Get The App

ફોટોઝમાં આવે છે વીડિયો એડિંટિંગ માટે પ્રી-સેટ ઓપ્શન્સ

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
ફોટોઝમાં આવે છે વીડિયો એડિંટિંગ માટે પ્રી-સેટ ઓપ્શન્સ 1 - image


- yLÞ {kuxk ¼køkLke çkkçkíkkuLke su{, yuykR Vur{÷e ðerzÞkuLkwt yurz®xøk Ãký Mknu÷wt çkLkkðþu

જો તમે તમારા ફોટો અને વીડિયો સ્ટોર કરવા માટે ગૂગલની ફોટોઝ સર્વિસનો ઉપયોગ કરતા હો તો તમારે માટે આ જાણવા જેવી વાત છે. આ મજાની સર્વિસમાં ટૂંક સમયમાં આપણા વીડિયો એડિટ કરવા માટે એક નવી સગવડ મળશે.

તમે જાણતા જ હશો કે ફોટોઝ એપ એકદમ યૂઝર ફ્રેન્ડલી છે. તેમાં આપણે પોતાના ફોટોગ્રાફ જાતે અપલોડ કરવા સિવાય કશું કરવાનું હોતું નથી. ફોનના કેમેરાથી લીધેલા ફોટોગ્રાફ સીધા જ આ એપમાં અને ત્યાંથી આપણા ગૂગલ એકાઉન્ટમાં પહોંચે છે. આપણે ફોટોગ્રાફને તારીખ-મહિના કે વર્ષ મુજબ જાતે ગોઠવવા પડતા નથી. ફોટોગ્રાફમાં કઈ વ્યક્તિ કે અન્ય બાબતો છે એવી કોઈ માહિતી એપને આપવી પડતી નથી. તેમ છતાં આપણે ધારીએ એ મુજબ એપમાં સર્ચ કરી શકીએ છીએ.

આ એપમાં વખતોવખત નવાં ફીચર ઉમેરાતાં રહે છે. એપ ફોટો અને વીડિયો સ્ટોર કરવા તથા શેર કરવા માટે જેટલી ઉપયોગી છે એટલી જ ઉપયોગી ફોટો અને વીડિયોના એડિટિંગ માટે પણ છે. તેનાં વિવિધ ટૂલ્સની મદદથી આપણે પોતાના ફોટો અને વીડિયોમાં સંખ્યાબંધ પ્રકારના ફેરફાર કરી શકીએ છીએ (હજી હમણાં આપણે ‘ટેકનોવર્લ્ડ’માં જાણ્યું તેમ આ  એપમાં ફોટો-વીડિયો એડિટિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેિજન્સ (એઆઇ)નો ઉપયોગ પણ બેહદ વધી રહ્યો છે).

હવે સમાચાર છે કે ફોટોઝ એપમાં વીડિયોનું એડિટિંગ વધુ સહેલું બનશે. તેમાં વીડિયોને ફટાફટ એડિટ કરવા માટે પ્રી-સેટ ઓપ્શન્સ ઉમેરાય તેવી શક્યતા છે. એટલે કે વીડિયોમાં જોઇતા ફેરફાર કરવા માટે આપણે ફક્ત જે તે પ્રી-સેટ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. એ ફેરફારો માટે જરૂરી બધાં સેટિંગ એપ આપોઆપ કરી લેશે.

yk Lkðk VuhVkh {wsçk VkuxÍ yuÃk{kt ðerzÞku yurz®xøk {kxu Lke[uLkk [kh «e-Mkux ykuÃþLk {¤u íkuðe þõÞíkk Au.

બેઝિક કટઃ આ પ્રી-ઓપ્શન સિલેક્ટ કરીને આપણે વીડિયોમાંની સૌથી મહત્ત્વની મોમેન્ટ આપોઆપ ટ્રીમ કરી શકીશું, તેમ જ વીડિયોમાંના કલરની ક્લેરિટી પણ વધારી શકીશું.

સ્લોમોઃ નામ મુજબ આ પ્રી-સેટ ઓપ્શન પસંદ કરતાં વીડિયોમાંની આપણે પસંદ કરેલી ફ્રેમ્સમાં સ્લો મોશન ઇફેક્ટ્સ ઉમેરી શકાશે.

ઝૂમઃ આ પ્રી-સેટ ઓપ્શન પણ તેના નામ મુજબ વીડિયોમાં આપણે પસંદ કરેલા ભાગને ઝૂમ ઇન કે ઝૂમ આઉટ કરશે અને એ ચોક્કસ ભાગને હાઇ-લાઇટ કરશે.

ટ્રેકઃ આ પ્રી-સેટ ઓપ્શનની મદદથી આપણે વીડિયોમાંના મુખ્ય સબ્જેક્ટને સિલેક્ટ કરીને તેના પર ફોકસ રહે અને તે ઝૂમ ઇન થાય એવું સેટિંગ કરી શકીશું.

દેખીતું છે કે આ ફીચર્સમાં એઆઇની ભૂમિકા રહેશે. જોકે આ ફેરફારો હજી ડેવલપમેન્ટના સ્ટેજ પર છે. ફોટોઝ એપમાં તે ઉમેરાયા નથી અને આપણને તેનો લાભ ક્યારે મળશે તેની સ્પષ્ટતા નથી.


Google NewsGoogle News