Get The App

ભારતનું ભાવિ 'અવકાશયાન' તૈયાર, આ રિયુઝેબલ લોન્ચ વ્હીકલ નામ છે પુષ્પક

તે આરએલવી-ટીડી કરતાં લગભગ 1.6 ગણું મોટું છે

આરએલવી-ટીડી પર 2016 અને 2023માં લેન્ડિંગના પ્રયોગો કરવામાં આવેલા છે

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
ભારતનું ભાવિ 'અવકાશયાન' તૈયાર, આ રિયુઝેબલ લોન્ચ વ્હીકલ નામ છે પુષ્પક 1 - image


ISRO's Pushpak Space Shuttle: RLV-TD એક ખાસ પ્રકારનું સ્પેસ શટલ છે. તાજેતરમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ તેનું વિશાળ સ્વરૂપ જોયું હતું. આ પુષ્પક નામનું એરક્રાફ્ટ રિયુઝેબલ લોન્ચ વ્હીકલ છે, જે ભવિષ્યમાં અવકાશમાં ઉપગ્રહો અને કાર્ગો લઈ જવાનું કામ કરશે.

થયું સફળ લેન્ડિંગ

તેનું નામ પુષ્પક રાખવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે કેટલા અને કેવા પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ઈસરો, ડીઆરડીઓ અને આઈએએફ દ્વારા સંયુક્ત રીતે 2 એપ્રિલ 2023 ના રોજ ચિત્રદુર્ગ, કર્ણાટકમાં પરીક્ષણ કર્યું હતું. આરએલવી-ટીડીનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ચિનૂક હેલિકોપ્ટરથી આરએલવીને સાડા ચાર કિમીની ઊંચાઈએથી છોડવામાં આવ્યું હતું અને આ યાનનું સફળ લેન્ડિંગ થયું હતું.

જાસૂસી, સેટેલાઈટ છોડવાનું કે હુમલો બધું જ કરી શકશે 

આરએલવી સ્વદેશી સ્પેસ શટલ છે. થોડા વર્ષોમાં અવકાશયાત્રીઓ તેના મોટા વર્ઝનમાં કાર્ગો મૂકીને તેને અવકાશમાં મોકલી શકે છે. તેમજ પુષ્પક દ્વારા સેટેલાઇટ લોન્ચ પણ કરી શકાય છે. તે ઉપગ્રહને અવકાશમાં છોડીને પરત ફરશે. જેથી તે ફરી ઉડી શકે. 

આ ઉપરાંત કોઈ પણ દેશ પર જાસુસી કે હુમલો પણ કરાવી શકાય છે. આ સિવાય દુશ્મનના સેટેલાઈટનો અવકાશમાં જ નાશ કરી શકાય છે. અમેરિકા, રશિયા અને ચીન પણ આવી જ ટેક્નોલોજીનો લાભ લેવા માંગે છે. તે ઓટોમેટેડ રિયુઝેબલ લોન્ચ વ્હીકલ છે. આવા એરક્રાફ્ટમાંથી ડાયરેક્ટેડ એનર્જી વેપન (DEW) ફાયર કરી શકાય છે.

સેટેલાઇટ લોન્ચનો ખર્ચ 10 ગણો ઘટશે

પાવર ગ્રીડને ઉડાવી દેવા અથવા કોમ્પ્યુટર સિસ્ટમનો નાશ કરવા જેવા કામો પણ આરએલવી દ્વારા કરી શકાય છે. ઈસરોનું લક્ષ્ય વર્ષ 2030 સુધીમાં આ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનું છે. જેથી વારંવાર રોકેટ બનાવવાનો ખર્ચ બચે. તેનાથી સેટેલાઇટ લોન્ચનો ખર્ચ 10 ગણો ઘટશે. આ ઉપરાંત ભારતીય અવકાશયાત્રીઓને રિયુઝેબલ લોન્ચ વ્હીકલના નવીનતમ અને આગામી સંસ્કરણ સાથે પણ અવકાશમાં મોકલી શકાય છે. હાલમાં આવા સ્પેસ શટલ બનાવનારાઓમાં માત્ર અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ચીન અને જાપાનનો સમાવેશ થાય છે. રશિયાએ 1989માં આવું જ એક શટલ બનાવ્યું હતું જેણે માત્ર એક જ વાર ઉડાન ભરી હતી.

ભારતનું ભાવિ 'અવકાશયાન' તૈયાર, આ રિયુઝેબલ લોન્ચ વ્હીકલ નામ છે પુષ્પક 2 - image


Google NewsGoogle News