Get The App

રૂ.2 હજારમાં લઈ જાવ સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર, લૉન્ચ થતા જ 6000 યુનિટ્સનું બુકિંગ

PMV EaS-E સિંગલ ચાર્જમાં 200 કિમી દોડાવી શકાશે

સાંકળી ગલીમાં પણ કારને સરળતાથી ચલાવી શકાશે

Updated: Nov 17th, 2022


Google NewsGoogle News
રૂ.2 હજારમાં લઈ જાવ સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર, લૉન્ચ થતા જ 6000 યુનિટ્સનું બુકિંગ 1 - image

અમદાવાદ,તા.17 નવેમ્બર-2022, ગુરુવાર

નાની કારમાં ફરવાના શોખીનો માટે સારા સમાચાર આવ્યા છે, જે કારની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે કાર આજે લૉન્ચ થઈ ગઈ છે. દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રી કાર (EV) PMV Electric લોન્ચ કરી દેવાઈ છે. આ ટુ-સીટર કારમાં એક સ્પોર્ટ્સ કારનો અહેસાસ કરાવે છે. આ કારને સાંકળી ગલીમાં પણ સરળતાથી ચલાવી શકાય છે. મુંબઈની સ્ટાર્ટઅપ કંપની પર્સનલ મોબિલિટી વ્હીકલ (PMV Electric)ની આ કારનું નામ PMV EaS-E છે. આ નાની કારની કિંમત આશરે 4.79 લાખ રૂપિયા છે. લૉન્ચ પહેલા આ કારની 6000 યુનિટ્સનું બુકિંગ પણ થઈ ગયું છે.

રૂ.2 હજારમાં લઈ જાવ સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર, લૉન્ચ થતા જ 6000 યુનિટ્સનું બુકિંગ 2 - image

સિંગલ ચાર્જમાં 200 કિ.મી.ની સફર

કારમાં 4 દરવાજા છે. 2 સીટ છે. આ કાર સિંગલ ચાર્જમાં 200 કિલોમીટર સુધી ચલાવી શકાશે. આ કાર કંપનીની વેબસાઈટ પર જઈને માત્ર રૂ.2,000માં બુક કરાવી શકાય છે. કંપની આ કાર આવતા વર્ષે ડિલિવરી કરશે.

રૂ.2 હજારમાં લઈ જાવ સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર, લૉન્ચ થતા જ 6000 યુનિટ્સનું બુકિંગ 3 - image

કારની ખાસિયતો

આ કારની લંબાઈ 2915 mm, પહોળાઈ 1157 mm અને ઊંચાઈ 1600 mm છે. આ કારનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170 mm અને વ્હીલબેઝ 2087 mm છે. કારનું વજન 550 કિલો છે. કારમાં સર્કૂલર હેડલેમ્પ, LED લાઇટ બાર પણ છે. ઉપરાંત ડિજિટલ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એર કન્ડીશનીંગ, રીમોટ કીલેસ એન્ટ્રી અને રીમોટ પાર્ક આસિસ્ટ, એક USB ચાર્જીંગ પોર્ટ, ક્રુઝ કંટ્રોલ, એરબેગ્સ અને સીટ બેલ્ટ પણ છે. મ્યુઝિક કંટ્રોલ, કનેક્ટેડ સ્માર્ટફોન પર કૉલ, ફીટ ફ્રી ડ્રાઇવિંગ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, ઓનબોર્ડ નેવિગેશન, કંટ્રોલ પણ આ કારમાં છે.

રૂ.2 હજારમાં લઈ જાવ સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર, લૉન્ચ થતા જ 6000 યુનિટ્સનું બુકિંગ 4 - image

મજબૂત બેટરી

આ કારમાં મજબૂત બેટરી છે. આ બેટરીને 15 એમ્પીયરના ડોમેસ્ટિક સૉકેટથી કનેક્ટ કરીને પણ ચાર્જ કરી શકાય છે. આ કારમાં 3kvનું એસી ચાર્જર અને બેટરી ફુલ થવામાં 4 કલાકનો સમય થાય છે. કારમાં ઈલેક્ટ્રિક મોટર 13 hpનું પાવર અને 50nmનો પીક ટૉર્ક જનરેટ કરે છે. આ કાર પ્રતિ કલાક 40 કિ.મી.ની ઝડપે દોડે છે. આ કારમાં 4G કનેક્ટિવિટી ફીચર પણ સામેલ છે.


Google NewsGoogle News