UPIના યુઝર્સ માટે ગુડ ન્યૂઝ: RBIએ લીધો મોટો નિર્ણય, જાણો તમને શું થશે ફાયદો

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
UPIના યુઝર્સ માટે ગુડ ન્યૂઝ: RBIએ લીધો મોટો નિર્ણય, જાણો તમને શું થશે ફાયદો 1 - image


Image:X

UPI Lite: ભારતમાં UPI દ્વારા ટ્રાંજેક્શન સતત વધી રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સપ્ટેમ્બર 2022માં નાના ટ્રાંજેક્શન માટે UPI લાઇટ લોન્ચ (UPI Lite) કરી હતી. પૈસાની લેવડદેવડની પ્રક્રિયાને સરળ બનાવવા માટે UPI શરૂ કરવામાં આવ્યું હતું. ઘણા પ્લેટફોર્મ પર તેની શરૂઆત પણ કરવામાં આવી છે.તેની મદદથી, તમે સરળતાથી UPI ટ્રાન્ઝેક્શન કરી શકો છો, જેના માટે પિન અને અન્ય માહિતી ભરવાની જરૂર રહેશે નહીં.

હાલમાં, યુપીઆઈ લાઇટ એપમાં મહત્તમ રૂ. 2,000નું બેલેન્સ રાખી શકાય છે અને એક સમયે મહત્તમ રૂ. 500નું ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.

હવે RBIએ UPI Lite યુઝર્સને મોટી રાહત આપી છે. હવે યુઝર્સને તેમના વોલેટમાં વારંવાર પૈસા ઉમેરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આજે, મોનેટરી રિવ્યુ કમિટીની બેઠક બાદ, રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકિત દાસે જાહેરાત કરી હતી કે, હવે UPI લાઈટ વોલેટમાં Auto Replenish ની સુવિધા પણ ઉપલબ્ધ થશે.

હવે શું થયું? 

UPI લાઇટને પ્રમોટ કરવા માટે RBIએ તેમાં ઘણા ફેરફારોની જાહેરાત કરી છે. RBI એ કહ્યું કે, તેને ઈ-મેન્ડેટ હેઠળ લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સાથે ગ્રાહકો માટે નવી સુવિધા શરૂ કરવામાં આવશે.

જો કોઈ વ્યક્તિનું બેલેન્સ નિર્ધારિત મર્યાદા કરતા ઓછું હોય, તો પૈસા આપમેળે UPI Lite વૉલેટમાં આવી જશે. તેનાથી નાની કિંમતની ડિજિટલ પેમેન્ટ કરવાનું સરળ બનશે.

આ અંગે આરબીઆઈ ગવર્નર શશિકાંત દાસે જણાવ્યું હતું કે, યુપીઆઈ લાઇટને પ્રોત્સાહન આપવા માટે આ સુવિધાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. UPI લાઇટના મોટા પાયે ઉપયોગને જોતા હવે તેને ઇ-મેંડેટ ફ્રેમવર્ક હેઠળ લાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.  


Google NewsGoogle News