ઓટો કારનો જમાનો ગયો, હવે ઓટો પ્લેન આવ્યા : પાયલટ વિના પ્લેન ઉડાન ભરશે, જુઓ VIDEO

એકવાર આ ટેક્નોલોજીને સર્ટીફીકેટ મળી જાય પછી Xwing 2025 ના અંત સુધીમાં નાના સેલ્ફ ફ્લાઈંગ પ્લેન સંચાલિત કરવાની યોજના ધરાવે છે

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
ઓટો કારનો જમાનો ગયો, હવે ઓટો પ્લેન આવ્યા : પાયલટ વિના પ્લેન ઉડાન ભરશે, જુઓ VIDEO 1 - image


Self Flying Planes In Civil Aviation: દુનિયામાં રોજ નવીનતમ ટેકનોલોજી આવે છે. વર્તમાન સમયમાં પ્લેન પાયલટ ઉડાવે છે, પણ એ સમય દુર નથી કે પ્લેનની કમાન ટેકનોલોજીના હાથમાં હશે. સેલ્ફ ડ્રાઈવિંગ કાર, ડ્રાઈવરલેસ મેટ્રો અને હવે પાયલટલેસ પ્લેન પણ ઉડાન ભરવાની તૈયારીમાં છે. દુનિયાની ઘણી કંપનીઓ પાયલટલેસ પ્લેન બનાવવાની દિશામાં ખુબ ઝડપથી કામ કરી રહી છે. ઉપરાંત ઘણા સ્ટાર્ટઅપ પણ આ વિષય પર કામ કરી રહ્યા છે. સેલ્ફ ફ્લાઈંગ પ્લેન આવ્યા બાદ એવિએશનની દુનિયામાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.

પ્લેન પાયલોટ વિના ઉડશે

અમેરિકા સહિત વિશ્વના કેટલાક દેશોમાં પાયલોટ વિના પ્લેન ઉડાડવામાં આવે છે, પરંતુ અત્યાર સુધી આવી કોઈ કોમર્શિયલ ફ્લાઈટ નથી. બોઇંગના સીઇઓ ડેવ કેલ્હૌને જાન્યુઆરી મહિનામાં એવિએશનની દુનિયા કહ્યું કે, મને લાગે છે કે સિવિલ એવિએશનની દુનિયામાં પાયલોટ વિનાના એરક્રાફ્ટનું ભવિષ્ય છે. તેમાં સમય લાગશે. દરેકને આત્મવિશ્વાસ બનાવવાની જરૂર છે. અમને એક સર્ટીફીકેટ પ્રોસેસની જરૂર છે જેના પર આપણે બધા વિશ્વાસ કરી શકીએ.'

સિવિલ એવિએશન સેલ્ફ ફ્લાઈંગ પ્લેન

US સેના દાયકાઓથી એક અલગ એરસ્પેસમાં પાયલોટ વિનાના એરક્રાફ્ટ ઉડાવે છે. પરંતુ હાલમાં, વિશ્વમાં કોઈ પણ કોમર્શિયલ એરક્રાફ્ટ પાઈલટ વગરનું પ્લેન નથી. પણ નજીકના ભવિષ્યમાં આ પ્રકારના એરક્રાફ્ટ આવવાની આશા છે. એકવાર ટેક્નોલોજીને સર્ટીફીકેટ મળી જાય એટલે Xwing 2025 ના અંત સુધીમાં આવા એરક્રાફ્ટને રજૂ કરવાની અને તેને મેનેજ કરવાની અને પછી તેને અન્ય ઓપરેટરોને ઉપલબ્ધ કરાવવાની યોજનાઓ ધરાવે છે.

Xwing અને Reliable Robotics કર્યો પ્રયોગ 

પ્લેન બનાવતી- બોઇંગ પાસે ઓટોનોમસ મિલિટરી એવિએશન સિસ્ટમ પણ છે, પરંતુ કંપની હવે પેસેન્જર એવિએશનની દિશામાં પણ કામ કરી રહી છે. Xwing અને Reliable Robotics સાથેના પ્રયોગો દરમિયાન, સમગ્ર ટ્રાફિક કંટ્રોલ કમ્યુનિકેશન ઓપરેશનને એક જ ઓપરેટર દ્વારા ગ્રાઉન્ડથી કંટ્રોલ કરવામાં આવ્યું હતું. 

ટ્રેઈન પાયલટ વગર એક ઓપરેટર પણ ચલાવી શકે છે આ સિસ્ટમ

આ સિસ્ટમની વિશેષતા એ છે કે ઓપરેટરે સરળ ગ્રાફિક્સ ઈન્ટરફેસ દ્વારા પ્લેનની ઓટોનોમસ ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમને કમાંડ આપવામાં આવે છે કે ફ્લાઇટ ક્યારે અને ક્યાં મૂકવી. આથી ઓપરેટરને આ સિસ્ટમમાં એ જાણવાની જરૂર નહિ રહે કે પ્લેન કેવી રીતે ઉડાવવાનું, લેન્ડ કેમ કરવું કે પછી ટેક ઓફ કેમ કરવું. આ કામ કોઈ ટ્રેઈન પાયલટ વગર એક ઓપરેટર પણ કરી શકે છે. 

કેવી રીતે કરવામાં આવશે કંટ્રોલ?

પાયલોટ વિનાના પ્લેનનું ન્યુયોર્કમાં ટેસ્ટીંગ  કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્લેનના કોકપીટમાં એક પણ પાયલટ ન હતા. બધું ઓટોમેટેડ રીપ્લે સૂચનાઓ દ્વારા સંચાલિત હતું, જેમાં સેન્સર્સ અને એડવાન્સ સ્વીચોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. નિષ્ણાતો માને છે કે વિશ્વમાં મોટાભાગના પ્લેન એકસીડન્ટ માનવીય ભૂલોને કારણે થાય છે. હવે ઓટોમેશન સિસ્ટમ શરૂ થવાથી અકસ્માતો ઘટાડવામાં મદદ મળશે.

સેલ્ફ ફ્લાઈંગ પ્લેનનું ભવિષ્ય

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) આ માટે તૈયારીઓ કરી રહ્યું છે. આ સાથે આમાં મેનપાવરની ઓછી જરૂરિયાત હોવાથી પાયલોટ યુનિયનએ પણ સેલ્ફ ફ્લાઈંગ પ્લેન આવતા પોતાના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત આ સિસ્ટમમાં ઓછો ખર્ચ અને વધુ સુરક્ષિત મુસાફરી શક્ય બનશે. એવિએશન ઇન્ડસ્ટ્રીમાં લોકોનું માનવાનું છે કે નાના સેલ્ફ ફ્લાઈંગ પ્લેન આ દાયકાના અંત સુધીમાં મુસાફરોને લઈ જઈ શકશે. આ પ્રકારના પ્લેનમાં પાયલટ માટે કોકપીટ નહીં હોય.

શું એવિએશન ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે?

સ્વિસ બેંક UBSના એક રિપોર્ટમાં એવો અંદાજ છે કે પાયલોટ વિનાના એરક્રાફ્ટ એવિએશન ઇન્ડસ્ટ્રીની દર વર્ષે $35 બિલિયનથી વધુ રકમ બચાવી શકે છે. તેમ છતાં, આ જ રિપોર્ટમાં જાહેર ધારણાની પણ નોંધ લેવામાં આવી હતી. 2017ના વૈશ્વિક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના લોકો પાયલોટ વિના એરક્રાફ્ટમાં ઉડાન ભરવા માટે તૈયાર નથી, પછી ભલે એર ફેર સસ્તું હોય. ઇપ્સોસના જાહેર મતદાનમાં જાણવા મળ્યું છે કે 81% અમેરિકન સેલ્ફ ફ્લાઈંગ પ્લેનમાં મુસાફરી કરવા માટે તૈયાર નથી.

સેલ્ફ ફ્લાઈંગ પ્લેન સંબંધિત પડકાર

નજીકના ભવિષ્યમાં સેલ્ફ ફ્લાઈંગ પ્લેન માટે સૌથી મોટો પડકાર લોકો દ્વારા તેની મુસાફરીની સ્વીકૃતિનો હોઈ શકે છે. Xwing ના લોરેન્સને આશા છે કે સમય જતાં લોકોનો આ અંગે ખ્યાલ વિકસશે. તેમનું કહેવું છે કે જેમ જેમ ટેક્નોલોજીનો વિકાસ થશે, લોકો સેલ્ફ ફ્લાઈંગ પ્લેનને વધુ સારી રીતે સમજશે અને તેના પર વધુ વિશ્વાસ કરશે. 


Google NewsGoogle News