Get The App

ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ભાવના તફાવતનો વિવાદ: એન્ડ્રોઈડ અને આઈફોન યુઝર્સ માટે જોવા મળી રહી છે અલગ-અલગ કિંમત

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ભાવના તફાવતનો વિવાદ: એન્ડ્રોઈડ અને આઈફોન યુઝર્સ માટે જોવા મળી રહી છે અલગ-અલગ કિંમત 1 - image


Price Diffrence in Android and iPhpne: ઈ-કોમર્સના યુગમાં, જ્યાં થોડા ક્લિક્સથી આપણને ગ્રોસરીથી લઈને ગેજેટ્સ સુધી કંઈપણ મળી શકે છે, ત્યાં ગ્રાહકો વધુને વધુ ડિજિટલ ભેદભાવનો ભોગ બની રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક નવીન વલણે ગુસ્સો ફેલાવ્યો છે કે એન્ડ્રોઈડ અને આઈફોન યુઝર્સને લોકપ્રિય ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર એક જ પ્રોડક્ટ માટે નોંધપાત્ર રીતે અલગ ભાવ ચૂકવવા પડે છે. અનેક યુઝર્સે એવું જણાવ્યું છે કે ફક્ત આઈફોન હોવાના કારણે તેમને વધુ ચાર્જ ચૂકવવો પડે છે.

સોશિયલ મીડિયાની પોસ્ટે પકડ્યું જોર

સોશિયલ મીડિયા યુઝર સૌરભ શર્મા દ્વારા X પર એક પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં તેણે એન્ડ્રોઈડ અને આઈફોન વચ્ચે કેટલો ભેદભાવ છે એ વિશે વાત કરી હતી. તેણે ફ્લિપકાર્ટ પર મોકોબારા કેબિન સૂટકેસ સર્ચ કરી હતી જે એન્ડ્રોઈડ પર સસ્તી હતી. આઈફોન પર આ બેગની કિંમત 60 ટકા ડિસ્કાઉન્ટ સાથે 4799 અને એન્ડ્રોઈડ પર 65 ટકા ડિસ્કાઉન્ટ સાથે એની કિંમત 4119 હતી. આ સાથે જ એન્ડ્રોઈડ યુઝરને નો-કોસ્ટ EMI ઓપ્શન 1373 આપવામાં આવી રહ્યો હતો, પરંતુ આઈફોન પર એ 1600 રૂપિયાથી શરૂ થઈ રહ્યો છે.

ઈ-કોમર્સ દ્વારા ભેદભાવ

સૌરભ શર્માએ એ પણ સવાલ કર્યો હતો કે એપલ દ્વારા સબ્સ્ક્રિપ્શન પર 30 ટકા ચાર્જિસ વસૂલ કરવામાં આવે છે. આથી આઈફોનમાં સબ્સ્ક્રિપ્શન માટે અલગ ચાર્જ હોય એ સમજી શકાય એમ છે. જોકે ઈ-કોમર્સ માટે આવો કોઈ ચાર્જ નથી હોતો. આથી ફ્લિપકાર્ટ અને અન્ય ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા આ પ્રકારનો ભેદભાવ યુઝર સાથે કરવામાં આવે એ ખોટું છે. યુઝર દ્વારા એને વખોડી કાઢવામાં આવ્યું છે.

ફ્લિપકાર્ટનો જવાબ

ફ્લિપકાર્ટના ક્સટમર સપોર્ટ દ્વારા સૌરભ શર્માને આ વિશે જવાબ આપવામાં આવ્યો છે. તેમણે આડકતરી રીતે એ વાતને સ્વીકારી છે કે તેમના પ્લેટફોર્મ પર ભાવ અલગ-અલગ હોય છે. આ વિશે ફ્લિપકાર્ટે કહ્યું હતું કે ‘સેલર ઘણી બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને ભાવ અલગ-અલગ રાખે છે. જોકે ચિંતા કરવાની જરૂર નથી. અમારા સેલર દરેક માટે અલગ-અલગ પ્રાઇસ અને ઓફર લઈને આવે છે. શોપિંગને એન્જોય કરો.’

આ પણ વાંચો: ગૂગલ મેપ્સ થયું વધુ સ્માર્ટ: જેમિની AIની મદદથી યુઝર્સ માટે ટ્રાવેલ ગાઈડનું કામ પણ કરશે

ઘણાં પ્લેટફોર્મ પર થાય છે આવું

ફ્લિપકાર્ટ પર જ નહીં, પરંતુ ઘણી બધી એપ્લિકેશન પર આવું જોવા મળે છે. મેક માય ટ્રિપ જેવી પણ ઘણી એપ્લિકેશન પર આ ભેદભાવ જોવા મળે છે. હોટેલ અને ફ્લાઈટની સાથે ફૂડ ડિલીવરી એપ્લિકેશન પર પણ ઘણી વાર આ ભેદભાવ નોટિસ કરી શકાય છે. સૌરભ શર્માની પોસ્ટ ઘણી વાઇરલ થઈ હતી અને એને કારણે ઘણાં લોકોએ તેમના પોતાના અનુભવ પણ શેર કર્યા હતા. ઘણાં એ આ ભેદભાવના સ્ક્રીનશોટ પણ શેર કર્યાં છે.


Google NewsGoogle News