Get The App

ભારતનો પ્રોજેક્ટ 75 શું છે, જે અંતર્ગત ચીનનો સામનો કરવા બનાવાઈ રહી છે પરમાણુ સબમરીન

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
ભારતનો પ્રોજેક્ટ 75 શું છે, જે અંતર્ગત ચીનનો સામનો કરવા બનાવાઈ રહી છે પરમાણુ સબમરીન 1 - image


Nuclear-Powered Attack Submarines : ભારતનો હાલમાં મુખ્ય ફોક્સ દરિયાઈ ક્ષેત્રે ચીન જેવા શક્તિશાળી દુશ્મનોને હરાવવા માટે પરમાણુ સબમરીન બનાવવા પર છે. તેનું એક કારણ એ છે કે યુદ્ધમાં એરક્રાફ્ટ કેરિયર યુદ્ધ જહાજોનો ઉપયોગ જોખમી થઈ શકે છે. કારણ કે લાંબા અંતરની મિસાઈલ વડે યુદ્ધ જહાજને નિશાન બનાવી શકાય છે. તેથી ભારતનો મુખ્ય ફોકસ પરમાણુ સબમરીન બનાવવા પર છે, જેથી સમુદ્રમાં આપણી તાકાત વધારી શકાય. એવું માનવામાં આવે છે કે, સબમરીનનો નવી શ્રેણી અરિહંત ક્લાસ ન્યુક્લિયર બેલેસ્ટિક મિસાઈલ સબમરીન (SSBN)થી અલગ હશે, જે પરમાણુ શસ્ત્રો લોન્ચ કરવામાં સક્ષમ છે.

450 અબજનું રુપિયાનું બજેટ

સમુદ્રમાં તાકાત વધારવાની યોજનાના ભાગરૂપે ભારત બે પરમાણુ સંચાલિત એટેક સબમરીન (SSN) બનાવવા જઈ રહ્યું છે. ભારતની આ મહત્વાકાંક્ષી યોજના ચીનની વધતી નૌકાદળની મૌજુદગી અને હિંદ મહાસાગરમાં તેના વધતા વર્ચસ્વનો સામનો કરવા માટે છે. એક વિદેશી સમાચાર એજન્સીએ પણ પુષ્ટિ કરતાં કહ્યું હતું તે, કેન્દ્ર સરકારે બે નવા SSN બનાવવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. બે SSN બનાવવા માટે અંદાજે રૂ 450 બિલિયન (US$5.4 બિલિયન)નો ખર્ચ થશે. આ સબમરીન છ આવા જહાજો બનાવવાની મોટી યોજનાનો ભાગ છે, જે સામુદ્રિક પ્રભાવ ક્ષેત્રમાં ભારતની શક્તિને આગળ વધારશે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદી અને પુતિનની બેઠકનો મુખ્ય એજન્ડા શું છે? બંને નેતાએ કરી વંદે ભારતથી લઈને બોલિવૂડની ચર્ચા

લાર્સન એન્ડ ટુબ્રો કરી રહ્યા છે નિર્માણમાં મદદ

મીડિયા અહેવાલમાં મુજબ, આ SSNs લાર્સન એન્ડ ટુબ્રોની મદદથી વિશાખાપટ્ટનમમાં સરકારી જહાજ નિર્માણ કેન્દ્ર બનાવવામાં આવશે. આ નવી સબમરીન પરંપરાગત ડીઝલ સંચાલિત સબમરીન (SSK) કરતાં વધુ ઝડપી, શાંત અને લાંબા સમય સુધી પાણીની અંદર રહેવા માટે સક્ષમ હશે. જો કે, ભારત રશિયા પાસેથી પરમાણુ સંચાલિત સબમરીન ભાડે આપવાનો ઇતિહાસ રહ્યો છે. પરંતુ આ બે SSN નું નિર્માણ તેના સ્થાનિક શસ્ત્ર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અને આત્મનિર્ભર બનવાની ભારતની વ્યાપક યોજનાઓને અનુરૂપ છે. અને તેનું એક કારણ 2020 માં વિવાદિત હિમાલયન સરહદ પર ચીન સાથે ઘાતક અથડામણ પછી વધેલો તણાવ છે.

આ યોજનાને પ્રોજેક્ટ 75 કહેવામાં આવે છે

SSN હસ્તગત કરવાની ભારતની યોજના પ્રોજેક્ટ 75 તરીકે ઓળખવામાં આવે છે. SSN બનાવવાની ભારતની ઈચ્છા ખાસ કરીને ચીન તરફથી વધતા જોખમો વચ્ચે તેની દરિયાઈ અને યુદ્ધ ક્ષમતાઓને વધારવાની તેની વ્યૂહાત્મક જરૂરિયાતથી ઉદ્દભવે છે. જો કે, આ કાર્યક્રમમાં ઘણો વિલંબ થયો છે. પ્રોજેક્ટ 75ને 2015માં પહેલી વખત સરકારની મંજૂરી મળી હતી. પરંતુ લગભગ એક દાયકો વીતી ગયો હોવા છતાં પણ ભારતીય નૌકાદળની SSN મેળવવાની ઈચ્છા અધૂરી રહી છે.

આ પણ વાંચો : VIDEO: બેંગલુરુમાં સાત માળની બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ આગ લાગી, 20 શ્રમિકો ફસાયા, એકનું મોત

SSNથી નૌકાદળ વધુ મજબૂત બનશે

સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોના મતે SSNની તુલનામાં SSKની રેન્જ, સહનશક્તિ અને ઝડપ સારી છે, જે તેમને વધુ આક્રમક બનાવે છે. ભારતનો વર્તમાન સબમરીન કાફલો, જેમાં મુખ્યત્વે વૃદ્ધ SSKsનો સમાવેશ થાય છે, તે ચીનની વધતી નૌકા શક્તિ અને ઝડપથી વિકસતી દરિયાઈ વ્યૂહરચનાનો સામનો કરવા માટે અપૂરતી છે. સરકાર ભારતીય નૌકાદળના બાકીના 18 SSK માંથી છને સ્વદેશી બનાવટના SSN સાથે બદલવાની પણ યોજના ધરાવે છે. અને તેના માટે 30 વર્ષની યોજના બનાવવામાં આવી છે. જો કે, તેને સમયસર પૂર્ણ કરવું મુશ્કેલ તો છે જ, કારણ કે અમલદારશાહી જડતા, બજેટના અવરોધો અને વિદેશી સહકાર પર કાયમી અવલંબન તેની પ્રગતિને અવરોધે છે.


Google NewsGoogle News