Google Play Storeની થશે છુટ્ટી, Phone Pay એન્ડ્રોઈડ યૂઝર્સ માટે લાવ્યું Indus App Store

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
Google Play Storeની થશે છુટ્ટી, Phone Pay એન્ડ્રોઈડ યૂઝર્સ માટે લાવ્યું Indus App Store 1 - image


નવી દિલ્હી,તા. 23 સપ્ટેમ્બર 2023, શનિવાર

ઘણા સમયથી ગૂગલ અને એપલ પર તેમની એપ્સને પ્રમોટ કરવાનો આરોપ લાગી રહ્યો હતો. ઉપરાંત, અન્ય એપ્સે કહ્યું કે, આ બંને એપ સ્ટોર ફક્ત તેમની પોતાની એપ્સને પ્રમોટ કરવા માટે કામ કરે છે. ત્યારે ગૂગલ અને એપલ એપ સ્ટોરના એકાધિકારને ખતમ કરવા માટે PhonePe એન્ડ્રોઈડ યુઝર્સ માટે ઈન્ડસ એપસ્ટોર લોન્ચ કરવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં PhonePe દ્વારા લેવામાં આવેલ આ પગલું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. 

ઇન્ડસ એપની ફી કેટલી હશે?

PhonePe અનુસાર, હાલમાં ઇન્ડસ એપ સ્ટોર ફ્રી હશે.આ સિવાય કંપની આગામી એક વર્ષ સુધી તેના પર કોઈ ફી વસૂલવાની નથી. એક વર્ષ પછી, યુઝર્સ આ એપ મા નજીવી ફી ચૂકવીને ઉપયોગ કરી શકશે.

ઇન્ડસ એપસ્ટોર એપ્લિકેશનમાં પેમેન્ટ માટે ડેવલપર્સ પાસેથી કોઈપણ પ્લેટફોર્મ ફી અથવા કમિશન લેશે નહીં. ડેવલપર્સ તેમની એપમાં તેમની પસંદગીના કોઈપણ પેમેન્ટ ગેટવેને એગ્રીગેટ કરવા માટે સ્વતંત્ર હશે. ફોનપેની આ સ્ટ્રેટજી Google અને Appleના એપ સ્ટોર્સથી વિપરીત છે, જે ઇન-એપ ખરીદી પર 30% કમિશન ઉઘરાવે છે. આજ પોલિસીને કારણે ગૂગલ અને એપલ એપ સ્ટોરને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

એક રિપોર્ટ અનુસાર, ભારતમાં 2026 સુધીમાં 1 અબજ સ્માર્ટફોન યુઝર્સ હશે, જેમાંથી સૌથી વધુ યુઝર્સ એન્ડ્રોઇડ ફોનના હશે. આવી સ્થિતિમાં, PhonePe તેની ઇન્ડસ એપને 12 ભારતીય ભાષાઓમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. 


Google NewsGoogle News