Get The App

PM મોદી દેશના બીજા સ્પેસપોર્ટનો કરશે શિલાન્યાસ, અહીંથી ASLV અને SSLV જેવા રોકેટ થશે લોન્ચ

પીએમ મોદી તમિલનાડુના થૂથુકુડી જિલ્લામાં કુલશેખરાપટ્ટિનમ ખાતે ISROના બીજા સ્પેસપોર્ટનો શિલાન્યાસ કરશે

શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પર વધુ ભાર પડે તે માટે નાના રોકેટ અહીંથી લોન્ચ કરવામાં આવશે

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
PM મોદી દેશના બીજા સ્પેસપોર્ટનો કરશે શિલાન્યાસ, અહીંથી ASLV અને SSLV જેવા રોકેટ થશે લોન્ચ 1 - image


Second spaceport to be set up at Kulasekarapattinam in Tamil Nadu: કુલસેકરાપટ્ટિનમ એ તમિલનાડુમાં આવેલું દરિયાકાંઠાનું શહેર છે. તે પ્રખ્યાત થુથુકુડી જિલ્લામાં છે. જે પહેલા તૂતીકોરિન તરીકે ઓળખાતું હતું. મોતી માટે જાણીતું તૂતીકોરિન હવે રોકેટ પ્રક્ષેપણ માટે પણ જાણીતું થશે. હવે અહીંથી ASLV અને SSLV જેવા નાના રોકેટ લોન્ચ કરવામાં આવશે. ખાનગી રોકેટ લોન્ચ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

2000 એકર જમીન પર બનાવવામાં આવશે સ્પેસપોર્ટ

આ સ્પેસપોર્ટ 2000 એકર જમીન પર બનાવવામાં આવશે. પીએમ મોદી 28 ફેબ્રુઆરી 2024ના રોજ તેનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ તમિલનાડુ રાજ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપશે. શ્રીહરિકોટામાં બે લોન્ચ પેડ છે. આ સિવાય તમામ લોન્ચિંગ માટે એક અલગ અસ્થાયી લોન્ચ પેડ બનાવવાનું રહેશે. અથવા બેમાંથી એકનો ઉપયોગ કરવો પડશે.

પોર્ટુગીઝોનો થૂથુકુડી પર હુમલો

થૂથુકુડી જે બંગાળની ખાડીની બાજુમાં અને શ્રીલંકાની ઉપર કોરોમંડલ કિનારે દેશના છેડે આવેલું છે, તેને અગાઉ તૂતીકોરિન કહેવામાં આવતું હતું. તૂતીકોરિન બંદર ભારતના મુખ્ય બંદરો પૈકીનું એક છે. તે ચેન્નાઈથી લગભગ 600 કિલોમીટર, તિરુવનંતપુરમથી 190 કિલોમીટર દૂર છે. મૈસુર બાદ થૂથુકુડીના દશેરા ખૂબ જ પ્રખ્યાત છે. અહીં 12 દિવસ સુધી દશેરા ઉજવવામાં આવે છે. તેમજ અહીં મોતીઓનો વેપાર થતો હોવાથી 1548માં પોર્ટુગીઝોએ થૂથુકુડી પર હુમલો કર્યો હતો તેમજ ત્યારબાદ 1658માં ડચ આવ્યા હતા. 

થૂથુકુડીમાં મીઠાની ખેતી

છેવટે 1825માં બ્રિટિશ શાસકોએ તૂતીકોરિન પર સામ્રાજ્ય સ્થાપ્યું. તૂતીકોરીન બંદરનું આધુનિક બાંધકામ 1842માં શરૂ થયું હતું. થૂથુકુડીમાં મોટા પ્રમાણમાં મીઠાની ખેતી થાય છે. અહીં મીઠાની સૌથી વધુ માંગ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં છે. દર વર્ષે અહીંથી 1.2 મિલિયન ટન મીઠાનું ઉત્પાદન થાય છે.

PM મોદી દેશના બીજા સ્પેસપોર્ટનો કરશે શિલાન્યાસ, અહીંથી ASLV અને SSLV જેવા રોકેટ થશે લોન્ચ 2 - image



Google NewsGoogle News