નિયમિત તપાસો : પીસી મેનેજર
ík{khk ÃkeMke fu ÷uÃkxkuÃkLku xLkkxLk hk¾ðk {kxu...
હજી હમણાં જેની સ્થાપનાને ૫૦ વર્ષ થયાં,
એ માઇક્રોસોફ્ટ કંપનીએ
૪૦ વર્ષ પહેલાં, ૧૯૮૫માં આપણને પર્સનલ કમ્પ્યૂટર
ચલાવવા માટે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની ભેટ આપી હતી. જેમ અત્યારે સ્માર્ટફોનમાં
એન્ડ્રોઇડનો દબદબો છે, એમ ઓફિસ કમ્પ્યૂટર્સમાં
માઇક્રોસોફ્ટનું રાજ છે. દુનિયાનાં લગભગ ૯૦ ટકા કમ્પ્યૂટર્સ વિન્ડોઝ ઓપરેટિંગ
સિસ્ટમના કોઈને કોઈ વર્ઝન પર ચાલે છે.
જો ઓફિસમાં કે ઘરમાં આપણા ટેબલ પર
કમ્પ્યૂટર હોય તો આપણો પણ માઇક્રોસોફ્ટ સાથે બહુ ગાઢ સંબંધ છે. પરંતુ તેના વિવિધ
પ્રોગ્રામ્સનો ઉપયોગ કરતી વખતે, આ બધું મૂળ કેવી રીતે ચાલે છે
અને ખાસ તો કેવી રીતે સારી રીતે ચાલતું રહી શકે એ તરફ આપણે ખાસ ધ્યાન આપતા નથી.
જો તમને પણ તમારા પીસી કે લેપટોપના હાલના પર્ફોર્મન્સથી સંતોષ ન હોય તો તેમાં પીસી મેનેજર ઇન્સ્ટોલ કરી જુઓ.
÷uÃkxkuÃk fu ÃkeMkeLkwt {uLkus{uLx RÍe çkLkkðíke MkwrðÄk
તમારું વિન્ડોઝ લેપટોપ કે પીસી સમયાંતરે એકદમ ધીમું થઈ ગયું છે? તેનાં ઘણાં કારણો હોઈ શકે છે. આ કારણોમાંનું એક છે આપણા કમ્પ્યૂટરનું આપણે
યોગ્ય રીતે મેઇન્ટેનન્સ ન કરતા હોઈએ. બીજું કારણ છે, એમાં આપણે બિનજરૂરી ચીજોનો ભરાવો થવા દીધો હોય. આપણા વિન્ડોઝ લેપટોપ/પીસીની
નિયમિત રીતે આંતરિક રીતે સફાઈ ન કરીએ તો પીસી ચોક્કસપણે થોડા સમય પછી ધીમું પડતું
જાય.
વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં આ માટેનાં વિવિધ ટૂલ્સ વર્ષોથી ઉપલબ્ધ છે. પરંતુ
તેનો ઉપયોગ અટપટો હોવાને કારણે મોટા ભાગના યૂઝર તેનો પૂરતો લાભ લેતા નથી.
આ જ કારણે અગાઉ સીક્લિનર નામનું એક ટૂલ જબરજસ્ત લોકપ્રિય થયું હતું. આ ટૂલ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ
કર્યા પછી આપણે એક ક્લિકમાં લેપટોપ કે પીસીમાંની બિનજરૂરી બાબતોનો સફાયો કરી શકતા
હતા.
પરંતુ પછી આખી વાતમાં એક ટ્વીસ્ટ આવ્યો!
જે રીતે સ્માર્ટફોનમાં ક્લિન માસ્ટર કે તેના જેવી બીજી ચાઇનિઝ એપ એક સમયે બહુ પોપ્યુલર થયા પછી તેનો ઉપયોગ જોખમી
હોવાનું બહાર આવ્યું, તેવું સીક્લિનર બાબતે બન્યું.
સંખ્યાબંધ સાયબર સિક્યોરિટી કંપની તથા માઇક્રોસોફ્ટે પણ સીક્લિનર જોખમી હોવાનું
કહ્યું.
જોકે આશ્ચર્યની વાત એ છે આ પછી પણ સીક્લિનર ઇન્ટરનેટ પર તેની વેબસાઇટ મારફત, અન્ય કેટલીય વેબસાઇટ મારફત તથા ખુદ માઇક્રોસોફ્ટના સ્ટોર પર પણ ઉપલબ્ધ છે.
સીક્લિનર ઉપરાંત મોટા ભાગના એન્ટિવાયરસ પ્રોગ્રામ પણ કમ્પ્યૂટરમાં વાયરસ કે
માલવેર જેવી જોખમી બાબતોના સ્કેનિંગ ઉપરાંત ઇન્ટર્નલ કેશનો સફાયો કરીને પીસીનું
પર્ફોર્મન્સ સુધારી આપતાં ટૂલ્સ આપે છે. આવાં ટૂલ્સ ચોક્કસપણે અસરકારક હોય છે.
પરંતુ તે થર્ડ-પાર્ટી અને પેઇડ એન્ટિવાયરસ પ્રોગ્રામ્સનો એક ભાગ હોય છે. તેના
ઉપયોગ બાબતે પણ હજી સરેરાશ યૂઝર્સમાં પૂરતી જાગૃતિ નથી.
આમ પણ હવે માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમમાં માઇક્રોસોફ્ટ ડિફેન્ડર તરીકે ઓળખાતી સુવિધા હોવાથી
મોટા ભાગના ટેક એક્સપર્ટનો મત છે કે વિન્ડોઝ કમ્પ્યૂટરમાં હવે અલગથી એન્ટિવાયરસ
પ્રોગ્રામની જરૂર રહી નથી (જેવું સ્માર્ટફોનમાં છે).
આપણા જેવા સરેરાશ યૂઝર માટે આ બધી બાબતો અટપટી બની શકે છે. સારી વાત છે કે ખાસ
આપણને ધ્યાનમાં રાખીને માઇક્રોસોફ્ટે પીસી મેનેજર નામે એક નવી એપ અથવા કહો કે ટૂલ ડેવલપ કર્યું છે. આ ટૂલ સીક્લિનર કે પેલા પેઇડ
એન્ટિવાયરસ પ્રોગ્રામ્સના પીસી ટ્યૂન-અપ ટૂલ્સ જેવું જ કામ આપે છે. એ ઉપરાંત પણ
તેમાં બીજી ઘણી સગવડો છે.
જો તમે તમારી વિન્ડોઝ ઓપરેટિંગ િસસ્ટમમાં થોડા ઊંડા ઊતરો તો પીસીના યોગ્ય
મેઇન્ટેનન્સ માટે જરૂરી બધાં ટૂલ્સ તેમાં પહેલેથી હતાં જ. માઇક્રોસોફ્ટે લગભગ એ જ
બધાં ટૂલ્સને પીસી મેનેજરના નવા સ્વરૂપે આપણી સામે મૂક્યાં છે.
તમે https://pcmanager.microsoft.com પરથી અથવા માઇક્રોસોફ્ટ સ્ટોરમાંથી વિન્ડોઝ ૧૦ અથવા ૧૧ માટે આ ફ્રી પીસી મેનેજર ડાઉનલોડ કરી શકો છો. એ પછી તેને રન કરતાં બાજુના સ્ક્રીનશોટ મુજબ પ્રોગ્રામનો વિવિધ રીતે લાભ લઈ શકાશે.
yuf Âõ÷f{kt
ÃkeMke çkqMx
આ ફીચર આપણા પીસીમાં ચાલતી બધી બિનજરૂરી પ્રોસેસ બંધ કરે છે તથા ટેમ્પરરી ફાઇલ્સ ડીલિટ કરે છે. તેની સાથે સ્માર્ટ બૂસ્ટ સેટ કરવાનો ઓપ્શન પણ છે, જે કમ્પ્યૂટરમાં રેમનો ઉપયોગ અચાનક ઝાઝો વધી જાય કે ટેમ્પરરી ફાઇલ્સનું કુલ પ્રમાણ એક જીબી કરતાં વધી જાય ત્યારે આપોઆપ એક્ટિવ થાય છે અને બિનજરૂરી બાબતોનો સફાયો કરે છે!
yuÃMk
{uLkus{uLx : rMkMx{{ktLke çkÄe yuÃMk Ãkh çkksLksh
પીસી મેનેજરની ડાબી પેનલમાંથી એપ્સ મેનેજમેન્ટમાં જઈ શકાય. વિન્ડોઝની કંટ્રોલ પેનલમાં આ સુવિધા છે જ, પણ અહીંથી કમ્પ્યૂટરમાં જે તે સમયે ચાલુ પ્રોગ્રામ, સ્ટાર્ટઅપ સાથે શરૂ થતી એપ્સ બદલવાની સુવિધા મળે છે. તેમ એપને પૂરેપૂરી અનઇન્સ્ટોલ પણ કરી શકાય.
ÃkkuÃk-yÃk
{uLkus{uLx
વિવિધ પ્રોગ્રામ્સમાં વારંવાર ટપકી પડતી પોપ-અપ વિન્ડો પરેશાન કરે છે? તેને પીસી મેનેજરના હોમ સ્ક્રીનમાંથી પ્રોટેક્શન સેક્શનમાં જઈને મેનેજ કરી શકાશે તથા અમુક પોપ-અપ્સને સદંતર બ્લોક કરી શકાશે. અલબત્ત, અમુક પોપ-અપ વિન્ડો જરૂરી પણ હોઈ શકે છે, આથી આપણે એક ખાસ પ્રોગ્રામમાં જોડાઈ તેના પર વધુ કંટ્રોલ મેળવી શકીએ.
rMkMx{
«kuxuõþLkLkkt rðrðÄ ÃkkMkkt, yuf MkkÚku yuf søÞkyu
પીસી મેઇન્ટેનન્સનું સૌથી મહત્ત્વનું પાસું, જેના તરફ આપણે પૂરતું ધ્યાન આપતા નથી. સિસ્ટમમાં વાયરસ અને થ્રેટ પ્રોટેક્શન ઓન છે કે નહીં તે તપાસવાથી લઈને આખી સિસ્ટમ સ્કેન કરવી વિન્ડોઝના અપડેટ મેળવવા, ટાસ્કબારમાં કંઈ ખામી હોય તો તેને રીપેર કરવું વગેરે જેવાં વિવિધ પગલાં લઈ શકાય છે. અહીંથી આપણા વાઇ-ફાઇ નેટવર્કની િરઅલ-ટાઇમ સ્પીડ અને જુદાં જુદાં પાસાં પણ તપાસી શકાય છે.
Mxkuhus
{uLkus{uLx : rLkÞr{ík íkÃkkMkðk suðku {wÆku
પીસીનું પર્ફોર્મન્સ ધીમું થવાનું એક મોટું કારણ સ્ટોરેજમાં વધતું ભારણ હોઈ શકે છે. આપણે ફાઇલ એક્સપ્લોરરમાં જઇને હેવી ફાઇલ્સ શોધી શકીએ છીએ અને પછી જે બિનજરૂરી હોય તેને ડીલિટ કરી શકીએ છીએ અથવા ઉપયોગી હોય તો તેને વનડ્રાઇવ કે ગૂગલડ્રાઇવ જેવા ક્લાઉડ સ્ટોરેજમાં શિફ્ટ કરી શકીએ. પરંતુ પીસી મેનેજર સ્ટોરેજ મેનેજમેન્ટ ઘણું સહેલું બનાવે છે. તેમાં ડાઉનલોડેડ ફાઇલ્સ, લાર્જ ફાઇલ્સ, ડુપ્લિકેટ ફાઇલ્સ વગેરે શોધીને ડિલીટ કરી શકાય, તથા ડીપ ક્લિનઅપ અને સ્ટોરેજ સેન્સની મદદથી, સ્ટોરેજની સફાઈને ઓટોમેટ પણ કરી શકાય.
nuÕÚk [uf : {n¥ðLke
çkkçkíkku íkÃkkMke sYhe Ãkøk÷kt ÷ku
પીસી મેનેજરના હોમ સ્ક્રીન પર હેલ્થ ચેક પર ક્લિક કરતાં, સિસ્ટમમાં બધું હેમખેમ છે કે નહીં તે તપાસવામાં આવે છે અને બ્રાઉઝર કેશ, ટેમ્પરરી ફાઇલ્સ વગેરે ડિલીટ કરી શકાય છે. કમ્પ્યૂટર ઓન થતાંવેંત બિનજરૂરી પ્રોગ્રામ ચાલુ થઈ જતા હોય તો તેને અહીંથી બંધ કરી શકાય છે.
fBÃÞqxhLke
ÍzÃk ðÄkhðk RÍe «kuMkuMk {uLkus{uLx
વિન્ડોઝ ટાસ્ક મેનેજરમાં આ સુવિધા છે જ, હવે પીસી મેનેજર એપમાં પણ કમ્પ્યૂટરમાં જે તે સમયે ચાલુ બધી પ્રોસેસ જોઈ શકાય છે. મતલબ કે હવે આપણે ટાસ્ક મેનેજર ઓપન કરવાને બદલે પીસી મેનેજર એપમાંથી કોઈ પણ પ્રોસેસ બંધ કરીને કમ્પ્યૂટરને થોડું વધુ ફાસ્ટ કરી શકીએ.
WÃkÞkuøke
MkwrðÄkyku Âõ÷fðøke hk¾íkwt xq÷ çkkuõMk
પીસી મેનેજરની ડાબી પેનલમાંથી ટૂલબોક્સમાં જઈ શકાય. અહીંથી આપણે સ્ક્રીનશોટ લેવા, તેનું ફોલ્ડર ઓપન કરવું, રેકોર્ડર, કેલ્ક્યુલેટર જેવાં વિન્ડોઝ ટૂલ્સ કે એજ ક્વિક લિંક્સ, બિંગ ટ્રાન્સલેટર, કરન્સી કન્વર્ટર જેવાં વેબ ટૂલ્સ ઓપન કરી શકીએ છીએ.