કતાર એરવેઝે લૉન્ચ કરી દુનિયાની પહેલી AI એર હોસ્ટેસ ‘સમા’, પ્રવાસીઓના દરેક સવાલના જવાબ આપશે...
કતારની સરકારી ગાઈડલાઈન પ્રમાણે Sama 2.0ને લૉન્ચ કરવામાં આવી છે, જે એક AI બેઝ ડિજિટલ હ્યૂમન કેબિન ક્રુ છે
Image Twitter |
Qatar Airways AI Sama: સમય સાથે ટેકનોલોજી પણ બદલાઈ રહી છે, સમગ્ર વિશ્વમાં હાલ AI વિશે ચર્ચાઓ થઈ રહી છે. લગભગ દરેક સેક્ટરમાં આ લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. આ પ્રકારે કેટલીક એરલાઈન્સમાં પણ તેનો ઉપયોગ જોવા મળી રહ્યો છે. કતાર એરવેઝે તેની શરુઆત કરી દીધી છે. કંપનીએ વિશ્વમાં પહેલીવાર ડિજિટલ હ્યૂમન કેબિન ક્રૂને લૉન્ચ કરવામાં આવી છે. તેનું નામ 'સમા' ( Sama) છે, આવો તેના વિશે વિસ્તૃતમાં જાણીએ.
એઆઈનો ઉપયોગ ક્રિએટિવ જગતમાં વિશેષ પ્રમાણમાં થઈ રહ્યો છે. કતાર એરવેઝએ પણ સૌપ્રથમવાર AIનો ઉપયોગ કર્યો છે. કતારની સરકારી ગાઈડલાઈન પ્રમાણે Sama 2.0ને લૉન્ચ કરવામાં આવી છે, જે એક AI બેઝ ડિજિટલ હ્યૂમન કેબિન ક્રુ છે. Web Summit Qatar દરમિયાન કતાર એરવેઝએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ એર હોસ્ટેસનો ડેમો આપ્યો હતો. આ કેબિન ક્રૂ હ્યૂમન એર હોસ્ટેસને રિપ્લેસ નહીં કરે, પરંતુ તેને વધારાની સુવિધા તરીકે એરક્રાફ્ટમાં રાખવામાં આવશે.
વિશ્વની આ પહેલી AI એર હોસ્ટેસ
સરળ ભાષામાં સમજવા માટે એરલાઇન્સે વિશ્વની આ પહેલી AI એર હોસ્ટેસ લૉન્ચ કરવામાં આવી છે. એરલાઈને તેને ITB બર્લિન 2024માં રજૂ કરી છે. આ એક ડિજિટલ હ્યૂમન કેબિન ક્રૂ મેમ્બર છે, જે વિશ્વની શ્રેષ્ઠ AI પર આધારિત છે.
આપવામાં આવી છે સ્પેશિયલ ટ્રેનિંગ
'સમા'ને દોહામાં તૈયાર કરવામાં આવી છે અને તેને કતાર એરવેઝની ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવી છે. પેસેન્જર અને મીડિયાથી સાથે ઈન્ટરેક્શન દરમિયાન સમા AI સતત કાંઈક નવુ શિખતી રહે છે અને પોતાની વાત સુંદર રીતે કરતી રહે છે. કંપની આ પ્રોજેક્ટ પર સતત કામ કરી રહી છે.
પ્રવાસીઓના દરેક સવાલના જવાબ આપશે..
સમા AIનું અપડેટ વર્ઝન રિયલ ટાઈમ જવાબ આપી શકે છે. જો તાર એરવેઝના FAQs સાથે જોડાયેલ સવાલો પૂછવામાં આવે તો, તે રિયલ ટાઈમ તેનો જવાબ આપે છે. આ સિવાય ડેસ્ટિનેશન, સપોર્ટ ટિપ્સ અને પ્રવાસીઓના દરેક સવાલના જવાબ પણ આપશે.. તેને QVerse દ્વારા એક્સેસ કરી શકાય છે.