Get The App

સચિન તેન્ડુલકરે ફોટો શેર કરતાં જિબ્લી સ્ટાઇલની લોકપ્રિયતા વિશે અહેસાસ થયો હતો પ્રફુલ્લ ધારીવાલને, જાણો કોણ છે આ વ્યક્તિ…

Updated: Apr 24th, 2025

GS TEAM


Google News
Google News
સચિન તેન્ડુલકરે ફોટો શેર કરતાં જિબ્લી સ્ટાઇલની લોકપ્રિયતા વિશે અહેસાસ થયો હતો પ્રફુલ્લ ધારીવાલને, જાણો કોણ છે આ વ્યક્તિ… 1 - image


Prafulla Dhariwal On ChatGPT Feature: OpenAIના ચેટજીપીટી દ્વારા જિબ્લી સ્ટાઇલ થીમ બનાવવામાં આવી હતી અને એ દુનિયાભરમાં ટ્રેન્ડમાં આવી હતી. આ થીમ બનાવવા પાછળ જે ટીમ છે એમાંથી એક વ્યક્તિ ભારતીય છે અને એનું નામ પ્રફુલ્લ ધારીવાલ છે. આ ટૂલ કેટલું ફેમસ થયું છે એનો અહેસાસ સચિન તેન્ડુલકરે ફોટો શેર કર્યો ત્યાર બાદ તેને થયો હતો. આ થીમને ઝીરોથી તૈયાર કરવામાં આવી હતી અને એ પાછળ એક વર્ષનો સમય લાગ્યો હતો. આ ઇમેજ જનરેશનને લોન્ચ કરવાની સાથે જ તે એટલી પોપ્યુલર થઈ ગઈ હતી કે કંપનીની તમામ આશાઓથી એ પર હતી.

દુનિયાભરના લોકોએ બનાવી ઇમેજ

આ ફીચરને લોન્ચ કર્યાના બે અઠવાડિયાની અંદર જ દુનિયાભરમાં 130 મિલિયન લોકોએ 700થી વધુ મિલિયન ઇમેજ જનરેટ કરી છે. આ ફીચરનો ઉપયોગ ભારતમાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં થયો છે. આથી સેમ ઓલ્ટમેન પણ હવે ભારતને ખૂબ જ મહત્ત્વનો અને ઝડપથી વિકસીત થતો દેશ માને છે. ભારતમાં ક્રિએટીવિટીને અને ટૅક્નોલૉજીને કેટલો પ્રેમ કરવામાં આવે છે એ દુનિયાભરના લોકોએ જોઈ લીધુ છે.

કલ્ચરને કારણે ભારતમાં ખૂબ જ પ્રચલિત થયું જિબ્લી-સ્ટાઇલ

ભારતમાં ખૂબ જ પ્રચલિત થયું અને એનું કારણ છે અહીંનું કલ્ચર. ઘણાં યુઝર્સ દ્વારા ભારતના કલ્ચરને લગતા જિબ્લી-સ્ટાઇલ આર્ટ બનાવ્યું હતું. આર્ટ અને ટૅક્નોલૉજીનો સમન્વય થતાં દરેકને એ ખૂબ જ પસંદ પડ્યું હતું. આ સાથે જ ભારતીયો સ્ટોરીટેલિંગમાં માહેર છે. આથી તેમના દ્વારા ખૂબ જ અદ્ભુત આર્ટ તૈયાર કરવામાં આવી હતી.

સચિન તેન્ડુલકરે ફોટો શેર કરતાં જિબ્લી સ્ટાઇલની લોકપ્રિયતા વિશે અહેસાસ થયો હતો પ્રફુલ્લ ધારીવાલને, જાણો કોણ છે આ વ્યક્તિ… 2 - image

કોણ છે પ્રફુલ્લ ધારીવાલ?

પ્રફુલ્લ ધારીવાલનો જન્મ પૂણેમાં થયો છે. યુવાનીથી જ તે ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો. 2009માં તેણે નેશનલ ટેલેન્ટ સર્ચ સ્કોલરશિપ જીતી હતી. તેને ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમી ઓલમ્પિયાડ, ઇન્ટરનેશનલ મેથેમેટિક્સ ઓલમ્પિયાડ અને ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલમ્પિયાડમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેણે માસસુચેટસ ઇન્સ્ટિટ્યુટ ઑફ ટૅક્નોલૉજીમાંથી કોમ્પ્યુટર સાયન્સ અને મેથેમેટિક્સમાં બેચલર ડિગ્રી મેળવી હતી. પ્રફુલ્લ ધારીવાલ હાલમાં સેન ફ્રેન્સિસ્કોમાં OpenAIમાં રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે કામ કરે છે.

જિબ્લી-સ્ટાઇલમાં પ્રફુલ્લ ધારીવાલનો હાથ

જિબ્લી-સ્ટાઇલ થીમ બનાવવા પાછળ જે ટીમ હતી એમાં પ્રફુલ્લ ધારીવાલ પણ એક નામ છે. તેની લીડરશિપ હેઠળ OpenAIનું ઇમેજ જનરેશન ટૂલ બનાવવામાં આવ્યું હતું. આ ક્રિએટિવિટી પાછળ મૂળ ભારતીય એવા પ્રફુલ્લ ધારીવાલનો હાથ છે. તેના વિઝનને કારણે દુનિયાભરમાં ભારતનું નામ બન્યું છે, પરંતુ એ સાથે જ ભારત ટૅક્નોલૉજીનો સૌથી ઝડપથી સ્વીકાર કરતો દેશ પણ બની ગયો છે. આ સાથે જ ચેટજીપીટી એક ક્લચરલ ટ્રેન્ડસેટર બની ગયું છે જેના દ્વારા લોકોએ તેમની ક્રિએટિવિટી દેખાડી હતી.

સચિન તેન્ડુલકરની પોસ્ટ બાદ થયો અહેસાસ

પ્રફુલ્લ ધારીવાલ ખૂબ જ મોટો ક્રિકેટનો ફેન છે અને તેણે ઇમેજ જનરેશન ટૂલ બનાવ્યું, પરંતુ એ કેટલું ફેમસ થયું છે એનો અહેસાસ સચિન તેન્ડુલકરના કારણે તેને થયો હતો. આ વિશે પ્રફુલ્લ કહે છે, 'હું ક્રિકેટનો ખૂબ જ મોટો ફેન છું. જ્યારે હું ઉઠ્યો અને મેં જોયું કે તેન્ડુલકરે જિબ્લી-સ્ટાઇલ થીમનો ફોટો શેર કર્યો છે, ત્યારે મને એ હૂંફ આવી કે આ ફીચર કેટલું પ્રચલિત થઈ ગયું છે. મારા માટે આ એક યાદગાર ક્ષણ છે.'

આ પણ વાંચો: ગૂગલે લોન્ચ કર્યા ઘણા નવા ફીચર્સ, ભૂલમાં મોકલાયેલા ફોટા સામે મળશે રક્ષણ

ભારતમાં ટૅક્નોલૉજીનું ભવિષ્ય

ભારતમાં ટૅક્નોલૉજીનું ભવિષ્ય ખૂબ જ ઉજવળ છે. મોટાભાગના લોકો AI સાથે સુસંગત થઈ ગયા છે. તેમને હવે ખબર છે કે ટૅક્નોલૉજીનો ઉપયોગ કેવી રીતે કરવો. આ તો ભારત માટે હજી શરુઆત છે. ટૅક્નોલૉજી જેમ જેમ વધતી જશે તેમ તેમ ભારતીયો વધુ વિકસિત થતાં જશે અને તેમની ક્રિએટિવિટી વધુ નિખરશે.

Tags :