હવામાંથી મળી શકે છે પીવા માટેનું પાણી, જાણો કેવી રીતે…
Drinking Water From Air: દુનિયાભરના દેશોમાં જ્યાં પીવાના પાણી માટે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યાં ભારતની એક કંપની AKVO લોકોના દૃષ્ટિકોણમાં પરિવર્તન લાવી રહી છે. આ કંપની દ્વારા એટ્મોસ્ફેરિક વોટર જનરેટર્સ બનાવવામાં આવ્યા છે, જે વાતાવરણમાં હાજર હ્યુમિડિટીમાંથી પાણી મેળવવાનું કામ કરે છે. આ મશીન દ્વારા પીવા માટેનું ખૂબ જ સાફ પાણી મળે છે અને તે માટે કોઈપણ અન્ય પાણીના સોર્સ પર નિર્ભર રહેવું પડતું નથી.
કેવી રીતે કામ કરે છે આ જનરેટર?
આ મશીન કુદરતી ઘનિકરણની પ્રક્રિયાને કૃત્રિમ રીતે અમલમાં લાવે છે. એટલે કે, વહેલી સવારે ઝાડના પાંદડા, ઘાસ, અથવા બાઇકની સીટ પર દેખાતું પાણી મશીન દ્વારા મેળવવામાં આવે છે. આ માટે સૌથી પહેલાં જનરેટર હવા ખેંચે છે અને તેને ત્રણ પ્રકારના ફિલ્ટરમાંથી પસાર કરે છે, જેથી હવામાં રહેલા ધૂળકણ અને કચરાને દૂર કરવામાં આવે. ત્યાર બાદ સાફ હવાને ઘનિકરણ પ્રોસેસ દ્વારા ઠંડી કરવામાં આવે છે, જેના કારણે મોઇસ્ચરમાંથી પાણી બને છે અને એ ભેગું કરવામાં આવે છે.
પીવાના પાણીને લાયક બનાવવું
મશીન દ્વારા જે પાણી ટેન્કમાં ભેગું થાય છે તેને વધુ વખત ફિલ્ટર કરવામાં આવે છે. મોટી-મોટી પાણીની બોટલ વેચતી કંપનીઓ જે રીતે અથવા ઘરના RO પ્લાન્ટ જે રીતે પાણી ફિલ્ટર કરે છે, તે જ રીતે આ પાણી પણ ફિલ્ટર થાય છે. પીવા લાયક પાણીનું એક સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યું છે અને તે લેવલ સુધી આ પાણીને ફિલ્ટર કરવામાં આવે છે. અંતે, આ પાણી પીવા માટે લાયક બને છે. આ પ્રોસેસ સરળ અને સસ્ટેનેબલ છે. તે જમીનમાંથી પાણી ખેંચવાની પ્રોસેસ અને બોટલથી પહોંચાડવામાં આવતા પાણી કરતાં વધુ સરળ અને સ્વચ્છ છે.
વાતાવરણની રહેલી ચેલેન્જ
આ કંપનીના જનરેટર વાતાવરણ અનુસાર અલગ-અલગ આઉટપુટ આપે છે. જ્યાં વધુ ભેજ હોય ત્યાં વધુ પાણી જનરેટ થઈ શકે છે અને જ્યાં હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોય, ત્યાં ઓછું પાણી મળશે. તેમ છતાં, મશીનને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તે દરેક વાતાવરણમાં શક્ય તેટલું પાણી જનરેટ કરી શકે. આમાંથી નિષ્કષટ આવે છે કે એનર્જીનું ઉપયોગ પ્રમાણસર થતું હોય અને પાણીનું ઉત્પાદન વધારે હોય તે ધ્યાન રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ફોટો મોકલવો યુઝર્સ માટે વધુ મજેદાર બનશે, વોટ્સએપ લાવી રહ્યું છે મોશન ફોટો ફીચર
જમીન કરતાં હવામાંથી પાણી મેળવવા ઓછી એનર્જીનો ઉપયોગ
આ કંપનીએ અત્યાર સુધી વાતાવરણમાંથી 3100 ક્યુબિક માઇલ પાણી ભેગું કર્યું છે. કુદરતની હાઇડ્રોલોજિક સાઇકલ આ પ્રોસેસને સતત ચાલુ રાખે છે, તેથી અછત આવવાની શક્યતા ઓછી છે. જમીનમાંથી જે પાણી કાઢવામાં આવે તે રિસર્વ વોટરનો ઉપયોગ થાય છે, પરંતુ વાતાવરણમાંથી પાણી મેળવવા એનાથી વઘાત નથી થતો. હવામાંથી પાણી મેળવવા ઓછી એનર્જી જરૂરી હોય છે, જેના કારણે તે વધુ સસ્તું હોય છે. આ પ્રોસેસ પર્યાવરણમાં પણ આશરે અસરો વિના કાર્ય કરે છે. આ મશીન દુકાળ અને પાણીની અછતવાળી જગ્યાઓમાં ખૂબ જ ફાયદાકારક બની શકે છે.