ચીનમાં ફરી ફેલાઇ રહસ્યમય બિમારી, આફ્રિકા-ચાઈનાથી જ કેમ ફેલાય છે રોગચાળો?
બાળકોમાં તાવ,ખાંસી અને શ્વાસ લેવામાં પરેશાની જેવા લક્ષણો
Pneumonia Outbreak In China : રહસ્યમય ન્યુમોનિયાના મોટાભાગના દર્દીઓ ચીનના ઉતર-પૂર્વ બેઇજીંગ અને લિયાઓનીંગની હોસ્પિટલમાં જોવા મળ્યા છે. બાળકોમાં તાવ,ખાંસી અને શ્વાસ લેવામાં પરેશાની જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે જે ન્યુમોનિયાની માફક છે. કોરોનામાં પણ આ રીતના લક્ષણો જોવા મળે છે, પરંતુ અત્યાર સુધી બાળકો આ રોગચાળાથી બચીને રહ્યા છે.
શું આ વખતે કોવિડ પોતે જ બાળકો પર નવા સ્વરૂપે હુમલો કરી રહ્યું છે?
આ દરમિયાન સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું આ વખતે કોવિડ પોતે જ બાળકો પર નવા સ્વરૂપે હુમલો કરી રહ્યું છે કે પછી ચીનના કારણે કોઈ નવો વાયરસ પેદા થયો છે. એવું પણ માનવામાં આવે છે કે કોરોનાની ઉત્પત્તિ ચીનના વુહાન માર્કેટ અથવા લેબમાં થઈ હતી. વૈશ્વિક સંસ્થાઓ માને છે કે મોટાભાગની મહામારી આફ્રિકા અથવા એશિયન દેશોમાંથી શરૂ થાય છે. WHOના રોગના પ્રકોપમાં પણ આ સ્વીકારવામાં આવ્યું હતું.
તમામ રોગોનું મૂળ એશિયા અને આફ્રિકા
મંકી પોક્સ, ઝીકા વાયરસ, ઇબોલા વાયરસ, સાર્સ અને કોરોના વાયરસે તબાહી મચાવી છે. આ તમામ રોગોનું મૂળ એશિયા અને આફ્રિકા છે. ખાસ કરીને શ્વસન સંબંધી રોગોની શરૂઆત ચીન સાથે જોડાયેલી છે પરંતુ તેની પૃષ્ટિ થઇ શકી નથી. વાયરસનો વાસ્તવિક સ્ત્રોત શું છે તે શોધવું ખૂબ મુશ્કેલ છે. ઘણા વાયરસ પરિવર્તિત થાય છે, નવા સ્વરૂપો લે છે અને ફેલાય છે. પ્રાણીઓ હોય કે માણસ જેના પર આ વાઇરસ સ્થાયી થયા હોય તે પણ અહીંથી ત્યાં ફરતા રહે છે. આવી સ્થિતિમાં સ્ત્રોત શોધવું અઘરું કામ છે.
શા માટે વાયરસ એશિયા અને આફ્રિકાથી શરૂ થાય છે ?
તેનું સૌથી મોટું કારણ આ ખંડોની વધી રહેલ જનસંખ્યા છે. વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર, આ પ્રકારનો ટ્રેન્ડ 21મી સદીની શરૂઆતથી શરૂ થયો હતો. હવે સ્થિતિ એવી છે કે વિશ્વના લગભગ 60 ટકા લોકો એશિયા અને પેસિફિક વિસ્તારોમાં રહે છે. વસ્તી વધારાને કારણે માણસો અને પ્રાણીઓ સીધા સંપર્કમાં આવવા લાગ્યા. જંગલી પ્રાણીઓમાં ઘણા ખતરનાક પ્રકારના વાયરસ હોય છે, ઉદાહરણ તરીકે, જો આપણે ફક્ત ચામાચીડિયાને જ લઈએ, તો કોઈપણ સમયે તેમાં 100 થી વધુ જાતો જોવા મળશે. આ વાયરસ એકથી બીજામાં પસાર થઈને મનુષ્ય સુધી પહોંચે છે.
એનિમલ માર્કેટ પણ એક કારણ છે.ચીન વિશે એવા ઘણા અહેવાલો આવ્યા છે કે ત્યાં વિદેશી પ્રાણીઓનું બજાર છે. વુહાન માર્કેટમાં કથિત રીતે ચામાચીડિયાથી લઈને સાપ સુધીની દરેક વસ્તુ મળી આવી હતી. તેમના કાચા અથવા ઓછા રાંધેલા માંસથી ખતરનાક રોગોનું જોખમ રહેલું છે. આ રીતે ઝૂનોટિક બીમારી ફેલાઈ રહી છે.ચીન, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા જેવા એશિયન દેશોમાં બજારોમાં ઘણા પ્રાણીઓ જીવતા વેચાય છે. જગ્યાના અભાવે આ તમામ પ્રાણીઓને એકસાથે રાખવામાં આવે છે. આ વાયરસ ફેલાવવા માટે યોગ્ય વાતાવરણ પણ પ્રદાન કરે છે. આવા રોગો ઝૂનોટિક રોગોની શ્રેણીમાં આવે છે. ચેપગ્રસ્ત પ્રાણીની લાળ, લોહી, પેશાબ, મળ અથવા શરીરના અન્ય પ્રવાહીના સંપર્કમાં આવવાથી મનુષ્ય ચેપગ્રસ્ત થઈ શકે છે.