યા છે. 

Apple એ ભારત સહિત 91 દેશોના યુઝર્સને આપી ચેતવણી

હવે દિગ્ગજ ટેક કંપની Apple એ ભારત સહિત પોતાના 91 દેશોમાં યુઝર્સને  Mercenary Spyware એલર્ટ મોકલ્યું છે. નોટિફિકેશનમાં Appleના એક નિવેદનમાં પેગાસસ સ્પાયવેરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિપક્ષી નેતાઓ દ્વારા જાસૂસીના આરોપોને કારણે વર્ષ 2021માં રાજકીય ભૂંકપ આવી ગયો હતો.

Apple એ પોતાના યુઝર્સને મોકલેલા ઈમેલમાં કહ્યું છે કે સ્પાયવેર એટેક iPhone યુઝર્સ માટે મોટો ખતરો બની શકે છે. આ થ્રેડ નોટિફિકેશન Apple દ્વારા 10 એપ્રિલની રાત્રે મોકલવામાં આવ્યું હતું. કંપનીએ કહ્યું કે આ સ્પાયવેરથી તમારો iPhone હેક થઈ શકે છે. ખાસ કરીને તમને નિશાન બનાવીને આ એટેક થઈ શકે છે. તમારા નામ અને તમારા કામના કારણે તમને ટાર્ગેટ કરી શકે છે. 

Apple યુઝર્સને સાવધાન રહેવાની ચેતવણી

Apple એ પોતાના યુઝર્સને સાવધાન રહેવાની ચેતવણી આપી છે. કંપનીએ કહ્યું કે સ્પાયવેર એટેક નિયમિત સાયબર ક્રિમિનલ એક્ટિવિટી કન્ઝ્યૂમપ માલવેરની તુલનામાં વધુ જટિલ હોય છે. કારણ કે ઓછામાં ઓછા Mercenary Spyware એટેક ચોક્કસ લોકો અને તેમના ડિવાઈસને ટાર્ગેટ બનાવવા માટે અસાધારણ સંસાધનોનો ઉપયોગ કરે છે. આ પ્રકારના એટેકમાં લાખો ડોલરનો ખર્ચ આવે છે અને ઘણી વખત તેની શેલ્ફ લાઈફ પણ ઓછી હોય છે. તેથી તેને અટકાવવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. કંપનીએ એમ પણ કહ્યું કે મોટાભાગના એપલ યુઝર્સને ક્યારેય પણ આ પ્રકારના એટેક દ્વારા ટાર્ગેટ કરવામાં નથી આવ્યા. 



Google NewsGoogle News