Get The App

ગેમના રસિયાઓ માટે દુખની વાત છે કે સોની PS5 પ્રો ઇન્ડિયામાં લોન્ચ નહીં થાય, જાણો કેમ...

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
ગેમના રસિયાઓ માટે દુખની વાત છે કે સોની PS5 પ્રો ઇન્ડિયામાં લોન્ચ નહીં થાય, જાણો કેમ... 1 - image


Sony PS5 Pro: સોની દ્વારા તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી છે કે તેમનું લેટેસ્ટ ગેમ કોન્સોલ PS5 પ્રો ઇન્ડિયામાં લોન્ચ કરવામાં નહીં આવે. સોનીએ સપ્ટેમ્બરમાં PS5 પ્રોનું લોન્ચ કર્યું હતું. આ કોન્સોલ ગુરુવારથી પસંદગીના બજારોમાં ઉપલબ્ધ છે. જોકે, તેને ભારતમાં લોન્ચ કરવામાં નહીં આવે.

હાર્ડવેર ઇશ્યુ

સોની PS5 પ્રો ભારતમાં લોન્ચ નહીં થવાનુ મુખ્ય કારણ હાર્ડવેર ઇશ્યુ છે. આ લેટેસ્ટ ગેમિંગ કોન્સોલમાં 6GHz વાયરે્લેસ બેન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે IEEE 802.11be છે, જેને WIFI 7 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હાર્ડવેરને ભારતમાં હાલમાં મંજૂરી નથી. આથી, હાર્ડવેરને પરવાનગી ન મળવાના કારણે તે બજારમાં વેચી શકાય તેમ નથી અને એ જ કારણ છે કે ઇન્ડિયા સહિત ઘણી દેશોમાં તેને લોન્ચ કરવામાં નહીં આવે જ્યાં આ હાર્ડવેરને મંજૂરી નથી.

ગેમના રસિયાઓ માટે દુખની વાત છે કે સોની PS5 પ્રો ઇન્ડિયામાં લોન્ચ નહીં થાય, જાણો કેમ... 2 - image

એડ્વાન્સ ફીચર્સ

PS5 પ્રોમાં એડ્વાન્સ ફીચર્સ છે. PS5 કરતાં તેમાં ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ 67% વધુ ઝડપી છે અને મેમરી પણ 28% વધુ ઝડપી છે. આ કારણે PS5 પ્રોના ગ્રાફિક્સ 45% વધુ ઝડપથી રેન્ડર થાય છે અને તેનાથી ગેમ રમવાનો અનુભવ વધુ આહલાદક બને છે. આ સાથે, આ કોન્સોલમાં રે ટ્રેસિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીના કારણે કેટલીક ગેમ્સ, જેમાં તેનો સપોર્ટ આપવામાં આવ્યો છે, વધુ સાફ જોવા મળે છે.

આ પણ વાંચો: વિકિપીડિયા ફાઉન્ડેશનનું નિવેદન: ભારતીય સરકાર તરફથી કોઈ નોટિસ નથી મળી

AI નો સમાવેશ

PS5 પ્રોમાં હવે AI નો સમાવેશ કરવામાં આવ્યો છે. તેને પ્લે સ્ટેશન સ્પેક્ટ્રલ સુપર રિસોલ્યુશન નામ આપવામાં આવ્યું છે. આ એક મશીન લર્નિંગ ફીચર છે જે ગેમના વિઝ્યુઅલને વધુ શાર્પ અને ડિટેઇલ્સમાં દેખાડશે. જોકે, ભારતમાં હાર્ડવેરના ઇશ્યુને કારણે સુપર ગ્રાફિક્સથી ભરપૂર આ કોન્સોલનો ઉપયોગ યુઝર્સ નહીં કરી શકશે.


Google NewsGoogle News